________________
૧૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
રેજ રોજ ઉદ્યમવંત રહેશેમાં? છ આવકમાં. તેજ તમારી યાત્રા સમભાવથી ત્યાગ સુધી પરિપૂર્ણ થશે.
તત્વાર્થસૂત્ર અધ્યાયઃ ૬ સત્ર ૨૩ માં વન વિધિ મળે સાવથ કારિદ્વાઈપ: ના ભાષ્યમાં શાસ્ત્રકાર જણાવે કે “સામાયિકાદિ છ આવશ્યકનું યથાવિહિત યોગ્ય કાલે ભાવથી આસેવન” તીર્થકર નામક ઉપાર્જન કરાવે છે.
સામાયિક વગેરે છ એ અધ્યયને સ્વરૂપ આવશ્યક છે પણ તે સમ્યગ જ્ઞાનક્રિયાનું કારણ છે. તેથી જ તે છ આવશ્યક સમ્યમ્ જ્ઞાનક્રિયા સ્વરૂપ છે. માટે એ આવશ્યક સૂત્રનું અધ્યયન-શ્રવણ-ચિન્તન કરવાથી તેમજ તેમાં કહેલું અનુષ્ઠાન આચરવાથી અવશ્ય સમ્યમ્ જ્ઞાન અને ક્રિયાની પ્રાપ્તિ થવાથી મોક્ષ ફળની સિદ્ધિ થાય છે.
માટે જ જીવી ગાવસ્મયી ઉજ્જો ટુ તવ કહ્યું. પ્રતિદિન છે આવશ્યકમાં ઉદામવંત બને અને સમભાવથી ત્યાગ સુધીની યાત્રા સુખપૂર્વક કરતાં કરતાં દ્રવ્ય અને ભાવથી તે તે આવશ્યકમય બની મેક્ષ માર્ગની સાધનામાં સફળ બને–
તે જ અભ્યર્થના