________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 88 હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ. હાથનોંધ 2-19 હે પરમ કૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો, એટલું માગું છું તે સફળ થાઓ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ આશ્વિન, 1948 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com