________________
વીરમે તે બચે
૩૦૭
આશામાં કાઢી પણ કયાંય સુખ ન મલ્યું. ચિત્તમાં સદા તૃષ્ણાને વાસ રહેતા અતૃપ્તિની આગ જલતી રહી. સુખના સાધનની તૃષ્ણામાં દુઃખને દરિયે ખડો કર્યો.
આખરે કઈ જ્ઞાની પુરુષને વાત કરી કે મારી તૃષ્ણ સદાય મને દઝાડતી રહે છે. સુખ મળતું નથી તે શું કરવું ? જ્ઞાની પુરુષે જવાબ આપ્યો અરે રાજન! પૂર્ણ સુખ મેળવવાનું કામ બહુ સરળ છે. જે કઈ ખરેખર સુખી હોય તેવા માણસનું પહેરણ લઈ આવ. તે પહેરવાથી સુખ પ્રાપ્ત થશે
રાજા આનંદવર્ધને ચારે બાજુ સેવકેને દેડાવ્યા. ઘણી તપાસ બાદ એક આનંદમગ્ન સુખી માણસ મળી આવ્યો. રાજાની ખુશીને પાર ન રહ્યો. તેણે તરત જ તેનું પહેરણ મંગાવ્યું ત્યારે ખબર પડી કે તે સુખીજન પહેરણ પહેરતા જ નથી.
સાચા સુખનું રહસ્ય જ આ છે. તૃષ્ણ કે આશા છોડી દો. પણ તમારી સ્થિતિ કેવી થઈ ગઈ છે. ૨૦૦૦૦ રૂપીયા નફાની આશા રાખી હેય અને ૧૫૦૦૦ રૂપિયા ન થાય તે તે નફાને આનંદ માણવાને બદલે ૫૦ ૦ ૦ ની ખોટ ગઈ તે જ વાત વાગોળ્યા કરવાના. પણ “તને ૧૫૦૦૦ મલ્યા તે ભગવને,” તેવું તમને કેણ કહે ? - તમારે પેલા સુખી માણસ જેવા બનવું હોય તે માત્ર એક જ રસ્ત છે. તેના જેવા ત્યાગી બનો. તૃષ્ણાને તાર તેડવો હોય તે ત્યાગનું આચરણ કરવું જરૂરી છે. જેમ કુશળ વાહન ચાલક હોય અને ઉત્તમ વાહન હોય તે પણ વાહન ચલાવ્યા વિના તે ઈચ્છિત સ્થળે પહોંચી શકાય નહીં, તેમ ચારિત્રરૂપ સ&િયા વિના માત્ર જ્ઞાનરૂ૫ વાહનનું અસ્તિત્વ મેક્ષરૂપ ઈચ્છિત સ્થળે પહોંચાડતું નથી. આ ચારિત્રરૂપ સ&િયા તેજ પ્રત્યાખ્યાન.
શ્રાવકના છત્રીસ કર્તવ્યોમાં કહ્યું કે છેવીઢ સાવલામી વગુત્તો હોટ્ટ ggવ” શ્રાવકે છ આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવું. છ આવશ્યક તે સામાયિકથી પ્રત્યાખ્યાન યાત્રા.
પણ આટલી પંક્તિ અધુરી છે. કેમ કે મનહ જિણાણુંની આરંભ તથા અંતની પંક્તિનું અનુસંધાન લઈને પ્રત્યાખ્યાનને સંદર્ભ સમજવા જેવું છે.