________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંસારમાં રખડવાનું કારણ શું ? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? તે સમજતા આટલી ચર્ચા કરી પણ મિથ્યાત્વની વ્યાખ્યા પાછી ભૂલી ન જતાં. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે યેગશાસ્ત્રમાં જણાવ્યું.
अदेव देव बुद्धि र्या गुरूधीरगुरौ च या
अधर्म धर्म बुद्धिश्च मिथ्यात्व तदिपर्य यात् ગવે શુદ્ધિ –જે સ્ત્રી, શસ્ત્ર માળાદિ રાગના ચિહ્નોથી દૂષિત છે. બીજાના નિગ્રહ કે અનુગ્રહમાં તત્પર છે. તે દેવની ઉપાસના કદી મુક્તિને માટે થતી નથી. માટે તેવા કુદેવમાં કદી દેવપણાની બુદ્ધિ કરવી નહીં.
સુદેવની ઓળખ આપતાં એક સ્તુતિમાં સુંદર રીતે કુદેવની વ્યાખ્યા સમાવી લીધી છે. न शल न चाप न च कादि हस्ते न हास्य न लास्य न गीतादि यस्य न नेत्रे न गात्रे न वक्त्रे विकार स एक परात्मा गति में जिनेन्द्रः
જેમના હાથમાં ત્રિશૂલ નથી, જેમના હાથમાં ધનુષ નથી કે જેમના હાથમાં ચક વગેરે આયુધ નથી. જેને હાસ્ય-નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી. જેના નેત્રમાં, ગાત્રમાં અને મુખમાં વિકાર નથી તે પરાત્મા શ્રી જિનેન્દ્ર એક જ મારી ગતિ થાઓ
જેઓમાં આવા લક્ષણો વિદ્યમાન છે. તેવા અદેવમાં દેવની બુદ્ધિ કરવી, અગુરુમાં ગુરુપણાની ભાવના કરવી કે અધર્મમાં ધર્મની ગતિ કરવી તે મિથ્યાત્વ છે. માટે કુદેવને પૂર્વારૂપ-કુગુરુને ભજવારુપ અને કુધમને માનવા-આદરવા રૂપ મિથ્યાત્વને છેડે,
એ રીતે મિથ્યાત્વનો ત્યાગ કરી પરંપરાએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી મોક્ષમાર્ગને પામનારા બની સંસારની રખડપટ્ટીમાંથી મુક્ત બને એ જ શુભેરછા-અભ્યર્થના