________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરત, મન વાણી ને દેહ જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૭
-વિ. સં. ૧૯૪૧
(૧૨) સામાન્ય મનોરથ
(સવૈયા). મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! ૧
દ્વાદશવ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વસ્વરૂપ વિચારી;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com