Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રણીત રાજપદ
AtmaDharma.com “કર વિચાર તો પામ ”
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ
અગાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request This electronic version of Rajpad, has been kindly donated by Sushilaben Jaychand Shah, London, UK, in memory of her late husband, Jaychand Manekchand Shah. The donor has paid for it to be "electronised" so that it can become available on the internet.
Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Rajpad is a faithful copy of the paper version. However if you find any errors please inform us so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the online shastra so that, if corrections have been made, you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશક:મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ
સ્ટે. અગાસ, વાયા આણંદ પોસ્ટ બોરીઆ-૩૮૮ ૧૩૦ (ગુજરાત)
કંપો:લેસર ધી ટાઈપ સેટર, આણંદ
દ્વિતીયાવૃત્તિ વિક્રમ સંવત્ ૨૦૧૧ ઇસ્વી સન્ ૧૯૯૫ પ્રત ૪,OOO
cost Price Rs. 6/Sale Price Rs. 3/
મુદ્રક:ભગવતી ઓફસેટ સી-૧૫, બંશીધર મિલ કમ્પાઉન્ડ, બારડોલપુરા, અમદાવાદ-૩૮OOO૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાસ્તાવિક
(પ્રથમાવૃત્તિ)
શ્રીમદ્ રાજચંદ્રના આધ્યાત્મિક પદોનો આ સંગ્રહ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-શતાબ્દી મંડળ” તરફથી અગાઉ પ્રકાશિત થયેલ. હાલ એ મંડળ નિષ્ક્રિય થઈ ગયું હોવાથી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તરફથી આ સંગ્રહ પ્રકાશિત કરવામાં આવે છે.
આ પદો માત્ર કાવ્યો નથી, પણ આમાના શુદ્ધ અનુભવના ઉલ્લાસની સહજ વાચા છે, અંતરની સ્થિતજ્ઞતાના ઉદ્ગારો છે. પરમાત્મદર્શન અને તેના વિશુદ્ધ માર્ગનું સહજભાવે એમાં દર્શન થાય છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર (પૃષ્ઠ પ૮) – એકસો બેતાળીસ ગાથાનું એક જ બેઠકે અખંડિતપણે અક્ષરબદ્ધ થયેલ આ સ્વતંત્ર શાસ્ત્ર છે. પદર્શનના ભાવો અને આત્માના અસ્તિત્વાદિ પક્ષદના અતિ ગહન વિષયનું એમાં સરલ પણ તર્કશુદ્ધ શૈલીમાં નિરૂપણ છે. સર્વ શાસ્ત્રના સારરૂપ એ શાસ્ત્ર નિત્ય મનનીય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪)
અપૂર્વ અવસર એવો કયારે આવશે? (પૃષ્ઠ ૪૩) એ પરમપદ પ્રાપ્તિની ભાવનારૂપ કાવ્ય ગુણસ્થાન આરોહણ ક્રમ બતાવે છે. શ્રીમદ્દના અંતરમાં ઉલ્લસી રહેલ અતિ જાગ્રત અને પ્રબલ પુરુષાર્થનું એ પ્રતીક છે.
મૂળ માર્ગ (પૃષ્ઠ ૪૮) જેને આત્મહિત સાધવું છે છતાં અનાદિથી મોહાવરિત મૂઢમતિથી મૂળ અપૂર્વ હિતસાધક માર્ગનું યથાર્થ દર્શન થતું નથી તેની વિચાર શ્રેણી વિશુદ્ધ કરી સમ્યફદર્શનજ્ઞાનચારિત્રરૂપ મૂળ-માર્ગનું યથાર્થ દર્શન કરાવે છે.
વીશ દોહરા (પૃષ્ઠ ૩૫), યમનિયમ (પૃષ્ઠ ૩૭), ક્ષમાપના પાઠ (પૃષ્ઠ ૮૬) – આ ત્રણ પાઠોમાં મોક્ષમાર્ગમાં પરમ આવશ્યક લઘુતા કે જેનું મૂળ સ્વદોષ દર્શન છે, કેવળજ્ઞાનનું બીજ કે જે પ્રભુ પ્રત્યે પરમપ્રેમપ્રવાહરૂપ છે અને પોતાની ભૂલોના એકરારપૂર્વક ક્ષમાપના કે જેનું પરિણામ કર્મજન્ય પાપથી મુક્તિરૂપ મોક્ષ છે, વર્ણવેલી છે. નિત્યનિયમરૂપે આ ત્રણ પાઠ અવશ્ય પઠનીય તથા મનનીય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૫ )
જેને આ સંસારનો ત્રાસ પ્રત્યક્ષપણે ભાસ્યો છે અને છૂટવાની સાચી ભાવના જાગી છે એવા મુમુક્ષુને આ પદો પરમ સહારો છે.
આ પદો જેના હૃદયની સહજ સ્ફુરણા છે તે પુરુષશ્રીમદ્દ રાજચંદ્રના આંતર જીવન માટે એમના પોતાના જ થોડા શબ્દો અહીં ટાંકીએ છીએ – ‘નિઃસંદેહ જ્ઞાનાવતાર છે અને છે અને વ્યવહારમાં વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.’ ‘ જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા, સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને ૫૨મ જિજ્ઞાસા છે. ’’
મુમુક્ષુઓને આત્મકલ્યાણ સાધવામાં આ પદો ૫૨મ સહાયક થાઓ એ જ અભ્યર્થના.
-પ્રકાશક
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુક્રમણિકા પધ વિભાગ
ભ|
|
|
|
|
|S
૧૧ ૧૩
માક | વિષય ૧ | ગ્રંથારંભ
નાભિનંદનનાથ પ્રભુપ્રાર્થના-જળહળ જ્યોતિ સ્વરૂપ સંસારમાં મન અરે શાંતિનાથ સ્તુતિ | મુનિને પ્રણામ | કાળ કોઈને નહિ મૂકે | ધર્મ વિષે
| સર્વમાન્ય ધર્મ ૧) | ભક્તિનો ઉપદેશ ૧૧ બ્રહ્મચર્ય વિષે સુભાષિત ૧ર સામાન્ય મનોરથ ૧૩ | | તૃષ્ણાની વિચિત્રતા
અમૂલ્ય તત્ત્વવિચાર ૧૫ | જિનેશ્વરની વાણી ૧૬ | | | પૂર્ણમાલિકા મંગળ
અનિત્યાદિ ભાવના સુખકી સહેલી હૈ | ભિન્ન ભિન્ન મત દેખીએ
લોક પુરુષસંસ્થાને કહ્યો ૨૧ | | આજ મને ઉછરંગ
૧૪
૧૫ ૧૬
૧૪
૧૯
૧૭ ૧૮
૧૯
૨O |
29
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭)
૩ર
33
૨ ૫
૩૪
ર૬ |
૩૫ ૩૭. ૩૯
૪૧ ४3
४८
૨૨ હોત આસવા પરિસવા ૨૩ | મારગ સાચા મિલ ગયા ૨૪ બીજાં સાધન બહુ કર્યા
| બિના નયન પાવે નહીં
હે પ્રભુ! હે પ્રભુ! | ૨૭ | | યમ નિયમ સંયમ
૨૮ જડ ભાવે જડ પરિણમે ૨૯ | જિનવર કહે છે જ્ઞાન તેને ૩) | અપૂર્વ અવસર એવો ૩૧ મૂળ મારગ સાંભળો ૩૦ || | પંથ પરમપદ બોધ્યો
| ધન્ય રે દિવસ ૩૪ જડ ને ચૈતન્ય બન્ને ૩પ સદ્દગુરુના ઉપદેશથી
ઇચ્છે છે જે જોગી જના ૩૭ આત્મસિદ્ધિશાસ્ત્ર
| ગધ વિભાગ | કર્મગતિ વિચિત્ર છે
છ પદનો પત્ર | વીતરાગનો કહેલો ક્ષમાપના
હે કામ ! હે માન ! હે સંગ ઉદય ! ૬|| હે પરમકૃપાળુદેવ
૩૩
પર ૫૪ ૫૫ ૫૫ ૫૮
૩૬
૧.
ها به وایی |
૮૭ ૮૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ!
સુષુત ચેતનને જાગૃત કરનાર,
પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;
છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર!
ત્રિકાળ જયવંત વર્તા! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-શ્રીમદ્ રાજચંદ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
પદો
(૧)
ગ્રંથારંભ
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના એમાં તત્ત્વ-વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના.
(છપ્પય) નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આધંત, ખંત પ્રેરક ભગવંતા,
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) પ્રભુ પ્રાર્થના (દોહરા)
જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગુંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨
ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિદ્યુહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩
ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; hશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિ-નિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હુરો, ભયભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણકંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭
-વર્ષ ૧૭ મું
(૪)
(વસંતતિલકા વૃત્ત). સંસારમાં મન અરે કયમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે; માયા અહો ગણી લહે દિલ આપ આવી, “ “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી ''
(૫)
શ્રી શાંતિનાથ ભગવાન
(સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું. છતાં બાળરૂપે રહ્યો શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે.
(અપૂર્ણ)
| (૬)
મુનિને પ્રણામ
(મનહર છંદ) શાંતિ, સાગર અરુ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મક ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ વૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધમાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ વૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરુ વંદના.
-વર્ષ ૧૭ મું
કાળ કોઈને નહીં મૂકે
(હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧
મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન-કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દશ આંગળીમાં માંગળિક મુદ્રા જડિત મણિયથી, જે પરમ પ્રેમે પે 'રતા પચી કળા બારીકથી; એ વેઢ વટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩
મૂછ વાંકડી કરી ફાંફડા થઈ લખું ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હુરે; એ સાંકડીમાં આવિયા છટકયા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪
છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫
જે રાજનીતિનિપુણતામાં ન્યાયતંતા નીવડ્યા, અવળાં કર્યું જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬
તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
(૮)
ધર્મ વિષે
(કવિતા) સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતની હોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદ રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું. ૧
મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફેદ તોડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકળ સિદ્ધાંતથી;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો, ખરેખરી ખાંતથી. ૨
દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩
ચતુરો ચોપેથી ચાહી, ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્માના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, ““ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે 'મથી.'' ૪
ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, કશું જ કામનું ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐકય નહીં, ધર્મ ધામ રામનું ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫
ધર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્કતા ધરાય છે; ધર્મ વિના ઘીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું વૈર્ય, ધૂમ્ર હૈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધૂતાશે, ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય! ધન્ય! ધામે ધામે, ધર્મથી ધરાય છે. ૬
-વિ. સં. ૧૯૪૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) સર્વમાન્ય ધર્મ
(ચોપાઈ ). ધર્મતત્ત્વ જો પૂછવું મને, તો સંભળાવું સ્નેહે તને જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ૧
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને, દળવા દોષ. ૨
સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. ૩
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૧૨
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. ૪
સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! ૫
એ ભવતા૨ક સુંદર રાહ, રિયે રિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. ૬
તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. ૭
-વિ. સં. ૧૯૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
(૧૦) ભક્તિનો ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી; મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહીં; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧
નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. ૨
સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. ૩
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫
– વિ. સં. ૧૯૪૧
(૧૧) બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ર
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૭
-વિ. સં. ૧૯૪૧
(૧૨) સામાન્ય મનોરથ
(સવૈયા). મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! ૧
દ્વાદશવ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વસ્વરૂપ વિચારી;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ૨
તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચા. ૩
સંશયબીજ ઊગે નહિ અંદર, જે જિનનાં કથનો અવધાર; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૪
–વિ. સં. ૧૯૪૧
(૧૩) તૃષ્ણાની વિચિત્રતા
(મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. ૧
કરોચલી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું, સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત-આવલી તે, ખરી કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હણાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. ૨
કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટતણી વેઠ પણ, શકે ન પુરાઈને; પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે, ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય, જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩
થઈ ક્ષીણ નાડી, અવાચક જેવો રહ્યો પડી, જીવન-દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડયો ભાળી ભાઈ એ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તો, ખીજી બુદ્દે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને! ૪
વિક્રમ સંવત ૧૯૪૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
(૧૪) અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો, આંટો નહીં એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ, કાં અહો રાચી રહો? ૧
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!!! ૨
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩
હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો “તેહુ' જેણે અનુભવ્યું; રે! આત્મ તારો! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ૫
વિ. સં. ૧૯૪૧
(૧૫) જિનેશ્વરની વાણી
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમાં રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે.
વિ.સં. ૧૯૪)
(૧૬) પૂર્ણ માલિકા મંગલ
(ઉપજાતિ) તપો ધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રમાણે. ૧
નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. ૨
વિ.સં. ૧૯૪૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
(૧૭) અનિત્ય ભાવના
(ઉપજાતિ) વિધુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
અશરણ ભાવના
(ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય લ્હાશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
એકત્વ ભાવના
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
(શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદ પણ ઇંદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
અન્યત્વ ભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
(શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા.
અશુચિ ભાવના
(ગીતિ વૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
નિવૃત્તિ બોધ
(નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્રને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
(દોહરા)
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખદુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદ રોય.
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય.
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહતુ.
૫ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ.
નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
(૧૮) “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા,''
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧
જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉધોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩
કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
(અંગત) વિ. સં. ૧૯૪૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
(૧૯) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એક એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧
તે તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨
પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ જનનો નિર્ધાર. ૩
ક્ષણ ક્ષણ જે અસ્થિતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪
બાહ્ય તેમ અભ્યતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫
બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા,
વિ.સં. ૧૯૪૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
(૨૦)
| (ચોપાઈ ) ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો,
એનો ભેદ તમે કંઈ લહ્યો? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? ૧
શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨
૨. શું કરવાથી પોતે સુખી?
શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? કયાંથી છે આપ? એનો માગો શીધ્ર જવાપ. ૧
૩. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯ પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧
ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તે નહીં તો કંઈ દુઃખરંગ. ૨
૪. જે ગાયો તે સઘળે એક,
સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧
મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્ય એક, લોકરૂપ અલોકે દેખ. ૨
જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય; ““ઉપાય કાં નહીં ?'' શંકા જાય. ૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધ-મુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪
બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલ જ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન. ૫
જો કે પુદ્ગલનો એ દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છેહુ; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૬
૫ જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧
સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ૨
મુંબઈ, ફા. વદ ૧, ૧૯૪૬
(૨૧) આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
મુંબઈ, વૈશાખ વદ ૪, ગુરુ, ૧૯૪૬
(રર)
હોત આવા પરિવા, નહિ ઇનમેં સંદેહ, માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.
રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ.
જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ કર્મ કરે સો જિનવચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
એહિ દિશાકી મૂઢતા, હું નહિ જિનપે ભાવ; જિનસે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુ:ખદાવ.
વ્યવહારસે દેવ જિન, નિહુસે હું આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ.
એહિ નહીં હું કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાગે આતમા, તબ લાગેંગે રંગ.
(હાથનોંધ ૧-૧૪)
મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહુ હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ
સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી કયા કહું?.
ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ....
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
આપ આપકું ભૂલ ગયા, ઇનસે કયા અંધેર? સમર સમર અબ હુસત હૈ, નહિ ભૂલેંગે ફેર.
જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.
હે જીવ, કયા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુ:ખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.
ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં, આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ.
આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો...
(હાથનોંધ ૧-૧૨ )
(૨૪)
બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્દગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
મોરબી, આસો, ૧૯૪૬
(૨૫)
ૐ સત બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બૂઝી ચત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહિ નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાનમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનુપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પરુષક, તો સબ બંધન તોડ. ૬
મુંબઈ, અષાડ, ૧૯૪૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫ (ર૬)
(દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહિ. ૩
જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪
હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન વૃઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૩૬
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯
સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ. ૧૧
અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહિ; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪
અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫
સંત-ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક: પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્દગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮
અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯
પડી પડી તુજ પદપેકેજ, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦
રાળજ, ભા. સુદ ૮, ૧૯૪૭
(૨૭)
ૐ સત્
(તોટક છંદ) યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો;
વનવાસ લિયો મુખ મૌન રહ્યો, વૃઢ આસન પદ્મ લગાય દિયો. ૧
મનપૌન-નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3८
જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબપે. ૨
સબ શાસ્ત્રન કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહુ સાધન બાર અનંત કિયો, તદપિ ક હાથ હજુ ન પર્યો. ૩
અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસે?
બિન સદગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હું કહું બાત કહું? ૪
કરુના હમ પાવત હૈ તુમકી, વહુ બાત રહી સુગુરુગમકી;
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫
તનસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન આત્મ બસેં;
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૩૯
વહુ સત્ય સુધા દરશાવડિંગે, ચતુરાંગુલ હૈ દૃગસેં મિલ;
૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી. ૭
પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ,
વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮
(૨૮ )
(દોહરા )
રાળજ, ભા. સુ. ૮, ૧૯૪૭
૧ જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪
બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪
વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫
ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત? ૬
પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭
જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮
મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯
હોય તેનો નાશ નહિ, નહીં તેવું નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦
૨ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧
રાળજ, ભા. સુદ ૮, ૧૯૪૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૪૧
(૨૯) (હરિગીત )
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧
નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ વિચાતુરી, નહિ મંત્ર-તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨
આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યા, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩
કેવળ નહીં બ્રહ્મચર્યથી,
કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
શાસ્ત્રો વિશેષ સતિ પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫
આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬
ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રો ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતનાં પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭
વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપા તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લ્યો, છેવો અનંતા......
.............. ૮ રાળજ, ભા. ૧૯૪૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
(૩૦)
૧ અપૂર્વ અવસર એવો કયારે આવશે?
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો. અo
૨ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જાય છે. અ,
૩ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અ,
૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
૫ સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અ
૬ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અo
૭ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અo
૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અo
૯ નગ્નભાવ, મુંડભાવ સહુ અજ્ઞાનતા,
અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહિં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે.
૧૦ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અo
૧૧ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહુ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અવે
૧ર ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ,
સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અ
૧૩ એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જા; શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
૧૪ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જે. અ)
૧૫ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં,
ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અ
૧૬ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં,
બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અ
૧૭ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા,
છૂટે જહાં સકળ પુલસંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અo
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
૧૮ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહુજપદરૂપ જો. અo
૧૯ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અo
૨૦ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં,
કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેવું સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અo
૨૧ એહુ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અ
વિવાણિયા. ૧૯૫૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
४८
( ૩૧ )
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ ૧
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત: મૂળ માત્ર કહેવું પ૨મા૨થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા હૈ, એકપણે અને અવિરુદ્ધ; મૂળ જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ ૩
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂળ
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા હૈ, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૪૯
હવે જ્ઞાન, દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો ૫૨માર્થ; મૂળ
તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ પ
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ ૬
જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ ૭
જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અલિંગ. મૂળ ૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૫૦
તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મરૂપ; મૂળ તેહ મારગ જિનનો પામિયો રે,
કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ ૯
એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંધ; મૂળ ઉપદેશ સદ્દગુરુનો પામવો રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦
એમ દેવ જિનંદે ભાખિયું રે,
મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે,
સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧
આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨
(૩૨ ) ( ગીતિ )
પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ૨ાગે. ૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨
જે ચેતન જડ ભાવો, અવલોકયા છે મુનદ્ર સર્વજ્ઞ, તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વ. ૩
સમ્યક પ્રમાણ પૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યમ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪
વિયારંભનિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યકદર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫
ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬
જીવ, અજીવ પદાર્થો, પુણ્ય પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭
જીવ, અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮
વવાણિયા, કાર્તિક, ૧૯૫૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
(૩૩) ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટયો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ૧
ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાળીસે, અદ્દભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ૨
ઓગણીસસે ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ૩
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે. ધન્ય ૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય, ૫
યથાતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય ૬
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય ૭
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૮
હાથનોંધ ૧-૩ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
(૩૪) જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે. ૧
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ,
જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨
મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫.
(૩૫) સદ્દગુરુના ઉપદેશથી સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧
પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨
સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૩
નડિયાદ, આસો વદ ૨, ૧૯પર
(૩૬)
શ્રી જિનપરમાત્મને નમઃ ૧ ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, યોગી જિનસ્વરૂપ. ૧
આત્મસ્વભાવ અગમ્ય, તે અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩
જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪
ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન–સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫
ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાતિ શ્રી સદ્ગુરુવડ, જિનદર્શન અનુયોગ. ૬
પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯
રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૭
નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણયોગ નહિં ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧
૨ આત્રે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
૩ સુખધામ અનંત સુસંત ચહી, દિન-રાત્ર રહે તદ્દધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે. ૧
રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૫૮
(૩૭)
ॐ
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્ય. ૨
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંઇ. ૫
વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેવું; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦
પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. ૧૨
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩
અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૬૦
પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬
સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭
માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦
અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળમાંહી. ૨૧
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૧
મતાર્થી-લક્ષણ
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ: વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫
પ્રત્યક્ષ સદ્દગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યં વ્રત-અભિમાન; ગ્રહે નહીં ૫૨માર્થને, લેવા લૌકિક માન. ૨૮
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પ૨માર્થને, અન-અધિકારીમાં જ. ૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩ર
લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહ્યું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪
પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ૩૬
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
આવે જ્યાં એવી દશા, સદગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪)
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું પપદ આહી. ૪૨
ષટપદનામકથન આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ'; છે ભોક્તા” વળી “મોક્ષ છે” “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩
પસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
(૧) શંકા-
શિષ્ય ઉવાચ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫
અથવા દેહુ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય છે તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮
(૧) સમાધાન-સદ્ગુરુ ઉવાચ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇંદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર
દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રીય, પ્રાણ; આત્માની સત્તાવડ, તેહ પ્રવર્તે જાણ. પસ
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહુ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૬
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. ૫૭
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એવું અમાપ. ૫૮
() શંકા-શિષ્ય ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૧૯
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દક્યોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
(૨) સમાધાન-સગુરુ ઉવાચ દેહું માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, કયારે કદી ન થાય. ૬પ
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ-સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
કયારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કમાં ભળે તપાસ. ૭૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૭ (૩) શંકા-શિષ્ય ઉવાચ કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭ર
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩
(૩) સમાધાન-સશુરુ ઉવાચ હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૬૮
ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
(૪) શંકા-શિષ્ય ઉવાચ
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯
ફળદાતા ઈશ્વર ગણે, ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગતનિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧
(૪) સમાધાન-સદ્ગુરુ ઉવાચ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડપ. ૮૨
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ. ૮૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
(૫) શંકા-
શિષ્ય ઉવાચ કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય. ૮૮
(૫) સમાધાન-સદ્ગુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણો સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહુ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯)
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
৩০
(૬) શંકા-શિષ્ય ઉવાચ
હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેઘાં જાય? ૯૨
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બન્ને ન એહ વિવેક. ૯૩
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ (૬) સમાધાન-સદ્ગુરુ ઉવાચ
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯
રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧OO
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ, ૧૦૩
કર્મબંધ ક્રોધાદિથી, હુણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહુ? ૧૦૪
છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
પદનાં પપ્રશ્ન તેં, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સગુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. ૧૦૯
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧ર
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮
શિષ્ય-બોવબીજપ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯
ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧
અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહુનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७४
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩
અહો ! અહો ! શ્રી સદ્દગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪
શું પ્રભુચરણ કને ધરું, આત્માની સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, તેવું પ્રભુનો દીન. ૧૨૬
પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭
ઉપસંહાર દર્શન પટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯
૧ શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ;
તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩)
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩ર
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩પ
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહું સદાય સુજાગ્ય. ૧૩૮
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીંએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯
સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦
સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહુ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. ૧૪૨
શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯પર
૧ સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ;
પટુ દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧) કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિઃસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫
(૨)
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને
અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ
“આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ પરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
બીજું પદ -
આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે; આત્મા ત્રિકાળવાર્તા છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવાયોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.
ત્રીજું પદ :
આભા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે; અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે; ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
ચોથું પદ -
“આત્મા ભોક્તા છે.' જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
પાંચમું પદ :
મોક્ષપદ છે.' જે અનુપચરિત વ્યવહારથી જીવને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
છઠ્ઠ પદ :
તે “મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્રદર્શનના મુખ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
H
નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ પ્રદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થ આ છે પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યકદર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્રદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે, કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐકયતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ–અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
- જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સપુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જેણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
જે સત્પરુષોએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!!
મુંબઈ, ફાગુન, ૧૯૫૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩)
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !!
| હે જીવ! આ ક્લેશરૂપ સંસારથકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા!! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હે જીવ! હવે તારે ઉપાસવા યોગ્ય છે.
પુરુષની આજ્ઞા નિશ્ચય ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વર્ષ ૨૭ મું
(૪)
ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૭
તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોકય-પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(૫)
હે કામ ! હે માન! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ! હે મોહદયા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 88 હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. હાથનોંધ 2-19 હે પરમ કૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો, એટલું માગું છું તે સફળ થાઓ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આશ્વિન, 1948 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com