________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩
જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪
ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન–સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫
ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાતિ શ્રી સદ્ગુરુવડ, જિનદર્શન અનુયોગ. ૬
પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯
રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com