SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates ૩૬ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહિ; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહિ; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫ સંત-ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક: પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008298
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Rajchandra
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy