SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત? ૬ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેનો નાશ નહિ, નહીં તેવું નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ ૨ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ રાળજ, ભા. સુદ ૮, ૧૯૪૭ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008298
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Rajchandra
File Size379 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy