________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫
– વિ. સં. ૧૯૪૧
(૧૧) બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ર
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com