SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩ર લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહ્યું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008298
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Rajchandra
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy