Book Title: Aatmnishtha Dhruv Taro Ambalalbhai
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 6
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો 11 30 44: 11 પ્રકાશકીય નિવેદન પૂ.શ્રી અંબાલાલભાઈ અમો આ સુબોધક પુસ્તકાલયના ટ્રસ્ટી મંડળને તેમજ પૂજ્ય શ્રી અંબાલાલભાઈના કુટુંબી વર્ગને પૂ.શ્રી અંબાલાલભાઈના દેહવિલયની પુણ્યતિથિને સો વર્ષ થયાં હોવાથી ઉપકાર સ્મૃતિરૂપે એ મહાભાગ્યગણના નાયક સમા પૂજ્ય પુરૂષની પુણ્યતિથિ નિમિત્તે સમાધિ શતાબ્ધિ ઊજવવાની ભાવના ઉત્પન્ન થઈ અને તેમાં શ્રી ખંભાતના મુમુક્ષુ ભાઈ-બહેનોનો સારો સહકાર મળ્યો તેથી આ પુણ્ય પ્રસંગ ઊજવવા અમો ભાગ્યશાળી બન્યા છીએ. આ શુભ પ્રસંગે તેઓશ્રીના ગુણાનુવાદ ગાતી પુસ્તિકા ગ્રંથરૂપે તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. “આત્મનિષ્ઠ ધ્રુવ તારો” એ નામ સાર્થક જણાતાં આ પુસ્તિકા પૂજ્ય શ્રી અંબાલાલભાઈના ચરણમાં ભક્તિ-ભેટણારૂપે અર્પી તેઓશ્રીના ચરણકમળમાં વિનયભાવે નમસ્કાર કરીએ છીએ. અસીમ ઉપકારી પૂજ્ય શ્રી અંબાલાલભાઈની મુમુક્ષુતા, પ્રગટ પરમાત્માને પૂર્ણરૂપે ઓળખી લેવાની પૂર્વ સંસ્કારિતા, વિશાળપ્રજ્ઞા, વૈરાગ્યપૂર્વક આજ્ઞાધિનતા, શ્રી વીતરાગ પુરૂષ પ્રત્યેનો શુદ્ધ ભક્તિપૂર્વકનો પરમ સ્નેહ, ભવભીરૂપણું, અલ્પ સંસારીપણું, ઊંચી શ્રેણીમાં લક્ષ, શ્રી પરમકૃપાળુદેવને માર્ગ પ્રભાવનામાં ગણનાયક સરીખા અનુસરનારા, સત્સંગમાં એક નિષ્ઠા, દરેક કાર્યમાં નિયમિતતા, પ્રમાદ રહિતપણું, સર્વે મુમુક્ષુ પ્રતિ વાત્સલ્યપૂર્ણ આદરભાવ, તત્વજ્ઞાનની વિશાળતા, આત્મ ઉપયોગની જાગૃતતા, શ્રી સદ્ગુરૂચરણ સેવામાં તન્મયતા, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અભિન્ન ભાવે પ્રેમાર્પણ વગેરે અદ્ભુત ગુણના ધારક હતા. ઘણી બધી બાહ્યશક્તિ ખીલેલી હતી, જેમ કે સ્મરણ શક્તિ, કવિત્વ શક્તિ, અલંકાર વિદ્યાથી પ્રબંધ રચનાશક્તિ, સંસ્કૃત, પ્રાકૃત, ઈંગ્લીશ, હિન્દી, મરાઠી આદિ ભાષાજ્ઞાન, લેખનશક્તિ, વાણીનું ચિત્તાકર્ષણપણું, બીજાને દોરવાની પ્રેરકશક્તિ, સમજાવવાની કળા, તીવ્રવેદનામાં સહનશીલતા અદ્ભુત પ્રકારે હતી. સંસારના પ્રતિકૂળ સંજોગોમાં સમતા, ધીરજ, હૃદયની વિશાળતા, પરોપકારબુદ્ધિ “પરોપકારાય સતાં વિભૂતયઃ” એ પંક્તિ તેમને હસ્તગત હતી. પરગુણ ગ્રહણતા, નિજદોષ નિરીક્ષણમાં જાગૃતતા, લઘુતા, મતમતાંતર સહિષ્ણુતા આદિ ઉત્તમોત્તમ ગુણોને શું વર્ણવી શકીએ. એમણે અલ્પ સમયમાં જે મહાન કાર્ય કર્યું છે એવા પ્રભાવશાળી, શ્રી રાજકૃપાની પ્રસાદી જેને મળી છે તેજ કરી શકે. અમારા જેવા અલ્પજ્ઞાનીની કલ્પનામાં પણ ન આવી શકે. અધિક શું લખીએ ? આ પુસ્તિકામાં પૂજ્ય શ્રી અંબાલાલભાઈને સંવત ૧૯૪૬થી પરમ પ્રભુનો સત્સંગ થયો અને સંવત ૧૯૫૭ સુધી બાર વર્ષ સુધી સત્ લાભ, સદ્ગુરૂસેવા, બોધ શ્રવણ વિ. પ્રસંગોનું જે વર્ણન છે તેનું આછું રેખાંકન આ પુસ્તકમાં કર્યું છે. તેમાં દસ સ્થળે પોતે રસોઈઆ બન્યા હતા તે સ્થળો રાળજ - વડવા - કાવિઠા - આણંદ - વસો - નડીયાદ - ઉંદેલ - હડમતીયા - ઉત્તરસંડા - ખેડાની વિગત, વળી સત્સંગ પ્રસંગની સાથે શ્રી પરમકૃપાળુદેવે તેમના પ્રત્યે પાઠવેલા બોધક પત્રો, મોક્ષમાર્ગની દોરવણી સાથે આજ્ઞારૂપ હિતવચનો તેની અંદર ક્રમસર આવરી લીધેલ છે. આ પુસ્તિકા વાંચી - - ૫

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 110