________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૪૯
હવે જ્ઞાન, દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો ૫૨માર્થ; મૂળ
તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ પ
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ ૬
જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ ૭
જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અલિંગ. મૂળ ૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com