Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 346
________________ ચાર શણગાર ૩૩૭. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જે દેશથી આહાર પૌષધ કર્યો હોય તે ગુરુ સમક્ષ પચ્ચકખાણ પાળી આવસ્સહી કહી (પૌષધશાળામાંથી નીકળે. ઘેર ઈર્યાસમિતિ પ્રતીકની પાત્ર આદિનું પ્રમાર્જન કરી આહાર કરવા બેસે. પ્રશ્ન :- નિર્દોષ આહારની જેમ નિર્દોષ વ્યાપાર કે નિર્દોષ દેહ સત્કાર થઈ શકે કે નહીં ? તે સમાધાન : બંને ક્રિયા દેહની શેભ અને લેભાદિક હેતુભૂત છે. માટે તે બંનેને પ્રતિષેધ કર્યો છે. વળી આહાર પૌષધ સિવાયના ત્રણે પૌષધ સર્વથા કરવાના છે દેશથી નહીં માટે પણ નિર્દોષ દેહ સત્કાર કે નિર્દોષ વ્યાપાર થઈ શકે નહીં. શંખ શ્રાવક આ રીતે આત્માના શણગાર ભૂત એવા ચાર પ્રકારના પૌષધને ગ્રહણ કરીને રહે છે. રાત્રે ધર્મ જાગરણમાં ચિતવના કરે છે કે શ્રી વિરપ્રભુને નમન-વંદન કરીને હું પૌષધ પૂર્ણ કરીશ. પ્રભાતે તે શ્રી વિરપ્રભુના વંદનાથે પહોંચ્યા. ત્યાં પુખલી શ્રાવક પણ આવેલું છે. તેણે પ્રભુને નમન કરી શંખ શ્રાવકને કહ્યું કે હે શંખ ! ગઈ કાલે તમે રેગ્ય ન કર્યું. ત્યારે પ્રભુએ પખલી શ્રાવકને કહ્યું તમે શંખની નિંદા ન કરે. તે ગઈ રાત્રીને વિશે સુદક્ષ જાગરિકા કરીને આવે છે. જાગરિકા ત્રણ પ્રકારે થાય છે. શ્રી વીર પરમાત્મા ગૌતમ સ્વામીને જણાવતા કહે છે હે ગૌતમ! - (૧) બુદ્ધ જાગરિકા છે તે માત્ર કેવલી ભગવંતેને જ હોય છે. (૨) અબુદ્ધ જાગરિકા છે તે છવાસ્થ સાધુઓને હોય છે. (૩) સુદક્ષ જગરિકા છે તેને અર્થ છે સારી રીતે ધર્મ ધ્યાનમાં પ્રવર્તવું” આ જાગરિકા શ્રમણોપાસક-શ્રાવકને હોય છે. આવી સુદક્ષ જાગરિકા કરીને શંખ શ્રાવક અત્યારે આવેલું છે. માટે હે પુખલી ! તમે તેના પર કેઈ જાતને રેષ ધરશો નહીં. ત્યારે શંખ શ્રાવકે પ્રભુને પૂછયું, હે ભગવંત! ક્રોધ-માન-માયા-લે ચારે કષાયેનું ફળ શું ? યાદ રાખજો કષાય ચાર છે માત્ર કેધ એ જ કષાય નથી અભિમાન, માયા-કપટ કે લેભ પણ કટુ કષાયો જ છે.] શ્રી વીર પરમાત્મા ઉત્તર વાળતા જણાવે કે ક્રોધ, માન, માયા,

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364