________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહું સદાય સુજાગ્ય. ૧૩૮
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીંએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯
સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦
સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહુ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત. ૧૪૨
શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯પર
૧ સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ;
પટુ દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com