________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટતણી વેઠ પણ, શકે ન પુરાઈને; પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે, ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય, જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩
થઈ ક્ષીણ નાડી, અવાચક જેવો રહ્યો પડી, જીવન-દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડયો ભાળી ભાઈ એ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને; હાથને હલાવી ત્યાં તો, ખીજી બુદ્દે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ, બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને! ૪
વિક્રમ સંવત ૧૯૪૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com