________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહિં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે.
૧૦ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અo
૧૧ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહુ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અવે
૧ર ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ,
સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અ
૧૩ એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જા; શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com