________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪)
અપૂર્વ અવસર એવો કયારે આવશે? (પૃષ્ઠ ૪૩) એ પરમપદ પ્રાપ્તિની ભાવનારૂપ કાવ્ય ગુણસ્થાન આરોહણ ક્રમ બતાવે છે. શ્રીમદ્દના અંતરમાં ઉલ્લસી રહેલ અતિ જાગ્રત અને પ્રબલ પુરુષાર્થનું એ પ્રતીક છે.
મૂળ માર્ગ (પૃષ્ઠ ૪૮) જેને આત્મહિત સાધવું છે છતાં અનાદિથી મોહાવરિત મૂઢમતિથી મૂળ અપૂર્વ હિતસાધક માર્ગનું યથાર્થ દર્શન થતું નથી તેની વિચાર શ્રેણી વિશુદ્ધ કરી સમ્યફદર્શનજ્ઞાનચારિત્રરૂપ મૂળ-માર્ગનું યથાર્થ દર્શન કરાવે છે.
વીશ દોહરા (પૃષ્ઠ ૩૫), યમનિયમ (પૃષ્ઠ ૩૭), ક્ષમાપના પાઠ (પૃષ્ઠ ૮૬) – આ ત્રણ પાઠોમાં મોક્ષમાર્ગમાં પરમ આવશ્યક લઘુતા કે જેનું મૂળ સ્વદોષ દર્શન છે, કેવળજ્ઞાનનું બીજ કે જે પ્રભુ પ્રત્યે પરમપ્રેમપ્રવાહરૂપ છે અને પોતાની ભૂલોના એકરારપૂર્વક ક્ષમાપના કે જેનું પરિણામ કર્મજન્ય પાપથી મુક્તિરૂપ મોક્ષ છે, વર્ણવેલી છે. નિત્યનિયમરૂપે આ ત્રણ પાઠ અવશ્ય પઠનીય તથા મનનીય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com