SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates ૫૮ (૩૭) ॐ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંઇ. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008298
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Rajchandra
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy