________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
પદો
(૧)
ગ્રંથારંભ
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના એમાં તત્ત્વ-વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના.
(છપ્પય) નાભિનંદનનાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવબંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આધંત, ખંત પ્રેરક ભગવંતા,
અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com