________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
(૩૦)
૧ અપૂર્વ અવસર એવો કયારે આવશે?
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો. અo
૨ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જાય છે. અ,
૩ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અ,
૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com