________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
(૧૪) અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો, આંટો નહીં એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ, કાં અહો રાચી રહો? ૧
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!!! ૨
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩
હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com