Page #1
--------------------------------------------------------------------------
________________
દાદા ભગવાન કથિત
પ્રતિક્રમણ વિધિ
પ્રત્યક્ષ “દાદા ભગવાન'ની સાક્ષીએ દેહધારી •.. *..ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મદ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ! આપની સાક્ષીએ, આજ દિન સુધી જે જે.......* *.. દોષ થયા છે, તેની ક્ષમા માંગું છું. પશ્ચાતાપ કરું છું, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવાં દોષો ક્યારેય પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો.
હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ના કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.
(પ્રતિકાણા ?
' (સંક્ષિપ્ત)
* જેની પ્રત્યેપ થયો હોય તે સામી વ્યકિતનું નામ લેવું.
જર્દોષ થયા હોય તે મનમાં જામકરવા,
(તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું,
‘ચંદુલાલ' પાસે દોષોનું ભાવ પ્રતિક્રમણ કરાવવું.)
|
|
|
|
TEIGHT
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
દાદા ભગવાન પ્રરૂપિત
: દાદા ભગવાન ફાઉન્ડેશન વતી
શ્રી અજિત સી. પટેલ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮O૧૪. લેન : (૦૯) ૭પ૪૦૪૦૮, ૭૫૪૩૯૯.
©
: સંપાદકને સ્વાધીન
પ્રતિક્રમણ
પાંચ આવૃતિઓ : ૨૩,000 છઠ્ઠી આવૃતિ : ૬,૫૦૦
૧૯૯૬ થી ૧૯૯૯ ઑગષ્ટ, ૨૦૦૨
ભાવ મૂલ્ય : ‘પરમ વિનય'
અને
હું કંઈ જ જાણતો નથી’, એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૧૫ રૂપિયા (રાહત દરે)
લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ.
સંકલન : ડૉ. નીરુબહેન અમીત
મુદ્રક
: મહાવિદેહ ફાઉન્ડેશન (પ્રિન્ટીંગ ડીવીઝન),
ભોંયરામાં, પાર્શ્વનાથ ચેમ્બર્સ, નવી રિઝર્વ બેંક પાસે, ઈન્કમટેક્સ, અમદાવાદ. ફોન : ૭૫૪૨૯૬૪
HિTT||L
Page #3
--------------------------------------------------------------------------
________________
‘દાદા ભગવાત’ કોણ ?
જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ?’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ ક્લાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?'નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.''
આત્મજ્ઞાત પ્રાપ્તિતી પ્રત્યક્ષ લીંક
પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ.
પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.
1.
.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
ભાગષ તેની ભુલ (યુ., . . )
બન્યું તે જ ન્યાય (ગુ., અં., હિં.)
એડજસ્ટ એરીવાર (પુ..
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
દાદા ભગવાત ફાઉન્ડેશનના પ્રકાશનો
અથડામણ ટાળો (ગુ., અં., હિં.)
ચિંતા (ગુજરાતી, અંગ, કન્દી)
ક્રોધ (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી)
માનવધર્મ
સેવા પોષણ
૯.
૧૦. ત્રિમંત્ર
હું કોણ છું !
૧૧. દાન
૧૨.
૧૩.
૧૪.
મૃત્યુ સમયે, પહેલાં અને પછી
ભાવના સુધારે ભવોભવ (ગુ.અં.)
વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી
૨૧.
૨૨. પાપપુણ્ય
૨૩.
૨૯.
૩૦.
૩૧.
૩૨.
કર્મનું વિજ્ઞાન
૨૪. અહિંસા
૨૫. પ્રેમ
૨૬.
ચમત્કાર
૨૭. વાણી, વ્યવહારમાં....
૨૮. નિજદોષ દર્શનથી, નિર્દોષ...
૩૩.
૩૪.
૩૫.
૩૬.
સત્ય-અસત્યના રહસ્યો
૩૭.
३८.
૯.
ગુરુ-શિષ્ય
આપ્તવાણી - ૧ થી ૧૩
આપ્તસૂત્ર
The essence of all religion
Generation Gap
Whoaml?
પૈસાનો વ્યવહાર (ગ્રં., સં.)
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં., સં.)
મા-બાપછોકરાંનો વ્યવહાર(ગ્રં,સ)
પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત)
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ગ્રં., સં.)
વાણીનો સિદ્ધાંત (ગ્રં., સં.)
‘દાદાવાણી’ મેગેઝિત દર મહિને પ્રકાશિત થાય છે
Ultimate Knowledge
Harmony in Marraige
दादा भगवान का आत्मविज्ञान
वर्तमान तीर्थकर श्री सीमंधर स्वामी
आप्तवाणी
Page #4
--------------------------------------------------------------------------
________________
મોક્ષનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ.’ પણ શૂરાતન ક્યાં વાપરવાનું કે જેથી મોક્ષે ઝટ પુગાય ? કાયરતા કોને કહેવી ? પાપીઓ પુણ્યશાળી બની શકે ? તો કઈ રીતે ?
આખી જિંદગી જલી આ આર.ડી.એક્સની અગનમાં, તેને કઈ રીતે બુઝાવાય ? રાત-દિન પત્નિનો પ્રતાપ, પુત્ર-પુત્રીઓનો તાપ ને પૈસા કમાવાનો ઉત્પાત એ બધા તાપોમાંથી કઈ રીતે શાતા પ્રાપ્ત કરી તરીપાર ઉતરાય ?
સંપાદકીય
- ડૉ. નીરુબહેન અમીન હૃદયથી મોક્ષમાર્ગે જનારાંઓને, પળે પળે પજવતા કષાયો સચોટ કાપવા, માર્ગમાં આગેકૂચ કરવા, કોઈ સચોટ સાધન તો જોઈએ કે ના જોઈએ ? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અથડામણો કઈ ગમે ટાળે ? આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું ? કષાયોની બોંબાડીંગને રોકવા કે તેને ફરી ના થાય તે માટે શું ઉપાય ? આટઆટલો ધર્મ કર્યો, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા, છતાં મન-વચન-કાયાથી થઈ જતાં દોષો કેમ નથી અટકતા ? અંતરશાંતિ કેમ નથી મળતી ? ક્યારેક નિજદોષો દેખાય પછી તેનું શું કરવું ? તેને કેમ કરીને કાઢવા ? મોક્ષમાર્ગમાં આગળ વધવા તેમજ સંસાર માર્ગમાં પણ સુખશાંતિ, મંદ કષાય કે પ્રેમભાવથી જીવવા કંઈક નક્કર સાધન તો જોઈએ ને ? વીતરાગોએ ધર્મસારમાં શું પ્રરૂપ્યું છે જગતને ? સાચું ધર્મધ્યાન કયું ? પાપમાંથી પાછાં ફરવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો ? હોય તો કેમ દેખાતો નથી ?
ધર્મશાસ્ત્રોમાંથી ઘણું વંચાય છે છતાં કેમ એ જીવનમાં વર્તાતું નથી ? સાધુ-સંતો, આચાર્યો, કથાકારો આટઆટલો ઉપદેશ આપે છે છતાં ક્યાં ખૂટે છે ઉપદેશ પરિણમાવવા ?! દરેક ધર્મમાં, દરેક સાધુ-સંતોના સંઘાડામાં કેટકેટલી ક્રિયાઓ કરાય છે ? કેટકેટલાં વ્રત, જપ, તપ, નિયમો પ્રવર્તી રહ્યા છે, છતાં કેમ ક્યાંય ઊગતું નથી ? કષાય કેમ ઘટતા નથી ? દોષો કેમ ધોવાતા નથી ? શું એની જવાબદારી પાટ પર બેઠેલાં ઉપદેશકોના શીરે નથી જતી ? આવું લખાય છે, તે દ્વેષ કે વેરભાવથી નહીં પણ કરુણાભાવથી, છતાંય એને ધોવા માટે કંઈ ઉપાય ખરો કે નહીં ? અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા ને ઠેઠ કેવળજ્ઞાન સ્વરૂપની દશા સુધી જવા માટે જ્ઞાનીઓએ, તીર્થંકરોએ શું ચીંધ્યું હશે ? ઋણાનુબંધી વ્યક્તિઓ સાથે કાં તો રાગ કે દ્વેષના બંધનોથી મુક્તિ મેળવી વીતરાગતા કઈ રીતે કેળવાય ?
ગુરુ-શિષ્યો વચ્ચે, ગોરાણી-ચેલીઓ વચ્ચે, નિરંતર કષાયોથી “નવ નવડાની વાટે ચઢતા ઉપદેશકો કઈ રીતે પાછાં વળી શકે ? અણહક્કની લક્ષ્મી ને અણહક્કની સ્ત્રીઓ પાછળ વાણી, વર્તન કે મનથી કે દ્રષ્ટિથી દોષો થયાં તેનો તીર્થંચ કે નર્કગતિ સિવાય ક્યાંય સંઘરો થાય ? એમાંથી તેમનું છુટાય ? એમાંથી ચેતવું છે તો કઈ રીતે ચેતાય ને છુટાય ? આવા અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોનો ઉકેલ શું હોઈ શકે ?
પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલો કરવી નથી છતાં ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી; એવી પરિસ્થિતિમાં દિલના સાચા પુરુષો સતત મૂંઝવણ અનુભવતા હોય છે, તેવાંઓને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જડી જાય, જેનાથી પોતાના આંતરિક સુખચેનમાં રહી પ્રગતિ સાધી શકાય; તે અર્થે ક્યારેય ના મળ્યું હોય તેવું અધ્યાત્મ વિજ્ઞાનનું એકમેવ સચોટ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનરૂપી હથિયાર તીર્થંકરોએ, જ્ઞાનીઓએ જગતને અપ્યું છે, જે હથિયાર દ્વારા દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળીયા સહિત નિર્મૂલન કરી અનંતા જીવો મોક્ષલક્ષ્મીને વર્યા છે, તેવા મુક્તિ માટેના આ પ્રતિક્રમણ રૂપી વિજ્ઞાનનો યથાર્થપણે જેમ છે તેમ ફોડ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને કેવળજ્ઞાન સ્વરૂપમાં જોઈને કહેલી વાણી દ્વારા આપ્યો છે. તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થયો છે, જે સુજ્ઞ વાચકને આત્યંતિક કલ્યાણ અર્થે ઉપયોગી નિવડશે.
Page #5
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની પુરુષની વાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તથા ભિન્ન ભિન્ન નિમિત્તને આધીન નીકળેલી હોય, તે વાણીના સંકલનમાં ભાસીત ક્ષતિઓ ક્ષમ્ય ગણી જ્ઞાની પુરુષની વાણીનો અંતર આશય પામવા જ અભ્યર્થના !
જ્ઞાની પુરુષની જે વાણી નીકળી છે, તે નૈમિત્તિક રીતે મુમુક્ષ-મહાત્મા જે સામે આવે તેના સમાધાન અર્થે નીકળેલી હોય છે અને તે વાણી જ્યારે ગ્રંથરૂપે સંકલિત થાય ત્યારે ક્યારેક વિરોધાભાસ ભાસે. જેમ કે એક પ્રશ્નકર્તાની આંતરિક દશાના સમાધાન અર્થે જ્ઞાની પુરુષનો ‘પ્રતિક્રમણ એ જાગૃતિ છે અને અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે.’ એ પ્રત્યુત્તર પ્રાપ્ત થાય. અને જે સૂક્ષ્મ જાગૃતિની દશાએ પહોંચેલા મહાત્માના ઝીણવટના ફોડ સામે જ્ઞાની પુરુષ એવો ખુલાસો આપે કે “અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે ને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જને ડિસ્ચાર્જથી ભાંગવાનું છે.’ તો બન્ને ખુલાસા નૈમિત્તિક રીતે યથાર્થ જ છે પણ સાપેક્ષ રીતે વિરોધાભાસ ભાસે. આમ પ્રશ્નકર્તાની દશાફેર હોવાને કારણે પ્રત્યુત્તરમાં વિરોધાભાસ ભાસે છતાં સૈદ્ધાંતિક રીતે એમાં વિરોધાભાસ છે જ નહીં. સુજ્ઞ વાચકોને જ્ઞાનવાણીની સૂક્ષ્મતા પામી વાતને સમજવા અર્થે સહજ સૂચવન અત્રે સૂચવ્યું છે.
- જય સચ્ચિદાનંદ.
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
અનુક્રમણિકા પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ !
પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ
ન હોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં !
અહો, અહો, એ જાગૃત દાદો !
અક્રમ વિજ્ઞાનની રીત !
રહે ફૂલ, જાય કાંટા....
થાય ચોખ્ખો વ્યાપાર !
‘આમ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની !
નિર્લેપતા, અભાવથી ફાંસી સુધી ! અથડામણની સામે...
પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે....
છૂટે વ્યસનો, જ્ઞાની રીતે !
વિમુક્તિ આર્ત-રૌદ્રધ્યાન થકી !
કાઢે કષાયની કોટડીમાંથી !
ભાવ અહિંસાની વાટે....
વસમી વેરની વસૂલાત...
વારણ ‘મૂળ’ કારણ અભિપ્રાયનું !
વિષય જીતે તે રાજાઓનાં રાજા !
જૂઠના બંધાણીને !
જાગૃતિ, વાણી વહે ત્યારે....
છૂટે પ્રકૃતિદોષો આમ.....
નિકાલ, ચીકણી ફાઈલોનો !
મન માંડે મોંકાણ ત્યારે...
જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન !
પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ !
૧
૫
૧૦
૧૪
૧૮
૨૨
૩૧
૩૩
૩૫
૩૯
૪૨
૪૩
૪૬
૫૦
૧૩
૫૬
૫૮
૬૦
ä » Ð × 5 × 9
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૧. પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ !
પ્રશ્નકર્તા : મનુષ્ય આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેને માટે પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કોનું કરવું ? કોની સાક્ષીમાં કરશો ? ત્યારે કહે, ‘દાદા ભગવાન'ની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. આ તો ભાદરણના પટેલ છે, એ. એમ. પટેલ છે. ‘દાદા ભગવાન’ અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયેલો છે, એટલે એના નામથી પ્રતિક્રમણ કરો. કે હે દાદા ભગવાન, મારું મન બગડ્યું તે બદલ માફી માગું છું. મને માફ કરો. હું પણ એમનું નામ લઈને પ્રતિક્રમણ કરું છું. (મૂળ ગ્રંથના પાના નં. ૧)
સારાં કર્મ કરો એટલે ધર્મ કહેવાય અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય. અને ધર્મ-અધર્મની પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારાં કર્મ કરો એટલે ક્રેડીટ ઉત્પન્ન થાય અને એ ક્રેડીટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબીટ ઉત્પન્ન થાય. અને એ ડેબીટ ભોગવવા જવું પડે અને જ્યાં ચોપડીમાં ક્રેડીટ-ડેબીટ નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા ઃ આ સંસારમાં આવ્યા એટલે કર્મ તો કરવાં જ પડેને ? જાણેઅજાણે ખોટાં કર્મ થઈ જાય તો શું કરવું ?
દાદાશ્રી : થઈ જાય તો એનો ઉપાય હોયને પાછો. હંમેશાં ખોટું કર્મ
પ્રતિક્રમણ
થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી, સિન્સીયારિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ. એની પાછળ શું વિજ્ઞાન છે એ તમને ખ્યાલ ના આવે એટલે તમને એમ લાગે કે આ પસ્તાવો કરવાથી બંધ થતું નથી. શાથી બંધ થતું નથી એ વિજ્ઞાન છે. માટે તમારે પસ્તાવો જ કર્યા કરવાનો. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. ખરાબ લાગ્યું એટલે એને પસ્તાવો કરવો જ જોઈએ.
પ્રશ્નકર્તા ઃ શરીરના ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત્ત લેવાં
૨
પડે ?
દાદાશ્રી : હાસ્તો ને ! જ્યાં સુધી ‘હું આત્મા છું’ એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત્ત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણું ય જતું રહે, ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની, પીવાની, માન-તાન તો કોઈ દહાડો દેખાય જ નહીં. કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે.
હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ ? કોની સાક્ષીએ કરવો જોઈએ. કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય, એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મે છે. ત્યાર પછી દર્દ ઊભું થાય છે. (૩)
આ જગત ઊભું કેમ થયું ? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી ને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ.
જ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી, ને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો
નથી.
બીજું બધું ક્રમણ તો છે જ. હેજાહેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી, પણ અતિક્રમણ થયા વગર રહેતું નથી. માટે એનું પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા: આ અતિક્રમણ થયું એની પોતાને ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : એ પોતાને ય ખબર પડે ને સામાને ય ખબર પડે. આપણને ખબર પડે કે એના મોઢા પર અસર થઈ ગઈ છે અને તમને ય અસર થઈ જાય. બન્નેને અસર થાય. એટલે એનું પ્રતિક્રમણ હોય જ. (૪)
અતિક્રમણ તો, ક્રોધ-માન-માયા-લોભ એ બધાં અતિક્રમણ કહેવાય. આનાં પ્રતિક્રમણ કર્યા, એટલે ક્રોધ-માન-માયા-લોભ ગયાં. અતિક્રમણ થયું ને પ્રતિક્રમણ કર્યું, તો ક્રોધ-માન-માયા-લોભ ગયાં.
અતિક્રમણથી આ સંસાર ઊભો થયેલો છે અને પ્રતિક્રમણથી નાશ થાય.(૫)
પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ એટલે શું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ બિલકુલે ય ગુનેગાર નથી હોતો. એક સેન્ટે ય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે. અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવા જોઈએ. એના તરફ નાલાયક છે, લુચો છે, એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એનાં જ ઝઘડા છે બધાં.
અવળા ચાલ્યા એનું નામ અતિક્રમણ અને પાછા આવીએ એનું નામ
છોકરાને મારવાનો કંઈ અધિકાર નથી. સમજાવવાનો અધિકાર છે. છતાં, છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં કર્મ ચોંટ્યા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને ?
‘હું ચંદુભાઈ’ એ જ અતિક્રમણ. છતાં વ્યવહારમાં એ લેટ ગો કરીએ. પણ કોઈને દુઃખ થાય છે તમારાથી ? ના થાય તો એ અતિક્રમણ થયું નથી. આખા દહાડામાં કોઈને પોતાનાથી દુ:ખ થયું એ અતિક્રમણ થયું. એનું પ્રતિક્રમણ કરો. આ વીતરાગોનું સાયન્સ છે. અતિક્રમણ અધોગતિમાં લઈ જશે ને પ્રતિક્રમણ ઊર્ધ્વગતિમાં લઈ જશે અને ઠેઠ મોક્ષે જતાં પ્રતિક્રમણ જ હેલ્પ આપશે. પ્રતિક્રમણ કોને ના કરવાનું હોય ? જેણે અતિક્રમણ ના કર્યું હોય તેને.
(૮) પ્રશ્નકર્તા : વ્યવહાર, વ્યાપાર ને અન્ય પ્રવૃત્તિમાં અન્યાય થતો લાગે અને તેથી મનને ગ્લાનિ થાય, તેમાં જો વ્યવહાર જોખમાય તેના માટે શું કરવું ? આપણાથી જો આવો કોઈ અન્યાય થતો હોય તો તેનું શું પ્રાયશ્ચિત્ત ?
દાદાશ્રી : પ્રાયશ્ચિત્તમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન હોવું જોઈએ. જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય ત્યાં આલોચના પ્રતિક્રમણ હોવું જોઈએ અને ફરી અન્યાય નહીં કરું એવું નક્કી કરવું જોઈએ. જે ભગવાનને માનતા હો, કયા ભગવાનને માનો છો ?
પ્રશ્નકર્તા : શિવને.
દાદાશ્રી : હા, તો તે શિવની પાસે, ત્યાં આગળ પશ્ચાત્તાપ લેવો જોઈએ. આલોચના કરવી જોઈએ કે મારાથી આ મનુષ્યો જોડે આવો ખોટો દોષ થયો છે, તે હવે ફરી નહીં કરું એવો. આપણે વારેઘડીએ પશ્ચાત્તાપ કરવો પડે. અને
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
ફરી એવો દોષ થાય તો ફરી પશ્ચાત્તાપ લેવો જોઈએ. એમ કરતાં કરતાં દોષ ઓછો થાય. તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે. થઈ જાય છે
એ હજુ પ્રકૃતિદોષ છે. આ પ્રકૃતિદોષ એ તમારો પૂર્વભવનો દોષ છે, આજનો આ દોષ નથી, આજે તમારે સુધરવું છે, પણ આ થઈ જાય છે એ તમારો
પહેલાનો દોષ છે. એ તમને પજવ્યા વગર રહેશે નહીં. માટે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર કર કરવું પડે.
(૧૦)
પ્રશ્નકર્તા : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ? દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, તેં મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્મ હતું, તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના ઉપર જ પ્રતિક્રમણ ?
દાદાશ્રી : બીજાના દોષ એકલા નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધાં ઉપર પ્રતિક્રમણ કરવાનાં. (૧૧)
૨. પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ !
ભગવાને કહ્યું છે કે, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહારધર્મ જ બીજો નથી. પણ તે કૅશ હોય તે, ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ હમણે થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે ? અને પછી આલોચના કરી, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કેશ કર. એને ભગવાને વ્યવહારનિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને ? સમકિત થયા પછી ત્યાં સુધી કરવું હોય તો ય ના થાય. તે સમકિત થતું ય નથી ને ! છતાં ય કોઈ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય, તો ય કામ કાઢી નાખે. ભલે
પ્રતિક્રમણ
નોંધારું શીખી જાય તો ય વાંધો નથી. એને સકિત સામે આવીને ઊભું રહેશે !!!
F
જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. (૧૨)
પ્રશ્નકર્તા : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ, અને કહે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ?
દાદાશ્રી : હા. પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય. તો ‘ફરી હવે નહીં કરું' એનું નામ પ્રત્યાખ્યાન. ફરી નહીં કરું, એનું પ્રોમિસ આપું છું, એવું મનમાં નક્કી કરવાનું અને પછી ફરીવાર એવું થાય તો એક પડ તો ગયું, તે પછી બીજું પડ આવે, તો એમાં ગભરાવાનું નહીં, વારેઘડીએ આ કર્યા જ કરવાનું. (૧૩)
પ્રશ્નકર્તા : આલોચના એટલે શું ?
દાદાશ્રી : હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય, તો જે આપણા ગુરુ હોય અગર તો જ્ઞાની હોય તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો.
એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું ? ત્યારે કહે, ‘જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી, જે લોકમાં નીંદ્ય થાય એવાં કર્મ, સામાને દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. તે થયું હોય તો, પ્રતિક્રમણ કરવાની જરૂર. (૧૪)
કર્મ બાંધે છે કોણ ? તેને આપણે જાણવું પડે, તમારું નામ શું ? પ્રશ્નકર્તા : ચંદુલાલ.
દાદાશ્રી : તો ‘હું ચંદુલાલ છું’ એ જ કર્મનો બાંધનાર. પછી રાતે ઊંઘી જાય, તો ય આખી રાત કર્મ બંધાય છે. ‘હું ચંદુલાલ છું’ તે ઊંઘતાં ય કર્મ બંધાય છે. એનું શું કારણ ? કારણ કે, એ આરોપિત ભાવ છે. એટલે ગુનો લાગુ થયો. ‘પોતે’ ખરેખર ચંદુલાલ નથી. અને જ્યાં તમે નહીં ત્યાં ‘હું છું’
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
એવો આરોપ કરો છો. કલ્પિતભાવ છે એ, અને નિરંતર એનો ગુનો લાગુ થાય ને !! આપને સમજમાં આવે છે ?! પછી હું ચંદુલાલ આમનો સસરો થલ, આમનો મામો થઉં, આમનો કાકો થઉં, આ બધા આરોપિત ભાવો છે, એનાથી નિરંતર કર્મ બંધાયા કરે છે. રાતે ઊંઘમાં ય કર્મ બંધાયા કરે છે. રાતે કર્મ બંધાય, તેમાં તો હવે છૂટકો જ નથી પણ “હું ચંદુલાલ છુંએ અહંકારને જો તમે નિર્મળ કરી નાખો, તો તમને કર્મ ઓછાં બંધાય.
અહંકાર નિર્મળ કર્યા પછી પાછી ક્રિયાઓ કરવી પડે. કેવી ક્રિયાઓ કરવી પડે ? કે સવારમાં તમારે છોકરાની વહુ જોડે, એનાથી કપરકાબી તૂટી ગઈ, એટલે તમે કહ્યું કે, ‘તારામાં અક્કલ નથી. એટલે એને જે દુઃખ થયું, તે વખતે આપણને મનમાં એમ થવું જોઈએ કે આ મેં એને દુઃખ દીધું. ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય.
એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે બાર મહિને કરીએ છીએ, એવું નહીં ‘શૂટ ઑન સાઈટ' હોવું જોઈએ. તો કંઈક આ દુઃખી જાય. વીતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય. નહીં તો દુઃખ જાય નહીં.
અડીએ તો ખરી પડે.
પ્રશ્નકર્તા : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાને દેખતાં કરું કે મનમાં કરું?
દાદાશ્રી : મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભૂલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય.
આ એકલો જ માર્ગ એવો માર્ગ છે કે પોતાના દોષ દેખાતા જાય અને શુટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતાં જાય. (૧૭)
પ્રશ્નકર્તા : એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા કરે. આવું તો ચાલ્યા જ કરે.
દાદાશ્રી : એવું નથી કરવાનું. જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. અને સાચો જ પસ્તાવો હોય અને પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખી ને આખી દેખાય પાછી. ફરી પાછું બીજું પડ ખસે. હમેશાં પસ્તાવો નકામો જતો નથી.
(૧૮) પ્રશ્નકર્તા : પણ ખરા મનથી માફી માગવાનીને ?
દાદાશ્રી : માફી માગનારો ખરા મનથી જ માફી માગે છે. અને ખોટા મનથી માફી માગે તો ય ચલાવી લેવાશે. તો ય માફી માગજો.
પ્રશ્નકર્તા : તો તો પછી એને ટેવ પડી જાય ?
દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય. પણ માફી માગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો !!! માફીનો શો અર્થ છે ? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય ? અતિક્રમણ.
કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહ્યું કે,
(૧૬)
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?
દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ !
પ્રશ્નકર્તા : ધોવાઈ જાય ખરું એ ?
દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી !! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ?! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
માફી માગજે. માફી માગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. મારે છોડી દેવી છે. પછી
પીતો જજે ને માફી માગતો જજે, એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે.
આ તો વિજ્ઞાન છે !! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ આપનારું છે. ધીસ ઈઝ ધ કૅસ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન’ ‘કૅશ બેન્ક’ આ જ !
દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માગું એ આપવા તૈયાર છું. માગતો ભૂલે.
(૧૯)
એક માણસને ચોરી કર્યા પછી પસ્તાવો થાય છે, એને કુદરત જતો કરે છે. પશ્ચાતાપ કર્યો. એનો ભગવાનને ત્યાં એ ગુનો નથી. પણ જગતનાં લોકો દંડ કરે એ આ ભવમાં ભોગવી લેવો પડે.
આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધાં બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફલુઅસ’ બોલે છે. ‘હાર્ટિલી’ નથી બોલતાં બાકી જો એવું ‘હાર્ટિલી’ બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી’ પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. (૨૧)
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપમાં ફેર શો ?
દાદાશ્રી : પશ્ચાત્તાપ એ બાધે ભારે છે, ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાત્તાપ કરે છે. જે પાપ કર્યા તેનો બાધે-ભારે પશ્ચાત્તાપ કરે છે. અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે ! ‘શૂટ ઑન સાઈટ' – તેને ધોઈ નાખે.
(૨૮)
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિદ્ધાંતનો
સાર છે અને અક્રમ માર્ગમાં ‘જ્ઞાની પુરુષ’ એ સાર છે, એટલું જ સમજવું
જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે.
(૨૯)
૧૦
પ્રતિક્રમણ
૩. ત હોય ‘એ' પ્રતિક્ર્મણ મહાવીરનાં !
પ્રશ્નકર્તા : અનાદિકાળથી પ્રતિક્રમણ તો કરતો આવ્યો છે છતાં છૂટકારો તો થયો નથી.
દાદાશ્રી : પ્રતિક્રમણ તે સાચાં પ્રતિક્રમણ કર્યા નથી. સાચાં પ્રત્યાખ્યાન ને સાચાં પ્રતિક્રમણ કરે તો એનો ઊકેલ આવે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. હવે મારાથી એક શબ્દ જરા વાંકો નીકળી ગયો, એટલે મારે અંદર પ્રતિક્રમણ થઈ જ જવું જોઈએ. તરત જ આઁન ધી મોમેન્ટ. આમાં ઉધાર ના ચાલે. આ તો વાસી રખાય જ નહીં. (૩૦)
પ્રતિક્રમણ એટલે પસ્તાવો કરવાનો. તો પસ્તાવો શેનો કરો છો ? પ્રશ્નકર્તા : પસ્તાવો નથી કરી શકતાં. ક્રિયા કર્યા રાખીએ બધી. દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પાછા વળવું. પાપ જે કર્યા હોય, ક્રોધ કર્યા હોય, તેની પર પસ્તાવો કરવો એનું નામ પ્રતિક્રમણ કહેવાય.(૩૧)
પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે જે કરવાથી દોષ ઘટે. જે કરવાથી દોષ વધ્યા કરે એને પ્રતિક્રમણ કેમ કહેવાય ? એટલે આ ભગવાને આવું નહોતું કહ્યું. ભગવાન કહે છે, સમજાય એ ભાષામાં પ્રતિક્રમણ કરો. પોતપોતાની ભાષામાં પ્રતિક્રમણ કરી લેજો. નહીં તો લોકો પ્રતિક્રમણને પામશે નહીં. તે આ માધિ
ભાષામાં રાખી મેલ્યું છે. હવે આ ગુજરાતી નથી સમજતાં, એની પાસે માગધિનું પ્રતિક્રમણ કરવું, શું ફાયદો કરે ? અને સાધુ-આચાર્યો સમજતાં નથી, કશો એમનામાં ય દોષ ઘટ્યાં નથી. એટલે આમાં પરિસ્થિતિ આ થાય છે.
માધિ ભાષામાં ભગવાને ફક્ત એક નવકારમંત્ર એકલો જ છે તે ગાવાનો કહ્યો હતો. નવકાર-મંત્ર એકલો જ માધિ ભાષામાં બોલવાનો, ને તે ય પાછો સમજીને ગાજો.' એટલે માધિમાં ફક્ત રાખવા જેવું ફક્ત આ નવકારમંત્ર એકલો જ, કારણ કે ભગવાનના શબ્દો છે. બાકી પ્રતિક્રમણમાં પહેલાં તો એનો અર્થ સમજવો જ પડે કે, આ હું પ્રતિક્રમણ કરું છું ! કોનું ? મને ચંદુભાઈએ અપમાન કર્યું, અગર તો મેં કોઈનું અપમાન કર્યું, તેનું હું
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૧૨
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ કરું છું.
પ્રતિક્રમણ એટલે કષાયને ખલાસ કરી નાખવાના. | (૩૩)
આ લોકો વરસમાં એક વાર પ્રતિક્રમણ કરે, ત્યારે નવાં કપડાં પહેરીને જાય. તે પ્રતિક્રમણ એ શું પૈણવાનું છે કે શું છે ? પ્રતિક્રમણ કરવાનું એટલે કેટલું બધું પસ્તાવાનું ! ત્યાં નવાં કપડાં શેમાં ખાવાં છે ?! એ કંઈ પૈણવાનું છે ? પાછાં રાયશી ને દેવશી. તે સવારનું ખાધેલું સાંજે યાદ રહેતું નથી, તે કેવી રીતે પ્રતિક્રમણ કરે ?!
વીતરાગ ધર્મ કોને કહેવાય કે રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે. જૈન ધર્મ તો છે બધે, પણ વીતરાગ ધર્મ નથી, બાર મહિને એકવાર પ્રતિક્રમણ કરે. એને જૈન કેમ કહેવાય ? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરી તેનો ય વાંધો નથી.
(૩૭) અમે આવું બોલીએ, પણ અમે તો બોલતાં પહેલાં જ પ્રતિક્રમણ કરી લીધેલું હોય, તમે આવું બોલશો નહીં. અમે આવું કડક બોલીએ છીએ, ભૂલ કાઢીએ છીએ, છતાં અમે નિર્દોષ જોઈએ છીએ. પણ જગતને સમજાવવું તો પડશે ને ? યથાર્થ, સાચી વાત તો સમજાવવી પડશે ને ?! (૪૦)
આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે. પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે.
પ્રશ્નકર્તા તો એને આત્મજ્ઞાન થવાનું કારણ બની શકે એ પ્રતિક્રમણ?
દાદાશ્રી : ના. આ નાનું પ્રતિક્રમણ કરે ને નવાં અતિક્રમણ ઊભાં થાય છે પાછાં મોહનાં. મોહ બંધ થયેલો નહીં ને ? મોહ ચાલુ ને ? દર્શનમોહ એટલે જૂનાં બધાં પ્રતિક્રમણ કરે ને એ વિલય થઈ જાય અને નવાં ઊભાં થાય. પુણ્ય બંધાય, પ્રતિક્રમણ કરીએ તે ઘડીએ.
(૪૪) સંસારના લોકો પ્રતિક્રમણ કરે, કોઈ જાગૃત હોય તો, રાયશી-દેવશી બેઉ કરે, તે એટલાં છે તો દોષ ઓછા થઈ ગયા, પણ દર્શનમોહનીય જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ ના હોય, દોષો ઊભા થયા જ કરે. જેટલાં પ્રતિક્રમણ કરે
એટલાં બધાંય જાય.
(૪૫) એટલે આ કાળમાં અત્યારે ‘શૂટ ઑન સાઈટ'ની વાત તો ક્યાં ગઈ પણ સાંજે કહે છે કે, આખા દહાડાનું પ્રતિક્રમણ કરજો. તે વાતેય ક્યાં ગઈ, અઠવાડિયે એકાદવાર કરજો તે વાતે ય ક્યાં ગઈ, ને પાલીકે ક્યાં ગયું અને બાર મહિને એક ફેરો કરે. તે ય સમજતા નથી ને કપડાં સરસ પહેરીને ફર્યા કરે છે. એટલે આમ રીયલ પ્રતિક્રમણ કોઈ કરતાં નથી. એટલે દોષો વધતા જ ચાલ્યા. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય, કે દોષ ઘટતા જ આવે. (૪૮)
આ બેનને તમારા માટે જરાક અવળો વિચાર આવે કે આ વળી આવ્યાં ને મને ભીડ શું કરવા કરી ? એટલો વિચાર મહીં આવે પણ તે તમને જાણવા ના દે. મોટું હસતું રાખે. તે વખતે પ્રતિક્રમણ કરે. અવળો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય. એ રોજ પાંચસો, પાંચસો પ્રતિક્રમણ કરે છે. નર્યા દોષ જ થાય છે. ભાન જ નથી હોતું.
(૫૦) પ્રશ્નકર્તા : એ તો ભાવ પ્રતિક્રમણ છે. ક્રિયા પ્રતિક્રમણ તો થાય જ નહીં
દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં, પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે, જે કામ કરે. ક્રિયા-પ્રતિક્રમણ હોય નહીં.
પ્રશ્નકર્તા : દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે શું એ જરા સમજાવો.
દાદાશ્રી : ભાવ એવો રાખવો કે આવું ના હોવું જોઇએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને પેલું દ્રવ્યથી તો આખું બધું શબ્દેશબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે. એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.
(૫૨) તો આ પ્રતિક્રમણ તો જો આજ ભગવાન હોતને, તો આ બધાને જેલમાં પૂરી દેત. તે મુઆ આવું કર્યું ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘને ધોઈને સાફ કરી
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
નાખવું. એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી એનું નામ પ્રતિષ્મણ. હવે તો નર્યું ડાઘવાળું ધોતિયું દેખાય છે.
૧૩
આ તો એક દોષનું પ્રતિક્રમણ કર્યું નથી અને નર્યા દોષોના ભંડાર થઇ ગયા છે.
આ બેન છે, તે શાથી એમના આચાર-વિચાર બધા ઊંચા ગયા છે, ત્યારે કહે, પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને આ બેન તો કહે છે, મહીંથી બારસો-બારસો વખત પ્રતિક્રમણ થાય છે અને આ લોકોએ એક નથી કર્યું. એમના બાપના સમ ! જો એક પણ કર્યું હોય તો. (૫૪)
હંમેશાં ય કર્યાનું આવરણ આવે છે. આવરણ આવે એટલે ભૂલ દબાઈ જાય ને એટલે ભૂલ દેખાય જ નહીં. ભૂલ તો આવરણ તૂટે ત્યારે દેખાય અને એ જ્ઞાની પુરુષની પાસે આવરણ તૂટે, બાકી પોતાથી આવરણ તૂટે નહીં. જ્ઞાની પુરુષ તો બધાં આવરણ ફ્રેકચર કરી ઊડાડી મેલે !!
(૫૫)
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે
થાય ?
દાદાશ્રી : સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યક્ત્વ થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી, પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મદ્રષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય, સમજ પડીને ? પ્રતિક્રમણ-પસ્તાવો કરવાથી કર્મો ઊડી જાય !
કપડાં પર ચાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ? પ્રશ્નકર્તા ઃ ડાઘ જતો રહે એટલા માટે
દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. આ લોકો તરત ધોઈ નાખે છે. કંઈ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર ! તમે તો બાર મહિને એક દહાડો કરો, તે દહાડે બધાં
૧૪
પ્રતિક્રમણ
લૂગડાં બોળી નાખે ?!
અમારું શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે કરો છો એને પ્રતિક્રમણ કહેવાય નહીં. કારણ કે કપડું એકુંય ધોવાતું નથી તમારું. અને અમારાં તો બધાં ધોવાઈને ચોખ્ખાં થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય.
લૂગડાં રોજ એક એક ધોવાં પડે. ત્યારે જૈનો શું કરે ? બાર મહિના થાય એટલે બાર મહિનાનાં બધાં લૂગડાં ધૂએ ! ભગવાનને ત્યાં તો એ ના ચાલે. આ લોકો બાર મહિને લૂગડાં બાફે છે કે નહીં ? આ તો એકે એક ધોવું પડે. પાંચસો-પાંચસો લૂગડાં દ૨૨ોજનાં આખો દહાડો ધોવાશે ત્યારે કામ થશે.
જેટલાં દોષ દેખાય એટલાં ઓછા થાય. આમને રોજના પાંચસો દોષ
દેખાય છે. હવે બીજાને નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું, કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતો ?!
(૬૩)
ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ ૨કમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે.
(૬૪)
૪. અહો, અહો ! એ જાગૃત દાદો !!
આ દુનિયામાં બધા નિર્દોષ છે. પણ જો આવી વાણી નીકળે છે ને ?! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે ? આપણે શું ફરજિયાત છે બોલવું ? કોઈનું ય ના બોલાય. એની પાછળ તરત જ એનાં પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.
અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પણ કુદરતની ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય. (૬૪) મારાથી ‘છે’ એને ‘ના નથી’ એમ ના કહેવાય. અને ‘નથી’ એને ‘છે’ એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાંક લોકોને દુઃખ થાય. જો ‘નથી’ એને હું ‘છે’ કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય. અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે ? એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ. આવું બોલવાનું થાય તો ! કારણ કે પેલાને દુ:ખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે, અને હું કહું કે ભૂત જેવી વસ્તુ નથી આ પીપળામાં, એનું પેલાને દુઃખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હંમેશાં કરવું જ પડેને ! (૬૫)
૧૫
પ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો એનું શું કરવાનું ? દાદાશ્રી : આ જેટલાં સત્ય છે એ બધાં વ્યવહારિક સત્ય છે. એ બધાં જૂઠાં છે. વ્યવહારના પૂરતાં સત્ય છે. આ મોક્ષમાં જવું હોય તો બધાં ય જૂઠાં છે. બધાનું પ્રતિક્રમણ કરવું પડે. ‘હું આચાર્ય છું’ એનું ય પણ પ્રતિક્રમણ કરવું પડશે. ‘હેય, મેં આચાર્ય માન્યું મારી જાતને.' એનું ય પ્રતિક્રમણ કરવું પડશે. કારણ કે ‘હું શુદ્ધાત્મા છું.’ એટલે આ બધું જ જૂઠું છે. સબ જૂઠા. તને એવું સમજણ પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડે જ.
દાદાશ્રી : સબ જૂઠા. બધા તો નહીં સમજવાથી કહે છે કે ‘હું સત્ય કહું છું.' અરે, સત્ય કહે તો કોઈ સામો આઘાત જ ના હોય. (૬૭)
એવું છે ને અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય. બોલીએ ને સાથે જ.
પ્રશ્નકર્તા : પણ જે સાચી વાત છે એ કહેતા હતા એમાં શું પ્રતિક્રમણ કરવાના ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : ના, પણ તો ય પ્રતિક્રમણ તો કરવાં જ પડે ને. કોઈનો ગુનો તેં કેમ દીઠો ? નિર્દોષ છે તો ય દોષ કેમ જોયો ? નિર્દોષ છે તો ય એનું વગોવણું તો થયું ને ? વગોવણું થાય, એવી સાચી વાત પણ ના બોલાય, સાચી વાત એ ગુનો છે. સાચી વાત સંસારમાં બોલવી એ ગુનો છે. સાચી વાત હિંસક ના હોવી જોઈએ. આ હિંસક વાત કહેવાય.
૧૬
આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોક્ષમાર્ગ. આપણા મહાત્માઓ શું કરે છે ? આખો દહાડો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જ કર્યા કરે છે. હવે એમને કહેશે કે ‘તમે આ બાજુ હેંડો, વ્રત, નિયમ કરો.' તો કહેશે, ‘અમારે શું કરવા છે વ્રત, નિયમને ? અમારે મહીં ઠંડક છે, અમને ચિંતા નથી. નિરુપાધિ રહે છે. નિરંતર સમાધિમાં રહેવાય. પછી શા માટે ?’ એ કકળાટ કહેવાય. ઉપધાન તપ ને ફલાણા તપ. એ તો ગૂંચાયેલા માણસો કરે બધા. જેને જરૂરિયાત હોય, શોખ હોય. તેથી અમે કહીએ છીએ કે આ તપ એ તો શોખીન લોકોનું કામ છે. સંસારના શોખીન હોય એણે તપ કરવાં જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એવી માન્યતા હોય કે તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે.
દાદાશ્રી : કોઈ દહાડો એવું થાય નહિ. કયા તપથી નિર્જરા થાય ? આંતરિક તપ જોઈએ. અદીઠ તપ, જે આપણે કહીએ છીએને કે આ બધા આપણા મહાત્માઓ અદીઠ તપ કરે છે, જે તપ આંખે દેખાય નહીં. અને આંખે દેખાતા તપ અને જાણ્યામાં આવતાં તપ એ બધાનું ફળ પુણ્ય અને અદીઠ તપ એટલે અંદરનું તપ આંતરિક તપ, બહાર ના દેખાય એ બધાનું ફળ મોક્ષ. (૭૫)
આ સાઘ્વીજીઓએ શું કરવું જોઈએ. આ સાધ્વીજીઓ જાણે છે કે મને કષાય થાય છે, આખો દહાડો કષાય થાય છે. તો એમણે શું કરવું જોઈએ ? સાંજે બેસી અને એક ગુંઠાણું આખું, આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, આની જોડે આ કષાય ભાવ થયો, એમ બેસીને એની જોડે પાછાં પ્રતિક્રમણ કરે એ, એની જોડે જ, આમ ધારી ધારીને, અને પાછું
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૧૮
પ્રતિક્રમણ
પ્રત્યાખ્યાન કરે, કે આવું નહીં કરું, આવું નહીં કરું, તો એ મોક્ષમાર્ગ ઉપર ચાલે છે.
એવું તો કશું કરતા નથી એ બિચારાં, એટલે શું થાય ? આમ મોક્ષમાર્ગ સમજે તો હેંડેને, સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી એમને પ્રત્યક્ષ ન ખમાવે ત્યાં સુધી એમનામાં ડંખ તો રહે જ ને ! એટલે પ્રત્યક્ષ તો ખમાવવું જ પડે ને ?
દાદાશ્રી : પ્રત્યક્ષ ખમાવવાની જરૂર જ નથી. ભગવાને ના પાડી છે. પ્રત્યક્ષ તો તમે ખમાવવા જજો, જો સારો માણસ હોય તો, એને ખમાવજો અને નબળો માણસ હોય તો ખમાવશો તો માથામાં ટપલી મારશે. અને નબળો માણસ વધારે નબળો થશે. માટે પ્રત્યક્ષ ના કરશો અને પ્રત્યક્ષ કરવાં હોય તો બહુ સારો માણસ હોય તો કરજો. નબળો તો ઉપરથી મારે. અને જગત આખું નબળું જ છે. ઉપરથી ટપલી મારશે, ‘હું હું કહેતી'તી ને, તું સમજતી નહોતી. માનતી નહોતી, હવે ઠેકાણે આવી.” અલ્યા મૂઆ, એ ઠેકાણે જ છે, એ બગડી નથી. તું બગડી છે એ સુધરી છે, સુધરે છે. (૭૬)
મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાળે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડ ને એવું બધું ના હોય ને !
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાંય અવતારથી અમારી આ લાઈન, કેટલાંક અવતારથી આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.
(૭૭) કષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવાં એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય તેનાં પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધાં લોકોએ કાઢી નાખી છે !!!
હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, “મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?’ એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય !
જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું !
(૭૮) ૫. અક્રમ વિજ્ઞાનતી રીત ! આપણે અક્રમ શું કહે છે ? એને પૂછીએ કે, ‘તું બહુ દહાડાથી ચોરી કરું છું ?” ત્યારે એ કહે, “હા.” પ્રેમથી પૂછીએ, તો બધું કહે, “કેટલું. કેટલા વર્ષથી કરું છું?” ત્યારે એ કહે, ‘બે-એક વર્ષથી કરું છું.' પછી આપણે કહીએ, ચોરી કરું છું તેનો વાંધો નથી.’ એને માથે હાથ ફેરવીએ. ‘પણ પ્રતિક્રમણ કરજે આટલું.'
(૮૦) જે પ્રતિક્રમણ કર્યું, તે ચોરી આખી ભૂંસાઈ ગઈ. અભિપ્રાય બદલાયો. આ જે કરી રહ્યો છે તેમાં પોતાનો અભિપ્રાય એક્સેપ્ટ કરતો નથી. નોટ હીઝ ઓપીનિયન !
દાદાનું નામ લઈ અને પછી પસ્તાવો કરજે. હવે ફરી નહીં કરું, ચોરી કરી એ ખોટું કર્યું છે. અને હવે એવું ફરી નહીં કરું એવું એને શીખવાડીએ !
એવું એને શીખવાડ્યા પછી પાછાં એનાં માબાપ શું કહે છે ? ‘ફરી ચોરી કરી પાછી ?” અલ્યા, ફરી ચોરી કરે તો ય પણ એવું બોલવાનું, એ બોલવાથી શું થાય છે, એ હું જાણું છું. આ છૂટકો નથી.
એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે,
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૨૦
પ્રતિક્રમણ
તો એ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર.
(૮૧) બધા ય ધર્મો કહે છે કે ‘તમે તપના કર્તા છો, ત્યાગના કર્તા છો. તમે જ ત્યાગ કરો છો. તમે ત્યાગ કરતાં નથી.’ ‘કરતાં નથી’ કહેવું એય “કરે છે” કહ્યા બરાબર છે. એમ કર્તાપણું સ્વીકારે છે અને કહેશે, ‘મારે ત્યાગ થતો નથી” એય કર્તાપણું છે. હા. અને કર્તાપણું સ્વીકારે છે એ બધો દેહાધ્યાસી માર્ગ છે. આપણે કર્તાપણું સ્વીકારતા જ નથી. આપણા પુસ્તકમાં કોઈ જગ્યાએ “આમ કરો’ એવું ના લખેલું હોય.
એટલે કરવાનું રહી ગયું અને ‘ના કરવાનું’ કરાવડાવે છે. ના કરવાનું થતું નથી પાછું. થાય પણ નહીં અને વગર કામનો મહીં વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (શક્તિ ને સમયનો વ્યય). કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માગવાની છે. અને પહેલાં જે શક્તિ માગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે.
(૮૪) પ્રશ્નકર્તા : પહેલાનું તો ઈફેક્ટમાં જ આવેલું છે.
દાદાશ્રી : હા. ઈફેક્ટમાં આવ્યું. એટલે કોઝીઝ રૂપે તમારે શક્તિ માગવાની છે. અમે પેલી નવ કલમો જેમ શક્તિ માગવાની કહી છે, એવી સો-બસ્સો કલમો લખીએ તો બધું આખું શાસ્ત્ર આવી જાય એમાં. એટલું જ કરવાનું. દુનિયામાં કરવાનું કેટલું ? આટલું જ. શક્તિ માગવાની, કર્તા ભાવે કરવું હોય તો.
પ્રશ્નકર્તા : એ શક્તિ માગવાની વાત ને ?
દાદાશ્રી : હા, કારણ કે બધાં કંઈ મોક્ષે ઓછાં જાય છે ?! પણ કર્તા ભાવે કરવું હોય તો આટલું કરો. શક્તિ માગો. શક્તિ માગવાનું કર્તાભાવે કરો, એમ કહીએ છીએ.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન ન લીધું હોય એના માટેની આ વાત છે ?
દાદાશ્રી : હા, જ્ઞાન ના લીધું હોય. જગતના લોકો માટે છે. બાકી અત્યારે જે રસ્તે લોકો ચાલી રહ્યા છે ને, એ તદન ઊંધો રસ્તો છે. તે એનું
હિત કોઈ પણ માણસ સહેજે પામે નહીં.
(૮૫) ‘કરવું છે પણ થતું નથી’ ઉદય વાંકા આવ્યા હોય તો શું થાય? ભગવાને તો એવું કહ્યું'તું કે ઉદય સ્વરૂપમાં રહી અને આ જાણો. કરવાનું ના કહ્યું'તું. તે આ જાણો એટલું જ કહ્યું'તું. તેને બદલે ‘આ કર્યું. પણ થતું નથી. કરીએ છીએ પણ થતું નથી. ઘણું ય ઈચ્છા છે પણ થતું નથી’ કહે છે. અલ્યા, પણ તેને શું ગા ગા કરે છે, અમથો વગર કામનો. ‘મારે થતું નથી, થતું નથી.’ એવું ચિંતવન કરવાથી આત્મા કેવો થઈ જાય? પથ્થર થઈ જાય. અને આ તો ક્રિયા જ કરવા જાય છે, અને જોડે થતું નથી, થતું નથી, થતું નથી બોલે છે.
હું ના કહું છું કે ના બોલાય, અલ્યા, ‘થતું નથી’ એવું તો બોલાય જ નહીં. તું તો અનંત શક્તિવાળો છે, આપણે સમજણ પાડીએ ત્યારે તો ‘હું અનંત શક્તિવાળો છું” બોલે છે. નહીં તો અત્યાર સુધી થતું નથી, એવું બોલતો હતો ! શું અનંત શક્તિ કંઈ જતી રહી છે !
કારણ કે માણસ કરી શકે એમ નથી. માણસનો સ્વભાવ કશું કરી શકે નહીં. કરનાર પરસત્તા છે. આ જીવો માત્ર જાણનાર જ છે. એટલે તમારે જાણ્યા કરવાનું અને તમારું આ જાણશો એટલે જે ખોટાં પર જે શ્રદ્ધા બેઠી હતી તે ઊડી જશે. અને તમારા અભિપ્રાયમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે ? ‘જૂઠું બોલવું એ સારું છે', એ અભિપ્રાય ઊડી જશે. એ અભિપ્રાય ઊડ્યો એના જેવો કોઈ પુરુષાર્થ નથી આ દુનિયામાં. આ વાત ઝીણી છે, પણ બહુ બહુ વિચાર માગી લે.
પ્રશ્નકર્તા : ના, પણ વાત લોજીકલ છે આખી. (૮૯)
દાદાશ્રી : સંડાસ જવાનું ય પરસત્તાના હાથમાં છે તો કરવાનું તમારા હાથમાં શી રીતે હોઈ શકે ? કોઈ માણસ એવો જભ્યો નથી કે જેના હાથમાં સ્ટેજ પણ કરવાની સત્તા હોય. તમારે જાણવાનું છે અને નિશ્ચય કરવાનો છે, આટલું જ કરવાનું છે તમારે. આ વાત સમજાય તો કામ નીકળી જશે, હજુ એટલી બધી સહેલી નથી સમજાય એવી. તમને આમાં સમજાય ? કશું કરવા કરતાં જાણવું સારું ? કરવું તરત બની શકે છે ?
પ્રશ્નકર્તા : આપ કહો છો એ સમજાઈ ગયું. વાત બરાબર છે પણ એ
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
સમજ્યા પછી પણ કરવાનું તો રહે જ ને ? જેમ કરવાની સત્તા નથી તેમ જાણવાની પણ સત્તા તો નથી જ ને ?
દાદાશ્રી : ના, જાણવાની સત્તા છે. કરવાની સત્તા નથી. આ બહુ ઝીણી વાત છે. આટલી જો વાત સમજણ પડે તો બહુ થઈ ગયું. (૯૦)
એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ લોકોના પૈસા કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય ના છોડે.
હવે એ છોકરાને શું શીખવાડીએ આપણે ? કે તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માગ, આ ભવમાં.
હવે એમાં શું લાભ થયો એને ? કોઈ કહેશે, ‘આમાં શું શીખવાડ્યું ?” એ તો શક્તિઓ માગ માગ કર્યા કરે છે. અને પાછો ચોરી તો કરે છે. અરે છો ને, ચોરી કરતો. આ શક્તિઓ માગ માગ કરે છે કે નથી કરતો ? હા શક્તિઓ તો માગ માગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે. તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે. !
પ્રશ્નકર્તા : ખરું એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે. એટલે માગવાથી લાભ થાય છે કે નહીં એ પણ નથી સમજતા.
દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે ? કે એક તો એ છોકરો માગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. ‘ચોરી કરવી એ ખોટી છે, અને ચોરી ન કરવી એ સારી છે.” એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો !
અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો.
પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ, છૂટકો જ નહીં ને ! બધાને આપે. માગનાર જોઈએ. તેથી કહું છું ને માગતાં ભૂલો. આ તમે તો કશું માગતા જ નથી. કોઈ દહાડો નથી માગતા.
આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ?
(૯૧) દાદાની પાસે માફી માગવી, જોડે જોડે જે વસ્તુને માટે માફી માગીએ, તે માટે મને શક્તિ આપો, દાદા શક્તિ આપો. શક્તિ માગીને લેજો, તમારી પોતાની વાપરશો નહીં. નહીં તો તમારી પાસે ખલાસ થઈ જશે. અને માગીને વાપરશો તો ખલાસ નહીં થાય ને વધશે, તમારી દુકાનમાં કેટલો માલ હોય ?
હરેક બાબતમાં દાદા, મને શક્તિ આપો. હરેક બાબતમાં શક્તિ માગ માગ કરીને જ લેવી. પ્રતિક્રમણ ચૂકી જવાય તો પ્રતિક્રમણ મને પદ્ધતિસરનું કરવાની શક્તિ આપો. બધી શક્તિ માગીને લેવી. અમારી પાસે તો તમે માગતા ભૂલો એટલી શક્તિ છે.
(૯૨) ૬. રહે ફૂલ, જાય કાંટા... પ્રકૃતિ ક્રમણથી ઊભી થઈ છે, પણ અતિક્રમણથી ફેલાય છે, ડાળાં-બાળાં બધું ય ! અને પેલું પ્રતિક્રમણથી બધું ફેલાયેલું ઓછું થઈ જાય, એટલે એને ભાન આવે.
(૧૦૧) એટલે મારું શું કહેવાનું છે કે, અત્યારે કોઈ જગ્યાએ દર્શન કરવા માટે ગયાં, ને ત્યાં લાગે કે આપણે ધાર્યા હતા જ્ઞાની અને નીકળ્યા છે ડોળી ! હવે આપણે ત્યાં ગયા એ તો પ્રારબ્ધના ખેલ છે, ને ત્યાં મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરેરે, આવા નાલાયકને ત્યાં ક્યાં આવ્યો ? એ નેગેટિવ પુરુષાર્થ આપણો મહીં થયો છે, એનું ફળ આપણે ભોગવવું પડે, એને નાલાયક કહ્યાનું ફળ આપણે ભોગવવું પડે, પાપ ભોગવવું પડશે. અને વિચાર આવવો એ સ્વાભાવિક છે, પણ તરત જ મહીં શું કરવું જોઈએ પછી ? કે અરેરે, મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ ? એવું તરત જ, સવળા વિચાર કરીને આપણે લૂછી નાખવું જોઈએ.
હા, “મહાવીર' ભગવાનને સંભારીને કે ગમે તેને સંભારીને, ‘દાદા'ને સંભારીને, પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરેરે ! એ ગમે તેવો હોય, મારા હાથે કેમ અવળું થયું ? સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે અને ખોટાને ખોટું કહેવામાં ય દોષ બહુ છે. જબરજસ્ત દોષ ! કારણ
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધ એને ખોટો બનાવ્યો છે. એ ખોટો નથી. પ્રારબ્ધ એટલે શું ? એના સંજોગોએ એને ખોટો બનાવ્યો, એમાં એનો શો ગુનો ?
અહીં સ્ત્રીઓ બધી જતી હોય, તેમાં કો'ક આપણને કહે કે, આ પેલી જોને વેશ્યા, અહીં આવી છે, ક્યાં પેઠી છે ? એવું તે કહેશે, એટલે આપણે ય એને લીધે વેશ્યા કહી, એ ભયંકર ગુનો આપણને લાગે. એ કહે છે, કે સંજોગોથી મારી આવી સ્થિતિ થઈ છે. તેમાં તમારે આવું બધું, ગુનો (માથે) લેવાનું શું કરવા કરો છો ? તમે શું કરવા ગુનો કરો છો ? હું તો મારું ફળ ભોગવું છું, પણ તમે ગુનો કરો છો પાછો ? વેશ્યા તે એની મેળે થઈ છે ? સંજોગોએ બનાવી છે. કોઈ જીવ માત્રને ખરાબ થવાની ઇચ્છા જ ના થાય. સંજોગો જ કરાવડાવે બધાં અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે. શરૂઆત એને સંજોગો કરાવડાવે છે.
(૧૦૨) પ્રશ્નકર્તા : જેને જ્ઞાન નથી, તેઓ અમુક પ્રકારના દોષો જ જોઈ શકે ?
દાદાશ્રી : એ બસ એટલું જ. દોષની માફી માગતાં શીખો એવું ટૂંકમાં કહી દેવું. જે દોષ તમને દેખાય, તે દોષની માફી માગવાની અને તે દોષ બરાબર છે એવું ના બોલશો ક્યારેય પણ, નહીં તો ડબલ થઈ જશે. ખોટું કર્યા પછી ક્ષમા માગી લ્યો.
પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું નથી, એને પોતાની ભૂલો દેખાય છે તો એ કેવી રીતે પ્રતિક્રમણ કરે ?
દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય, પછી એવા માણસો હોય છે. થોડા જાગૃત માણસો, કે જે પ્રતિક્રમણને સમજે છે. એ તે કરે, એટલે બીજા લોકોનું કામ જ નહીં, પણ પ્રતિક્રમણ શબ્દનો અર્થ આપણે એને પશ્ચાતાપ કરવાનું કહેવાનું.
(૧૪) પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના ‘રિલેટિવ' ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે, અતિક્રમણ એટલે શું થયું કે, રિયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે, અને હવે એમાં ઈન્ટરેસ્ટ (રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી
ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે. (૧૦૫)
પ્રશ્નકર્તા : આપણાથી અતિક્રમણ થઈ ગયું, તેનું હું પ્રતિક્રમણ કરું, પણ સામો મને માફ ના કરે તો ?
દાદાશ્રી : સામાનું જોવાનું નથી. તમને કોઈ માફ કરે કે ના કરે, તે જોવાની જરૂર નથી. તમારામાંથી આ અતિક્રમણ સ્વભાવ ઊડી જવો જોઈએ. અતિક્રમણના વિરોધી છો એવું થવું જોઈએ.
પ્રશ્નકર્તા અને સામાને દુ:ખ્યા કરતું હોય તો ?
દાદાશ્રી : સામાનું કશું એ જોવાનું નહીં. તમે અતિક્રમણના વિરોધી છો એવું નક્કી થવું જોઈએ. અતિક્રમણ તમારે કરવાની ઇચ્છા નથી. અત્યારે થઈ ગયું એને માટે પસ્તાવો થાય છે. અને હવે તેમને એવું ફરી કરવાની ઇચ્છા નથી.
(૧૬) પ્રતિક્રમણ તો આપણે એ અભિપ્રાય કાઢી નાખવા માટે કરવાનું છે. આપણે એ મતમાં રહ્યા નથી, એવું કાઢવા માટે કરવાનું છે. અમે આ મતમાં વિરુદ્ધ છીએ. એવું દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. શું સમજાયું તને ?
પ્રશ્નકર્તા : જો એ નિકાલી હોય તો પછી પ્રતિક્રમણ શા માટે ?
દાદાશ્રી : બધું જ નિકાલી છે, એટલું જ નહીં, બધું જ નિકાલી છે. પ્રતિક્રમણ તો અતિક્રમણ કરે એટલું જ છે તે પ્રતિક્રમણ કરવાનું, બીજું નહીં, અને ના કરીએ તો આપણો સ્વભાવ કશો ના બદલાય, એવો ને એવો જ રહેને ! તને સમજાયું કે ના સમજાયું ?
નહીં તો વિરોધી તરીકે જાહેર નહીં થાય તો પછી એ મત તમારી પાસે રહેશે. ગુસ્સે થઈ જાવ તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી, એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે. નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ ગયું. અને પ્રતિક્રમણ કરો તો આપણને ગુસ્સો ગમતો નથી એમ જાહેર થયું કહેવાય. એટલે એમાંથી આપણે છૂટા થઈ ગયા. મુક્ત થઈ ગયાં આપણે, જવાબદારી ઘટી ગઈ. આપણે એના વિરોધી છીએ. એવું જાહેર કરવા માટે કંઈ સાધન
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૨૫
પ્રતિક્રમણ
તો હોવું જોઈએ ને ? ગુસ્સો આપણામાં રાખવો છે કે કાઢી નાખવો છે ?
પ્રશ્નકર્તા : એ તો કાઢી નાખવો છે.
દાદાશ્રી : જો કાઢી નાખવો હોય તો પ્રતિક્રમણ કરો. તો પછી ગુસ્સાના વિરોધી છીએ અમે ભઈ, નહીં તો ગુસ્સામાં સહમત છીએ, જો પ્રતિક્રમણ ના કરીએ તો.
(૧૦૯) પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. અને આ દોષ તો ગુણાકાર કરે છે !!
તમે કોઈ પ્રતિક્રમણ, સાચું પ્રતિક્રમણ જોયું. એકુંય દોષ ઓછો થાય એવું?
પ્રશ્નકર્તા: ના, અહીં જ જોવા મળ્યું.
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી આપણને અંદર ખબર પડે, દોષ થયો છે આ. તો જ પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ થાય નહીંને ! જ્ઞાન લીધા પછી એની જાગૃતિ રહેશે કે, આમ અતિક્રમણ થાય કે તરત તમને ખબર પડશે. આ ભૂલ થઈ એટલે તરત જ પ્રતિક્રમણ કરે. એટલે એના નામનું બધું પદ્ધતિસર પ્રતિક્રમણ થયાં જ કરશે. અને પ્રતિક્રમણ થયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે સામાને ડંખ ના રહે પછી. નહીં તો પછી આપણે પાછાં ભેગાં થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય.
(૧૧૨) પ્રશ્નકર્તા: અમારા પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું ?
દાદાશ્રી : પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો ધો કરવો.
પ્રશ્નકર્તા : એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે
વાંધો શું આવે છે ? અને ના ધોવાય તોય આપણને વાંધો નથી. તું પ્રતિક્રમણ કરને. તું સાબુ ઘાલ્યા જ કરજે ને ! પાપને તું ઓળખે છે ? પાપને તું ઓળખે છે ખરો ?
પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞા ના પળાય એટલે પાપ.
દાદાશ્રી : ના. એવું નહીં. એને પાપ ના કહેવાય. સામાને દુઃખ થાય એ પાપ, કોઈ જીવને, એ પછી મનુષ્ય હો કે જાનવર હો કે ઝાડ હો. ઝાડને આમ વગર કામનાં પાંદડાં તોડ તોડ કરીએ તો એને ય દુઃખ થાય, એટલે એ પાપ કહેવાય.
અને આજ્ઞા ના પળાય એ તો તમને નુકસાન થાય. તમને પોતાને જ નુકસાન થાય. પાપકર્મ તો કોઈને દુઃખ થાય છે, એટલે સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ.
આપણે પ્રતિક્રમણ કરીએ તો બહુ સારું. આપણાં કપડાં ચોખ્ખાં થાયને ? આપણાં કપડાંમાં શું કામ મેલ રહેવા દઈએ ? આવો દાદાએ રસ્તો દેખાડ્યો છે. તો શા માટે ચોખ્ખાં ના કરી નાખીએ ?!
કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યાં, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકે ય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઊધાર થાય તો તરત જ મનથી માફી માગી જમાં કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઊધાર થાય પણ તરત જ કૅશ - રોકડું - પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તો ય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચનકાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની. (૧૧૩)
પ્રશ્નકર્તા : ક્રમિકનાં પ્રતિક્રમણ કરતાં હતાં ત્યારે મગજમાં કંઈ બેસતું ન હતું ને અત્યારે આ કરીએ છીએ તો હલકાં ફૂલ થઈ જવાય છે.
દાદાશ્રી : એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય. મોઢા પર મસ્તી આવે. તમને ખબર ના પડે ડાઘ જ જતો રહેલો ? કેમ ના પડે ?
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૨૭
દાદાશ્રી : પણ એ પ્રતિક્રમણ જ ન હોયને ! એ તો બધાં તમે અણસમજણથી ઊભાં કરેલા પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ એટલે તરત દોષ ઘટવો જોઈએ. એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આપણે ઊંધા ગયેલા, તે પાછા ફર્યા એનું નામ પ્રતિક્રમણ કહેવાય. આ તો પાછા ફર્યા નહીં ને ત્યાં ને ત્યાં જ છે ! ત્યાંથી આગળ ગયા છે ઊલટાં !!! એટલે એને પ્રતિક્રમણ કહેવાય જ કેમ કરીને ? (૧૧૪)
જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં, અમે તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં, અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે. આ તો ગૂંચ શબ્દની તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય, દયા, ચોરી નહીં કરો.' એ સાંભળી સાંભળીને તો થાકી
ગયાં છે.
ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચ મહીં પડી હોય તો તે ગૂંચ રાખીને સૂઈ ના જવું જોઈએ. ગૂંચનો ઊકેલ લાવવો જોઈએ. છેવટે કશો ઊકેલ ના જડે તો ભગવાન પાસે માફી માગ માગ કરીએ, કે આની જોડે ગૂંચ પડી ગઈ છે તે બદલની માફી માગ માગ કરું છું, તો ય ઊકેલ આવે. માફી જ મોટામાં મોટું શસ્ત્ર છે. બાકી દોષો તો, નિરંતર દોષો જ થયા કરે છે. (૧૧૬)
સામાને ઠપકો આપો છો તો તમને એમ ખ્યાલ નથી આવતો કે તમને ઠપકો આપે તો શું થાય ? એ ખ્યાલ રાખીને ઠપકો આપો.
એનું નામ માનવ અહંકાર. સામાનો ખ્યાલ રાખીને દરેક કાર્ય કરવું એનું નામ માનવ અહંકાર, આપણો ખ્યાલ રાખીને દરેકની જોડે વર્તન કરવું અને ગોદા મારવા, તો એનું નામ શું કહેવાય ?
પ્રશ્નકર્તા : પાશવી અહંકાર.
(૧૧૬)
દાદાશ્રી : એમ કોઈ કહે કે ‘તારી ભૂલ છે’ તો આપણે ય કહેવું, ‘ચંદુભાઈ તમારી ભૂલ થઈ હશે ત્યારે જ એ કહેતાં હશે ને ? નહીં તો એમ ને એમ તો કોઈ કહેતું હશે ? કારણ કે એમ ને એમ કોઈ કહે નહીં. કંઈકૈય ભૂલ હોવી ઘટે. એટલે આપણે એમાં કહેવામાં વાંધો શો ? ભઈ, તમારી કંઈક
પ્રતિક્રમણ
ભૂલ હશે માટે કહેતાં હશે. માટે માફી માગી લો, અને ‘ચંદુભાઈ’ કોઈને દુઃખ દેતાં હોય તો આપણે કહેવું કે પ્રતિક્રમણ કરી લો બા. કારણ કે આપણે મોક્ષે જવું છે. હવે ગમે તેમ એ કરવા જઈએ તે ચાલે નહીં. (૧૧૮)
૨૮
બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષની માફી, ક્ષમા, પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી એમને હેબીટ (ટેવ) હતી જ ને, એમાં નવું છે જ નહીં. એ હેબીટ છૂટે નહીં એકદમ. એ તો આ પ્રતિક્રમણથી છૂટે પછી. જ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો. શૂટ ઑન સાઈટ !
પ્રશ્નકર્તા : હજુ પ્રતિક્રમણ થવાં જોઈએ એ થતાં નથી.
દાદાશ્રી : એ તો જે કરવું હોય ને ?! એનો નિશ્ચય કરવો પડે. પ્રશ્નકર્તા : નિશ્ચય કરવો એટલે એમાં કરવાનો અહંકાર આવ્યોને પાછો ? એ શું વસ્તુ છે ? એ સમજાવો.
દાદાશ્રી : કહેવા માટે છે, કહેવા માત્ર છે.
પ્રશ્નકર્તા : ઘણાં લોકો એમ સમજે છે, મહાત્માઓમાં કે, આપણે કંઈ કરવાનું જ નહીં, નિશ્ચયે નહીં કરવાનો.
દાદાશ્રી : ના, મને પૂછે તો હું એને કહું કે, એ નિશ્ચય એટલે શું કે ડિસાઈડેડપૂર્વક કરવું. ડિસાઈડડ એટલે શું ? આ નહીં ને, ‘આ’ બસ. આમ નહીં ને આમ હોવું જોઈએ. (૧૧૯)
પ્રશ્નકર્તા : મહીં ઉત્પાત્ત થયો હોય, ત્યારે ‘શૂટ ઑન સાઈટ' એનો નિકાલ કરતાં ના આવડે પણ સાંજે દસ-બાર કલાક પછી એમ વિચાર આવે
કે આ બધું ખોટું થયું તો એનો નિકાલ થઈ જાય ખરું ? મોડેથી થાય તો ?
દાદાશ્રી : હા. મોડેથી થાય તો એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ખોટું થયા પછી પ્રતિક્રમણ કરવું કે આ મારી ભૂલ થઈ હવે ફરી નહીં કરું. હે દાદા ભગવાન ! મારી ભૂલ થઈ. હવે ફરી નહીં કરું.
તરત ના થાય તો બે કલાક પછી કરો. અરે, રાત્રે કરો, રાત્રે યાદ કરીને
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૨૯
પ્રતિક્રમણ
મારા મોઢામાં જાઓ !! એવું ઇચ્છીએ એમ કંઈ ચાલે ? પ્રયત્ન તો હોવા જ જોઈએ ને !
કરો. રાત્રે યાદ કરીને ના થાય, કે આજે કોની જોડે અથડામણમાં આવ્યા ? એવું રાત્રે ના થાય ? અરે, અઠવાડિયે કરો. અઠવાડિયે બધાં ભેગાં કરો. અઠવાડિયામાં જેટલાં અતિક્રમણ થયાં હોય એ બધાના ભેગા હિસાબ કરો.
પ્રશ્નકર્તા : પણ એ તરત થવું જોઈએ ને ?
દાદાશ્રી : તરત થાય એના જેવી તો વાત જ નહીં. આપણે ત્યાં તો ઘણાં ખરાં બધાં ‘શૂટ ઑન સાઈટ' જ કરે છે. દેખો ત્યાંથી ઠાર કરો. દેખો ત્યાંથી ઠાર.
(૧૨૦) પ્રશ્નકર્તા : હું જ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી તન્મયાકાર થઈ જાઉં. વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પછી પાછો આવી જઉં એમાં.
દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી, વિચાર આવે ત્યારે આપણે ‘ચંદુલાલ’ને જોઈ શકતાં હોય, કે “ચંદુલાલ'ને વિચારો આવે છે, એ બધું જોઈ શકતાં હોય તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે.
પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે.
દાદાશ્રી ઃ તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. દાદા ભગવાન ક્ષમા કરજો.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનું બહુ મોડું યાદ આવે કે, આ માણસનું પ્રતિક્રમણ કરવાનું હતું.
દાદાશ્રી : પણ યાદ આવે ખરું ને ? સત્સંગમાં વધારે બેસવાની જરૂર છે. બધું પૂછી લેવું પડે, ઝીણવટથી વિજ્ઞાન છે. બધું પૂછી લેવાની જરૂર.
દોષ દેખાવા સહેલી વસ્તુ નથી ! પાછા એકદમ અમે તો ઊઘાડ કરી આપીએ, પણ એની દ્રષ્ટિ હોય કે મારે જોવા છે તો દેખાયા કરે. એટલે પોતે જમવાની થાળીમાં હાથ તો ઊંચો કરવો પડેને ? એમ ને એમ કંઈ જમવાનું
માણસનો દોષ થવો સ્વભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલા “જ્ઞાની પુરુષ' જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ’. (૧૨૧)
મહીં પ્રતિક્રમણ એની મેળે થયા કરે. લોક કહે છે, એની મેળે જ પ્રતિક્રમણ થઈ જાય છે ? મેં કહ્યું, ‘હા, ત્યારે કેવુંક મેં મશીન મૂક્યું છે ? તે બધું પ્રતિક્રમણ ચાલુ થઈ જાય. તારી દાનત ચોક્કસ હોય ત્યાં સુધી બધું તૈયાર હોય.
પ્રશ્નકર્તા : એ હકીકત છે દાદા, પ્રતિક્રમણ સહેજે થયા કરે. અને બીજું આ વિજ્ઞાન એવું છે કે સહેજે ય દ્વેષ ના થાય.
(૧૨૩) પ્રશ્નકર્તા : આ ભાઈ કહે છે, મારા જેવાને પ્રતિક્રમણ ના થાય એ શું કહેવાય ?
દાદાશ્રી : એ તો મહીં થતા હોય પણ ખ્યાલ ના આવે. એટલે એક ફેરો બોલ્યા કે, “મને થતાં નથી’ એટલે પેલું બંધ થઈ જાય. પેલું મશીન બંધ થઈ જાય. જેવું ભજે એવી ભક્તિ, એ તો મહીં થયા કરે. અમુક ટાઈમ પછી થાય.
પ્રશ્નકર્તા : આપણાથી કોઈને દુઃખ થાય એ વસ્તુ આપણને ગમે નહીં. બસ એટલું જ રહે. પછીથી આગળ વધે નહીં. પ્રતિક્રમણ જેવું આગળ થાય
નહીં.
દાદાશ્રી : એ તો આપણે મહીં જેવું બોલીએ એવું મશીન મૂકેલું છે, તે ચાલે ! જેવું ભજો એવો થઈ જાય. તમે કહો કે “મને આમ થતું નથી” તો એમ થાય. અને કહો, ‘એટલાં બધાં પ્રતિક્રમણ થાય છે કે હું થાકી જાઉં છું.” તો મહીં પેલું થાકી જાય. એટલે પ્રતિક્રમણ કરનાર કરે છે. તું તારી મેળે હાંક્ય રાખ ને આગળ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ થઈ રહ્યાં હોય છે. તું હાંક્ય રાખને કે ‘મારાથી પ્રતિક્રમણ થાય છે.”
(૧૨૩)
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૩૨
પ્રતિક્રમણ
બને ત્યાં સુધી ‘શૂટ ઑન સાઈટ' રાખવું. થઈ ગયું ને તરત જ પ્રતિક્રમણ કરવું. અને ના બને તો સાંજે ભેગા કરીને કરવું. પણ ભેગાં રહી જશે બે-ચાર. એ ક્યાં રાખવાં જોઈએ ?! અને કોણ રાખે એને ? એ તો “શૂટ ઑન સાઈટનો આપણો ધંધો છે !!!
(૧૨૪) જ્યારથી દોષ દેખાતો થયો, ત્યારથી જાણવું કે, મોક્ષમાં જવાની ટિકિટ આવી ગઈ. પોતાનો દોષ કોઈને દેખાય નહીં. મોટા-મોટા સાધુ-આચાર્યોને પણ ! પોતાનો દોષ એમને ના દેખાય. મૂળમાં મોટામાં મોટી ખામી આ. અને આ વિજ્ઞાન એવું છે કે, આ વિજ્ઞાન જ તમને નિષ્પક્ષપાત રીતે જજમેન્ટ આપે છે. પોતાના બધા જ દોષ ખુલ્લા કરી આપે. થઈ ગયા પછી કરી આપે, પણ ખુલ્લા કરી આપે છેને ? હમણે થઈ ગયું. તે થઈ ગયું !! એ તો જુદું છે, ગાડીની સ્પીડ (ઝડપ) ભારે હોય તો કપાઈ જાયને ? પણ ત્યારે ખબર પડીને ?
(૧૨૭) ૭. થાય ચોખ્ખો વ્યાપાર! પ્રશ્નકર્તા ઃ તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે ?
દાદાશ્રી : ના. એ તેથી જ મેં વ્યવસ્થિત કહેલું કે, એક વાળ ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી. ‘વન લાઈફ' માટે હું !! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું. એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું, ને તેથી મારે વઢવું ય ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમ તેમ ?! મારે કશું વઢવું ના પડે. બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે, યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ ! (બિલકુલ) એટલું બધું કહ્યું છે પાછું.
પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ?
દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી.
(૧૩૦)
આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે, અને એ પૈસા પાછા આપે. સામાને એવી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવળી અસર થાય છે. તો આપણા લોકો ઘેર જઈને ઊઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય ? ઊલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે.
પ્રશ્નકર્તા : આપણે કોઈ લેણદારનું પ્રતિક્રમણ કરીએ તોય એ માગતો તો રહેને ?
દાદાશ્રી : માગવા-ના માગવાનો સવાલ નથી. રાગ-દ્વેષ ના થવા જોઈએ. લેણું તો રહેય ખરું !
(૧૩૧) એક જણ કહે, ‘મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.” તેને હું કહીશ, ‘પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.’ મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રમાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ‘ડીસ ઑનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીશનેસ !!!! ઑનેસ્ટ થવાતું નથી, તો મારે શું દરિયામાં પડવું? મારા દાદા’ શીખવાડે છે કે, ડીસઑનેસ્ટ થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડીસઑનેસ્ટીને, ડીસઑનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઑનેસ્ટ છે એ નક્કી છે.
હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, ‘આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું (રોકડું) હોવું જોઈએ. આ બેંકે ય કેશ કહેવાય છે. અને પેમેન્ટ ય કેશ કહેવાય છે.
(૧૩૪) ઑફિસમાં પરમીટ (પરવાનો) લેવા ગયા, પણ સાહેબ ના આપી તો મનમાં થાય કે ‘સાહેબ નાલાયક છે, આમ છે, તેમ છે', હવે આનું ફળ શું આવશે તે જાણતો નથી. માટે આ ભાવ ફેરવી નાખવો, પ્રતિક્રમણ કરી નાખવું. એને અમે જાગૃતિ કહીએ છીએ.
આ સંસારમાં અંતરાય કેવી રીતે પડે છે તે તમને સમજાવું. તમે જે
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૩૩
પ્રતિક્રમણ
ઑફિસમાં નોકરી કરતાં હો ત્યાં તમારા ‘આસિસ્ટન્ટ' (મદદનીશ)ને અક્કલ વગરના કહો, એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો ! બોલો, હવે આ અંતરાયથી આખું જગત ફસાઈ ફસાઈને આ મનુષ્યજન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને “રાઈટ’ (અધિકાર) જ નથી. સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે ! તમે આનાં તરત જ પ્રતિક્રમણ કરો તો એ અંતરાય પડતાં પહેલાં ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલાં.
દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નહીં, તમારે પોતાને માટે નહીં, સરકારને માટે એ સિન્સીયારિટી (વફાદારી) કહેવાય.
(૧૩૫) ૮. “આમતૂટે શૃંખલા ઋણાનુબંધતી ! પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય, અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં સહવાસમાં રહેવું પડતું હોય, ફરજિયાત, તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા'તાં ? તો કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું'તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઇનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માગી લો. માફી માગ માગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે.
સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે? એના તરફ બહુ દોષિત
જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે માફી માગ માગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માગ માગ કરો, એના નામની. જેના તરફ જે જે દોષ કર્યા હોય, હે ભગવાન ! હું ક્ષમા માગું છું. આ દોષોનું પરિણામ છે, તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર તમે માફી માગ માગ કરો, ભગવાન પાસેથી, તો બધું ધોવાઈ જશે.
(૧૪૧), આ તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે ‘આ મારો મોટો દીકરો, શતાયુ.’ પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાનથી મોક્ષ છે.
(૧૪૨) કોઈના હાથમાં પજવવાની ય સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાની ય સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય.
બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે.
(૧૪૩) એક માણસ જોડે તમારે બિલકુલ ફાવતું નથી, તેનું જો તમે આખો દહાડો પ્રતિક્રમણ કરો, બે-ચાર દિવસ સુધી કર્યા કરો તો પાંચમે દહાડે તો તમને ખોળતો આવે અહીંયા. તમારા અતિક્રમણ દોષોથી જ આ બધું અટક્યું છે.
(૧૪૪) પ્રશ્નકર્તા ઃ આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે, હું આટલું
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણે
પ્રતિક્રમણ
બધું કરું છું છતાં આ મારું અપમાન કરે છે ?
દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતનાં લોક છે. તે મોક્ષે ના જવા દે.
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો, ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે !
જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય, એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે, જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટા.
(૧૪૫) પ્રશ્નકર્તા: કોઈ માણસ ઉપરથી આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એણે આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય અને આપણને વિશ્વાસ ઊડી ગયો હોય. એ વિશ્વાસ પાછો મેળવવા શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એના માટે જે ખરાબ વિચાર કર્યા હોયને, એનાં છે તે પશ્ચાતાપ કરવાં જોઈએ. વિશ્વાસ ઊઠી ગયા પછી આપણે જે જે ખરાબ વિચાર કર્યા હોય, એનો પશ્ચાતાપ લેવો પડે, પછી રાગે પડી જાય. એટલે પ્રતિક્રમણ કરવાં પડે.
(૧૪૬) ૯. તિર્લેપતા, અભાવથી ફાંસી સુધી ! પ્રશ્નકર્તા સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એ તો એનું મોટું-બોટું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી, ન ખબર પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે !
પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એસ્ટ્રેશન (હાવભાવ) ના લાવે.
દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા, એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. નીકળ્યું હોય ભારે તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ?!
પ્રશ્નકર્તા : ખબર પડે ને !
દાદાશ્રી : તે ય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાના અભિપ્રાયથી દૂર કરવા માટે છે અને પ્રતિક્રમણથી શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલે ય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રીએકશન (પ્રતિક્રિયા) લે. (૧૫૧)
પ્રશ્નકર્તા : કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ?
દાદાશ્રી : પસ્તાવો થાય એટલે તરછોડ મારવાની ટેવ છૂટી જાય, થોડો વખત તરછોડ મારીને પછી પસ્તાવો ના કરે ને મેં કેવું સારું કર્યું, તો તે નર્ક જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ.
પ્રશ્નકર્તા: સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું?
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં. અને સામો મળે તો મોઢે બોલવું કે ભઈ, મારામાં અક્કલ નથી, મારી ભૂલ થઈ, એમ કહેવું, આવું બોલવાથી એના ઘા રુઝાય.
પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?
દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કરી કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગાં થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભઈ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.” એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એનો ઘા રુઝાય.
અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહ્યું કે, કોઈને તરછોડ ના વાગે. મજૂરને ય તરછોડ ના વાગે. અરે છેવટે સાપ થઈને ય બદલો વાળે. તરછોડ છોડે નહીં. એક પ્રતિક્રમણ બચાવે.
પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ?
દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યા કરીએ, ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. (૧૫૫)
એક જજ મને કહે કે, “સાહેબ’, તમે મને જ્ઞાન તો આપ્યું, અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાંતદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, ‘એને શું કરશો, દેહાંતદંડની શિક્ષા નહીં આપો તો ?!” એણે કહ્યું, ‘પણ મારે દોષ બેસે.” કહ્યું, ‘તમને મેં ‘ચંદુલાલ' બનાવ્યા છે કે “શુદ્ધાત્મા' બનાવ્યા છે ?” ત્યારે એ કહે, “શુદ્ધાત્મા બનાવ્યા છે. તો ચંદુલાલ કરતા હોય તેના તમે જોખમદાર નથી. અને જોખમદાર થવું હોય તો તમે ચંદુલાલ છો. તમે રાજીખુશીથી ભાગીદાર થતા હો તો અમને વાંધો નથી. પણ ભાગીદાર ના થશો. પછી મેં એને રીત બતાવી કે તમારે આ કહેવું કે, “હે ભગવાન, મારે ભાગે
આ કામ ક્યાં આવ્યું તે’ અને તેનું પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યું જજો. સમજ પડીને ? (૧૫૭)
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી છૂટી જવાય એવો ખ્યાલ જો આપણે રાખીએ તો બધાને સ્વચ્છંદતાનું લાયસન્સ મળી જાય લોકોને.
દાદાશ્રી : ના, એવી સમજ રાખવાની નહીં, વાત એમ જ છે. આપણે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યું એટલે આપણે છૂટા. તમારી જવાબદારીમાંથી તમે છૂટાં. પછી એ ચિંતા કરીને, માથું ફોડીને મરી ય જાય. તેનું હવે તમારે કશું લેવા-દેવા નહીં.
(૧૫૮) અમારાથી ય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઇચ્છા ના હોય, તોય હવે એવું અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે-ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ. એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ.
અમે સિદ્ધાંતિક હોઈએ કે, ભાઈ, આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો, રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો. એવો કોઈને પડવા ના દઈએ. (૧૫૯)
પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી માફ કરી દઈએ, પણ ઘડીયે ઘડીયે એ માણસ ભૂલ કરે તો આપણે શું કરવું ?
દાદાશ્રી : પ્રેમથી સમજાવીને, સમજાવાય એટલું સમજાવવું, બીજો કોઈ ઉપાય નથી અને આપણા હાથમાં કોઈ સત્તા નથી. આપણે માફ કર્યે જ છૂટકો છે આ જગતમાં. નહીં માફ કરો તો માર ખાઈને માફ કરશો તમે. ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી, એ ફરી ફરી ભૂલ ના કરે, એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. એ ભાવ ફેરવી નાખે કે હવે ભૂલ કરવી નથી. છતાં થઈ જાય એ જુદી વસ્તુ છે.
(૧૬)
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
છોકરાને શાક લેવા મોકલીએ, અને મહીં પૈસા કાઢી લે તો એ પછી જાણીને શું ફાયદો છે ? એ તો જેવો છે એવો ચલાવી લેવાનો, નાખી દેવાય કંઈ ? બીજો લેવા જવાય કંઈ ? બીજો મળે નહીંને ? કોઈ વેચે નહીં. (૧૬૧)
૧૦. અથડામણની સામે... પ્રશ્નકર્તા: અમુક કર્મોમાં વધારે, લાંબી બોલાચાલી થઈ હોય તો, લાંબો બંધ પડે, તે માટે બે-ચાર વાર પ્રતિક્રમણ કે વધારે વાર કરવાં પડે. કે પછી એકવાર કરે તો આવી જાય બધામાં ?
દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ બહુ ભેગાં થઈ જાય, તો જાથું પ્રતિક્રમણ કરવું. ‘હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ હું કરું છું.’ પછી પતી ગયું. (૧૬૬)
અથડામણ ના થાય તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું. છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે.
પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે, ‘એણે મને આમ કહ્યું, તેમ કહ્યું,’ એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતાં નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે !
(૧૬૯) પ્રશ્નકર્તા: સ્થળ અથડામણનો દાખલો આપ્યો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એના દાખલા. સૂક્ષ્મ અથડામણ કેવી હોય ?
દાદાશ્રી : તારે ફાધર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ. પ્રશ્નકર્તા : એટલે કેવી કહેવાય ? દાદાશ્રી : એ મારમાર કરો છો ? પ્રશ્નકર્તા: ના.
દાદાશ્રી : એ સૂક્ષ્મ અથડામણ.
પ્રશ્નકર્તા : સૂક્ષ્મ એટલે માનસિક ? વાણીથી હોય એ પણ સૂક્ષ્મમાં જાય ?
દાદાશ્રી : એ સ્થળમાં, જે પેલાને ખબર ના પડે. જે દેખાય નહીં, એ બધું સૂક્ષ્મમાં જાય.
પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મ અથડામણ ટાળવાની કેવી રીતે ?
દાદાશ્રી : પહેલાં સ્થળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની.
પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણો કોને કહેવાય ?
દાદાશ્રી : તું કો'કને મારતો હોય, ને આ ભઈ જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવસ્થિત મારે છે. તે બધું જુએ પણ મનથી તરત સ્ટેજ દોષ જુએ, એ સૂક્ષ્મતર અથડામણ.
પ્રશ્નકર્તા : ફરીથી કહો, સમજાયું નહીં બરાબર. દાદાશ્રી : આ તું બધા લોકોના દોષ જોઉં છું ને, એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્નકર્તા એટલે બીજાના દોષ જોવા, એ સૂક્ષ્મતર અથડામણ.
દાદાશ્રી : એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે. જ ખબર પડવા નહીં, અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો. એ દોષ તને ખબર પડવા જોઈએ. કારણ કે એ છે તે શુદ્ધાત્મા છે અને દોષ જુઓ છો ?
પ્રશ્નકર્તા : તો એ જે માનસિક અથડામણ કીધી તે ? દાદાશ્રી : એ તો બધું સૂક્ષ્મમાં ગયું. પ્રશ્નકર્તા : તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે ? દાદાશ્રી : આ મનની ઉપરની વાત છે આ તો.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા: માનસિક અથડામણ અને જે દોષો.... દાદાશ્રી : એ માનસિક નથી.
પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ?
દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય. અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત.
પ્રશ્નકર્તા : એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે. ચંદુલાલ જોડે તન્મયાકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય.
દાદાશ્રી : હા. સૂક્ષ્મતમ અથડામણ ! એને ટાળવી. ભૂલથી તન્મયાકાર થયું છે. પછી ખબર પડે છે ને કે, આ ભૂલ થઈ ગઈ.
પ્રશ્નકર્તા : હવે કેવળ શુદ્ધાત્મતત્ત્વ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે ખપતી નથી, છતાં પણ આ ચંદુભાઈને તન્મયાકારપણું અવારનવાર રહે છે. એટલે એ સૂક્ષ્મતર અથડામણ થઈને ?
દાદાશ્રી : એ તો સૂક્ષ્મતમ કહેવાય.
પ્રશ્નકર્તા તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કોઈ છે ? દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં.
(૧૭૨) પ્રશ્નકર્તા: પણ દાદા, આપણે પ્રતિક્રમણ કરવું પડે, એ આપણો અહમ્ ના કહેવાય ?
દાદાશ્રી : ના. એટલે આપણે પ્રતિક્રમણ નથી કરવાનું. એ ચંદુભાઈનો છે, શુદ્ધાત્મા તો જાણે છે, શુદ્ધાત્માએ તો ગુનો કર્યો નથી. એટલે ‘એને’ એ ના કરવું પડે. ફક્ત ગુનો કર્યો હોય ‘તેને', ચંદુભાઈ પ્રતિક્રમણ કરે અને અતિક્રમણથી જ સંસાર ઊભો થયો છે. અતિક્રમણ કોણ કરે છે ? અહંકાર ને બુદ્ધિ બેઉ ભેગા થઈને.
(૧૭૩)
૧૧. પુરુષાર્થ, મા દુર્ગુણો સામે... રાગ વગર તો લાઈફ જ કોઈ ગયેલી નહીં. જ્યાં સુધી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી રાગ ને દ્વેષ બે જ કર્યા કરે છે. ત્રીજી વસ્તુ જ ના હોય.
પ્રશ્નકર્તા : પણ દાદા, દ્વેષ એ તો રાગનું જ ફરજંદ છેને ?
દાદાશ્રી : હા. એ ફરજંદ તેનું છે, પણ એનું પરિણામ છે, ફરજંદ એટલે એનું પરિણામ છે એ રાગ બહુ થયોને, જેના પર રાગ કરીએને, તે એક્સેસ (વધુ પડતો) વધી જાય, એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એને પ્રમાણની બહાર જાયને એટલે આપણને ના ગમતી થાય અને ના ગમતી હોય એનું નામ દ્વેષ. સમજમાં આવ્યું ?
પ્રશ્નકર્તા : હા. સમજમાં આવ્યું.
દાદાશ્રી : એ તો આપણે સમજી લેવાનું કે, આપણા જ રીએક્શન આવ્યાં છે બધાં ! આપણે એને માનથી બોલાવીએ, અને આપણને એમ થાય કે એનું મોઢું ચઢેલું દેખાય, એટલે આપણે જાણવું કે આપણું આ રીએક્શન છે. એટલે શું કરવું ? પ્રતિક્રમણ કરવા. બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે ? એની પર પાછું મોઢું ચઢાવે ! એટલે ફરી હતું એવું ને એવું જ ઊભું કરે પછી. આપણે શુદ્ધાત્મા થયા એટલે અટાવીપટાવીને આપણી ભૂલ એક્સેપ્ટ (સ્વીકાર) કરીને પણ ઊંચું મૂકી દેવું જોઈએ. અમે તો જ્ઞાની પુરુષ થઈને એમ એક્સેપ્ટ બધી ભૂલો કરીને કેસ ઊંચો મૂકી દઈએ.
(૧૭૪) પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ?
દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાતાપ કરવો. ને બીજું ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતાં. ઈર્ષા એ પૂર્વભવનાં પરમાણુઓ ભરેલાં છે તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાય, તો ઈર્ષા ઊડી જાય. તમને ઈર્ષા થયા પછી પશ્ચાતાપ કરવો એ ઉત્તમ છે.
પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : તે એને “તું” એવું રાખજે, કે આ ખોટી છે, ખરાબ વસ્તુ છે એવું. અને કો'ક કહે કે સીગરેટ કેમ પીવો છો ? તો એનું ઉપરાણું ના લઈશ. ખરાબ છે એમ કહેવું. કે ભઈ, મારી નબળાઈ છે એમ કહેવું. તો કો'ક દહાડો છૂટશે. નહીં તો નહીં છોડે એ.
(૧૮૪) અમે હઉ પ્રતિક્રમણ કરીએને, અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે.
રીતે દૂર કરવી ?
દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે. (૧૭૬)
જંગલમાં જાય ત્યારે લૌકિક જ્ઞાનના આધારે ‘બહારવટિયા મળશે તો ?” એવા વિચાર આવે. અથવા વાઘ મળશે તો શું થશે ? એવો વિચાર આવે તે ઘડીયે પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે, તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુ:ખદાયી છે.
શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ?! માણસ છીએ તે શંકા તો પડે, પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ.
જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું. નહીં તો શંકા તમને ખાઈ જશે.
(૧૭૭) કોઈના માટે સહેજ પણ અવળો સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડે ય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.
હંમેશાં કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આપે. તે બળેલી દોરડી આવતે ભવે આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું ખંખેર્યું કે ઊડી ગઈ.
(૧૮૦) ૧૨. છૂટે વ્યસતો ! જ્ઞાતી રીતે ! પ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે.
પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. એટલે આ ટેકનિકલી , સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી. પણ ટેકનિકલી જરૂર છે.
પ્રશ્નકર્તા: સાયન્ટિફિકલી કેવી રીતે ?
દાદાશ્રી : સાયન્ટિફિકલી એનું પછી એ ડિસ્ચાર્જ છે, પછી એને જરૂર જ શું છે ?! કારણ કે તમે જુદા છો ને એ જુદા છે. એટલી બધી આ શક્તિઓ નથી એ લોકોની ! પ્રતિક્રમણ ના કરો એટલે પેલો અભિપ્રાય રહી જાય. અને તમે પ્રતિક્રમણ કરો એટલે અભિપ્રાયથી જુદા પડ્યા, એ ચોક્કસ છેને આ વાત ?! અભિપ્રાયથી જુદા પડ્યા એ વાત ચોક્કસ ને ?!
કારણ કે અભિપ્રાય જેટલો રહે, એટલું મન રહી જાય. કારણ કે મન અભિપ્રાયથી બંધાયેલું છે.
અમે શું કહ્યું કે અત્યારે વ્યસની થઈ ગયો છું તેનો મને વાંધો નથી, પણ જે વ્યસન થયું હોય, તેનું ભગવાન પાસે પ્રતિક્રમણ કરજે કે હવે તે ભગવાન ! આ દારૂ ના પીવો જોઈએ, છતાં પીઉં છું. તેની માફી માગું છું. આ ફરી ના પીવાય એવી શક્તિ આપજે. એટલું કરજે બાપ. ત્યારે લોકો વાંધો ઉઠાવે છે કે તું દારૂ કેમ પીવે છે ? અલ્યા, તું આને આમ વધારે બગાડું છું. એનું અહિત કરી રહ્યા છો. મેં શું કહ્યું, તું ગમે તેવું મોટું જોખમ કરીને આવ્યો, તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજે.
(૧૮૬) પ્રશ્નકર્તા ઃ તમે સવારે ‘ચા’ પીતાં કહ્યું કે અમે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : ઓહોહો ! હા. પ્રશ્નકર્તા : એની જ વાત છે.
દાદાશ્રી : એટલે “ચા” તો હું પીતો નથી. છતાં પીવાના સંજોગ બાઝે છે. અને ફરજીયાત ઊભું થાય છે. ત્યારે શું કરવું પડે ? જો કદી પ્રત્યાખ્યાન કર્યા સિવાય, જો પીઉં તો “એ” ચોંટી પડે. એટલે તેલ ચોપડીને રંગવાળું પાણી રેડવાનું. પણ તેલ ચોપડીને. હા. પ્રત્યાખ્યાનરૂપી અમે તેલ ચોપડીએ પછી પાણી લીલા રંગવાળું રેડે, પણ મહીં ચોંટે નહીં. એટલે પ્રત્યાખ્યાન કરીને પછી ચા પીધી મેં !
આ એટલું સમજવા જેવું છે. પ્રત્યાખ્યાન કરીને કરો આ બધું. પ્રતિક્રમણ તો જ્યારે અતિક્રમણ થાય ત્યારે કરો. આ ચા પીવી એ અતિક્રમણ ના કહેવાય. ચા ફરજીયાત પીવી પડે. એ અતિક્રમણ ના કહેવાય. એ તો પ્રત્યાખ્યાન ના કરો તો, તેલ ના ચોપડો, તો થોડુંક ચોંટી જાય. હવે તેલ ચોપડીને કરજો ને
(૧૮૭) અમારે અશાતા ઓછી હોય. અમારે જોને મહિનો, મહિનો એવો આવ્યો તે દાદાને એક્સિડન્ટના જેવો ટાઈમ થયો. પછી જે આ આવ્યું, જાણે દીવો હોલવાઈ જવાનો થાય એવું થઈ ગયું.
પ્રશ્નકર્તા : એવું કંઈ થવાનું નથી, દાદા.
દાદાશ્રી : ના. એમ નહીં, ‘હીરાબા' ગયા તો, ‘આ’ ના જવાનું થાય ? એ તો કયું વેદનીય કર્મ આવ્યું ?
પ્રશ્નકર્તા : અશાતા વેદનીય.
દાદાશ્રી : લોકો સમજે છે કે અમને વેદનીય એ છે, પણ અમને વેદનીય અડે નહીં, તીર્થંકરોને અડે નહીં, અમને હીરાબાની પાછળ ખેદ નથી. અમને અસરે ય ના હોય કોઈ, લોકોને એમ લાગે કે, અમને વેદનીય આવ્યું, અશાતા વેદનીય આવ્યું. પણ અમને તો એક મિનિટ, એક સેકન્ડેય અશાતા અડી નથી, આ વીસ વર્ષથી ! અને એ જ વિજ્ઞાન મેં તમને આપ્યું છે. અને તમે કાચા પડો તો તમારું ગયું. સમજણથી કાચા પડાય જ નહીંને, કોઈ દહાડો ?'
પ્રશ્નકર્તા: અંબાલાલભાઈને તો અડેને ? ‘દાદા ભગવાનને’ તો વેદનીય કર્મ ના અડે.
દાદાશ્રી : ના. કોઈનેય અડે નહીં. એવું આ વિજ્ઞાન છે. અડતું હોય તો ગાંડા જ થઈ જાયને ? આ તો અણસમજણથી દુ:ખ છે. સમજણ હોય તો આ ફાઈલને ના અડે. કોઈનેય અડે નહીં. જે દુ:ખ છે તે અણસમજણનું જ છે. આ જ્ઞાનને જો સમજી લેને, તો દુઃખ જ હોય કેમ કરીને ? અશાતા યુ ના હોય ને શાતા ય ના હોય..
' (૧૯૮) ૧૩. વિમુક્તિ આર્ત-રૌદ્ર ધ્યાત થકી ! પ્રશ્નકર્તા : કહેવાય છે કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ક્ષણે ક્ષણે થયાં જ કરતાં હોય છે. તો આર્તધ્યાન કોને કહેવું ને રૌદ્રધ્યાન કોને કહેવું એ જરા સ્પષ્ટીકરણ કરી આપો.
દાદાશ્રી : આર્તધ્યાન છે તે પોતે પોતાને જ. કોઈનેય વચ્ચે લાવે નહીં. કોઈના ઉપર ગોળી વાગે નહીં. એવી રીતે સાચવી અને પોતે પોતાની મેળે દુઃખ વેઠયા કરે અને કોકના ઉપર ગોળી છોડી દે એ રૌદ્રધ્યાન.
આર્તધ્યાન તો પોતાને જ્ઞાન ના હોય અને ‘હું ચંદુલાલ છું’ એમ થઈ જાય, અને મને આમ થાય કે આમ થયું તો શું થઈ જશે ? છોડીઓ તું પૈણાવાનો હતો ? ૨૪ વરસની થાય ત્યારે પૈણાવાની. આ પાંચ વર્ષની હોય ત્યારથી ચિંતા કરે, એ આર્તધ્યાન કર્યું કહેવાય. સમજ પડીને ? (૧૯૮)
પોતાને માટે અવળું વિચારવું, અવળું કરવું, પોતાની ગાડી ચાલશે કે નહીં ચાલે. માંદા થયા ને મરી જવાય તો શું થાય ? એ આર્તધ્યાન કહેવાય.
રૌદ્રધ્યાન તો આપણે બીજાને માટે કલ્પના કરીએ કે આણે મારું નુકસાન કર્યું. એ બધું રૌદ્રધ્યાન કહેવાય.
અને બીજાના નિમિત્તે વિચાર કરે, બીજાને કંઈપણ નુકસાન થાય એવો વિચાર આવ્યો, તો એ રૌદ્રધ્યાન થયું કહેવાય. મનમાં વિચાર આવ્યો કે, કાપડ ખેંચીને આપજો. તેં ખેંચીને આપજો કહ્યું, ત્યારથી જ ઘરાકોના હાથમાં કાપડ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
ઓછું જશે. એવી કલ્પના કરી અને તેના વધારે પૈસા પોતે પડાવી લેશે, એવી કલ્પના કરી, એ રૌદ્રધ્યાન કહેવાય. બીજાનું નુકસાન કરે એ ધ્યાન, રૌદ્રધ્યાન કહેવાય.
' (૧૯૧) હવે જબરજસ્ત રૌદ્રધ્યાન કર્યું હોય, પણ પ્રતિક્રમણથી તે આર્તધ્યાન થઈ જાય છે. બે જણાંએ રૌદ્રધ્યાન એક જ પ્રકારનું કર્યું. બે જણે કહ્યું કે ફલાણાને હું મારી નાખીશ. એવું બે જણે મારવાનો ભાવ કર્યો. તે રૌદ્રધ્યાન કહેવાય. પણ એકને ઘેર જઈને પસ્તાવો થયો કે “બળ્યો મેં આવો ભાવ ક્યાં કર્યો.' એટલે એ આર્તધ્યાનમાં ગયું અને બીજા ભાઈને રૌદ્રધ્યાન રહ્યું.
એટલે પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્કગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્તધ્યાન થાય ને વધુ પસ્તાવો કર કર કર્યા કરે, તો ધર્મધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તે જ, પણ ફેરફાર થયાં કરે છે.
(૧૯૩) પ્રશ્નકર્તા : “આપણે” પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ?
- દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ યુગલનો છૂટકારો થવો જોઈશે ને ? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છૂટકારો નહીં થાય, એટલે જ્યાં સુધી પુદ્ગલને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. કારણ કે પુદ્ગલને શુક્લધ્યાન થાય નહીં. માટે પુદ્ગલને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ, કરાવ કરવાં. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું.
આર્તધ્યાન થવાનું એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય. તો ‘આપણે' એની પાસે પ્રતિક્રમણ કરાવવું.
' (૧૯૪) પ્રશ્નકર્તા : બીજાના દોષ જુએ એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય ? દાદાશ્રી : હા. તે બીજાના દોષો જોવાનો, મહીં માલ ભરી લાવ્યો હોય,
તો એવું જુએ. તો પણ એ પોતે દોષમાં નથી આવતો. એણે પ્રતિક્રમણ કરવું જોઈએ, કે આમ કેમ થાય છે ? એવું ના થવું જોઈએ. બસ એટલું જ એ તો જેવો માલ ભર્યો હોયને, એવું બધું નીકળે. એને આપણે ભરેલો માલ એવું આપણી સાદી ભાષામાં બોલીએ.
(
૧૯) હવે રાત્રે સાત-આઠ જણ આવ્યા. અને ચંદુભાઈ છે કે, એમ કરીને બૂમો પાડે, રાતે સાડા અગિયાર વાગ્યા છે ને, તો તમે શું કહો ? તમારા ગામથી આવ્યા હોય ને, તો એમાં એક-બે ઓળખાણવાળા હોય, અને બીજા બધાં એનાં ઓળખાણવાળા હોય અને દશ-બાર માણસનું આમ ટોળું હોય અને બૂમ પાડે, તો સાડા અગિયાર વાગે શું કહો એ લોકોને ? બારણું ઊઘાડો કે ના ઊઘાડો ?
પ્રશ્નકર્તા : હા. ઊઘાડીએ. દાદાશ્રી : અને પછી શું કહો, એ લોકોને ? પાછા જાવ એમ કહો ? પ્રશ્નકર્તા : ના. ના. પાછા જાવ, એમ કેમ કહેવાય ? દાદાશ્રી : ત્યારે શું કરો ? પ્રશ્નકર્તા : અંદર બોલાવીએ આપણે. ‘આવો અંદર.'
દાદાશ્રી : “આવો પધારો પધારો.” આપણા સંસ્કાર છેને ? એટલે આવો પધારો કહીએ, બધાને સોફાસેટ ઉપર બેસાડીએ. સોફા ઉપર છોક સુઈ ગયું. હોય તો ઝટ ઝટ ઊઠાડી દઈએ અને બાજુમાં કરી દઈએ. સોફા ઉપર બેસાડીએ. પણ મનમાં એમ થાય કે, “અત્યારે ક્યાંથી મૂઆ આવ્યા આ ?!”
હવે આ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે. સામા માણસની ઉપર આપણે આ ભાવ બગાડીએ, આર્તધ્યાન તો પોતે પોતાની જ પીડા ભોગવવી, આ તો પારકાની ઉપાધિ પોતે કરીને પારકા ઉપર આ ‘બ્લેમ’ (આરોપ) કર્યો. “અત્યારે કંઈથી પૂંઆ ?”
હવે તો ય પાછા આપણે શું કહીએ ? આપણાં સંસ્કાર તો છોડે નહીંને ?! ધીમે રહીને કહે, ‘જરાક... જરાક... જરાક...” અલ્યા પણ શું ? ત્યારે કહે, થોડીક ચા.. ત્યારે પેલા એવા હોયને તે કહે. ‘ચંદુભાઈ અત્યારે ચા રહેવા
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
દોને, અત્યારે ખીચડી-કઢી કરી નાખોને, બહુ થઈ ગયું.’ જો આ તારી બૈરીની ગાડી ચાલી. રસોડામાં શું થઈ જાય ?
૪૯
હવે ભગવાનની આજ્ઞા શું છે, જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ કે અત્યારે કંઈથી મૂઆ, એવો ભાવ આવી જ જાય માણસને. અત્યારે તો આ દુષમકાળનું દબાણ એવું છે, વાતાવરણ એવું છે, એટલે એને આવી જાય. મોટો માણસ હોય તેનેય આવી જાય.
હવે આને શા હારું તું મહીં આ ચીતરે છે ? બહાર સારું કરું છું અને અંદર ઊંધું ચીતરે છે. એટલે આ ગયા અવતારનું ફળ ભોગવીએ છીએ કે આપણે આ સારી રીતે બોલાવીએ છીએ અને આ નવું આવતા અવતારનું બાંધીએ છીએ. આપણે અંદરના હિસાબે અત્યારે કંઈથી મૂઆ અવળું બાંધીએ છીએ.
એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે માફી માગી લઈને કહેવું, કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, આ વાતાવરણના દબાણને લઈને બોલી ગયો પણ આવી મારી ઇચ્છા નથી. એ ભલે રહે. તેનું તમે ભૂંસી નાખોને, એટલે તમારો પુરુષાર્થ કહેવાય.
આવું થાય તો ખરું જ, એ તો મોટામાં મોટા સંયમીઓને થાય. એવો કાળ વિચિત્ર છે આ. પણ તમે જો ભૂંસી નાખો તો તમને એવું ફળ મળશે. (૨૦૫)
પ્રશ્નકર્તા : સામાન્ય એક કલાકની અંદર પાંચ-પચીસ અતિક્રમણ થઈ
જાય.
દાદાશ્રી : એ ભેગાં કરીને કરવાં. સામટાં થાય. એ સામટાં પ્રતિક્રમણ કરું છું કહીએ.
પ્રશ્નકર્તા : તો કેવી રીતે કરવું ? શું કહેવું ?
દાદાશ્રી : આ બધાં બહુ થયાં એટલે આ બધાનાં સામટાં પ્રતિક્રમણ કરું છું. વિષય બોલવા કે આ વિષય પર આ બોલવા અને સામટાં પ્રતિક્રમણ કરું
પ્રતિક્રમણ
છું કહીએ એટલે ઉકેલ આવી ગયો, અને છતાં બાકી રહ્યું તો એ ધોઈ નાખીશું. આગળ ધોવાશે. પણ એની પર બેસી ના રહેવું. બેસી રહીએ તો બધાં આખું ય રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. (૨૧૧)
૧૪. ...કાઢે કષાયતી કોટડીમાંથી
પ
પ્રશ્નકર્તા ઃ કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ?
દાદાશ્રી : એ બે ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. ‘હે દાદા ભગવાન ! ભયંકર વાંધો આવ્યો. જબરદસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ? સામાની માફી માગું છું, આપની સાક્ષીમાં, ખૂબ જબરદસ્ત માફી માગું છું.’
પ્રશ્નકર્તા : કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ, તો એ મનમાં અંતર લાબું પડ્યા કરે. અને કોઈની જોડે કોઈ એકાદ-બે, તો અમુકમાં પ્રતિક્રમણ બે-ત્રણ-ચાર વાર, એમ વધારે વાર કર્યા કરવાં પડે કે એક વાર કરે તો આવી જાય બધાનું ?
દાદાશ્રી : જેટલું થાય એટલું એમ કરવું. અને પછી છેવટે જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગાં થઈ જાયને, તો જાણું કરવું કે આ બધા કર્મોનાં મારાથી પ્રતિક્રમણ થતાં નથી. આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું. તે પહોચી ગયું. (૨૧૯)
પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કરીએ, સામા માણસ પર, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ?
દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી. આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ?!
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ૨.
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : થઈ જાય છે ક્રોધ.
દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, “ચંદુભાઈ પ્રતિક્રમણ કરો.' પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે.
(૨૨૦) પ્રશ્નકર્તા હવે નિંદા કરી, ત્યારે ભલે એને જાગૃતિ ન હોય, નિંદા થઈ કે ગુસ્સો આવ્યો તે વખતે નિંદા થઈ જાય.
દાદાશ્રી : તે એને જ કષાય કહે છે, કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે, પણ છતાં ય પોતે જાણતો હોય કે, આ ખોટું થઈ રહ્યું છે, કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલે ય ખબર ના હોય, એમ ને એમ જ જતું રહે. પછી થોડીવાર પછી ખબર પડે. એટલે બન્યું તે ઘડીએ ‘જાણતો’ હતો.
પ્રશ્નકર્તા: અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, એક વાર, બે વાર, ચાર વાર, પાંચ વાર, કહીએ તો ય એની એ જ ભૂલ કરે રાખે. તો પછી ગુસ્સો આવે, તો શું કરવાનું એનું ?
દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તો તમને ક્યાં ગુસ્સો આવે છે. ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું. હવે દાદા મળ્યા છે, જરા ગુસ્સો ઓછો કરો ને.
પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્યુવ (સુધારો) નથી થતી. તો શું કરવું એને ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો, એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે એ કામ બરોબર કરતી નથી.
પ્રશ્નકર્તા: પણ એને તે વખતે સામે દુઃખ થાય ને આપે કહ્યું છે ને દુ:ખ નહીં આપવાનું બીજાને.
દાદાશ્રી : દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય એને, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એના નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતાં. દુઃખ તો ક્યારે આવે ? આપણો હેતુ જો હોય તો, દુઃખ ઉત્પન્ન થાય. આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને, કે એને સીધો કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય.
(૨૨૧) ગુસ્સાનો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખાં થઈને ચાલ્યાં ગયાં. એટલી તમારી ફરજ.
પ્રશ્નકર્તા : ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ?
દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી પરાક્રમ કોને કહેવાય ?
દાદાશ્રી : પરાક્રમ તો આ પુરુષાર્થની ય ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય. આ તો લ્હાય બળતી હોય તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું ? એ બધાને જાણે, અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ. અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતાં, કરતાં બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે એની મેળે. નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય કુદરતી. પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સહુ સહુને ઘેર બધું. અને મહીં ઠંડક છે. હવે મહીં ઠંડક છે ને ?
(૨૨૨) પ્રતિક્રમણથી બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે, માટે સંપૂર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તો ય પણ એને થોડું
દાદાશ્રી : તે તો આપણે ‘ચંદુભાઈને' કહેવું, એને ટૈડકાવો. જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે, આ સમભાવે નિકાલ કરીને ટેડકાવો. અમથા, અમથા નાટકીય ઢબે લઢવું કે, આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ? એવું બધું કહેવું.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
ઢીલું થાય, પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય.
કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતી પદ છે, સંસારમાં બેઠાં ય ! એવું આ ‘અક્રમ વિજ્ઞાનનું સર્વવિરતી પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠાં, ધુપેલ, ઑઈલ માથામાં નાખતાં ય, કાનમાં અત્તરનાં પૂમડાં ઘાલીને ફરતો હોય પણ એને કોઈને ય દોષ ના દેખાય.
(૨૩૧). વીતષ થયો તેને એકાવતારી કહેવાય છે. એમાં, વીતદ્વેષમાં જેને કાચું રહ્યું હોય, તેને બે-ચાર અવતાર થાય.
(૨૩૨) ૧૫. ભાવ અહિંસાની વાટે.. પ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં, કોઈ બી જાતના જીવ સાથે લેણ-દેણ હોય તો, આપણે એનાં પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છૂટકારો આપી
જ પશ્ચાતાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુઃખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી.
(૨૩૬) પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ? દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ? પ્રશ્નકર્તા : દાઝી જવાય. દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ? પ્રશ્નકર્તા: દાઝે.
દાદાશ્રી : એ હઉ દાઝે ? એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં.
(૨૩૭) પ્રશ્નકર્તા : કોઈ મહાત્માને જ્ઞાન પછી, રાત્રે મચ્છર કૈડતા હોય, તો તે રાત્રે ઊઠીને મારવા માંડે, તો તે શું કહેવાય ?
દાદાશ્રી : એ ભાવ બગડ્યો કહેવાય. જ્ઞાનની જાગૃતિ ન કહેવાય. પ્રશ્નકર્તા : એને હિંસક ભાવ કહેવાય.
દાદાશ્રી : હિંસક ભાવ તો શું પણ હતો તેવો થઈ ગયો કહેવાય. પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા: પાછું ફરી તેવું ને તેવું, બીજે દહાડે કરે તો ? દાદાશ્રી : અરે, સો વખત કરે તો ય પ્રતિક્રમણથી ધોવાઈ જાય. (૨૩૭) મારી નાખવાનો તો વિચારે ય ના કરવો. કોઈ પણ વસ્તુ ના ફાવે તો
દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : પણ એ શું બોલાય ?
દાદાશ્રી : જે જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયાં હોય, તે બધા મને માફ કરો.
પ્રશ્નકર્તા : જીવમાત્ર ? દાદાશ્રી : જીવમાત્રને.
પ્રશ્નકર્તા ઃ એટલે પછી એમાં વાયુકાય, તેઉકાય, બધા જીવો આવી જાય.
દાદાશ્રી : એ બધું બોલ્યા, એટલે એમાં બધું આવી જાય. પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું? દાદાશ્રી : અજાણથી હિંસા થાય પણ ખબર પડે એટલે આપણને તરત
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
બહાર મૂકી આવવી. તીર્થંકરોએ ‘માર’ શબ્દ હઉ કાઢી નખાવેલો. ‘માર’ શય ના બોલશો કહે છે. ‘માર’એ ય જોખમવાળો શબ્દ છે. એટલું બધું અહિંસાવાળું, એટલા બધા પરમાણુ અહિંસક હોવા જોઈએ.
૫૫
પ્રશ્નકર્તા : ભાવહિંસા અને દ્રવ્યહિંસાનું ફળ એક જ પ્રકારનું આવે ? દાદાશ્રી : ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને સિનેમાની પેઠે સિનેમા ચાલે છે ને, તે આપણે જોઈએ છીએ. એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ વર્તે. અને દ્રવ્યહિંસા તો દેખાય, પ્રત્યક્ષ, મન-વચનકાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે. તમે કહો કે જીવોને બચાવવા જેવા છે. પછી બચે કે ના બચે, તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ. (૨૪૦)
પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે ‘મન, વચન, કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો’ પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપણ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?
દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપણ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ.
પ્રશ્નકર્તા : પણ, આ પાપ તો થવાનું જ ને ?
દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો
પ્રતિક્રમણ
આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. સમજણ પડે છે તમને ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી અમારી જવાબદારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે ?
૫૬
ખેતીવાડીમાં જીવજંતુ મરે તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દશ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું તેના જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું તેનો મને વાંધો નથી. પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર. (૨૪૧)
પ્રશ્નકર્તા : તમે પેલું વાક્ય કહ્યું હતું ને કે કોઈ જીવમાત્રને મન, વચન, કાયાથી દુઃખ ન હો. એટલું સવારમાં બોલે તો ચાલે કે ના ચાલે ?
દાદાશ્રી : એ પાંચ વખત બોલે, પણ આ એવી રીતે બોલવું જોઈએ કે પૈસા ગણેને અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ.
રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય, જેવું અંતઃકરણ હોય એવું બોલતી વખતે રાખવું પડે. (૨૪૩)
૧૬. વસમી વેરતી વસુલાત...
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત સામા જોડે ચૂકવવા જવું પડેને ?
દાદાશ્રી : ના, એને ચૂકવવાનું નથી. આપણે બંધાયેલા રહ્યા. સામા જોડે આપણે કશું લેવા-દેવા નથી.
પ્રશ્નકર્તા : પણ આપણે ચૂકવવું પડેને ?
દાદાશ્રી : એટલે આપણે જ ફરી બંધાયેલા છીએ. માટે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણથી મટે. તેથી તો તમને હથિયાર આપેલુંને, પ્રતિક્રમણ ! (૨૪૭)
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૫૮
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ને વેર છોડી દઈએ. પણ સામો વેર રાખે તો ?
દાદાશ્રી : ભગવાન મહાવીર ઉપર એટલા બધા લોક રાગ કરતા હતા ને દ્વેષ કરતા હતા, તેમાં મહાવીરને શું ? વીતરાગને કશું ચોંટે નહીં. વીતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે, ને પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે. તે તેલવાળાને બધી ધૂળ ચોંટે.
પ્રશ્નકર્તા : આ બે વ્યક્તિની વચ્ચે જે વેર બંધાય છે, રાગ-દ્વેષ થાય છે, હવે એમાં હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં, તો એ પાછી આવતા ભવે આવીને એ રાગ-દ્વેષનો હિસાબ પૂરો કરે છે ? કારણ કે એ વેર એનું તો એણે ચાલુ રાખેલું જ છે ને ?!
દાદાશ્રી : પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડે, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ?
(૨૪૯) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તે ટાઈમે જ અતિક્રમણ થાય તો શું કરવું ?
દાદાશ્રી : પછી થોડીવાર પછી કરવું. આપણે દારૂખાનું હોલવવા ગયા ત્યાં ફરી એક ટેટો ફૂટ્યો તો આપણે ફરી જવું. પાછા થોડીવાર પછી હોલવવું. એ તો ટેટા ફૂટ્યા જ કરવાના. એનું નામ સંસાર.
(૨૫૧) એ વાંકું કરે, અપમાન કરે તોય અમે રક્ષણ મૂકીએ. એક ભાઈ મારી જોડે સામા થઈ ગયેલા. મેં બધાને કહ્યું એક અક્ષર અવળો વિચારવો નહીં. અને અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરજો. એ સારા માણસ છે પણ એ લોકો શેના આધીન છે ? કષાયના આધીન છે. આત્માના આધીન નથી આ. આત્માના આધીન જ હોય તે આવું સારું બોલે નહીં. એટલે કષાયના આધીન થયેલો માણસ કોઈપણ જાતનો ગુનો કરે તે માફ કરવા જેવો. એ પોતાના આધીન જ નથી બિચારો ! એ કષાય કરે તે ઘડીએ આપણે દોરો શાંત મુકી દેવો જોઈએ. નહીં તો, તે ઘડીએ બધું ઊંધું જ કરી નાખે. કષાયને આધીન
એટલે ઉદયકર્મને આધીન. જે ઉદય આવ્યું એવું ફરે. (૨૫૫)
૧૭. વારણ, મૂળ' કારણ અભિપ્રાયતું... સામો ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દશ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? ના ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો ના જોઈએ. જે બને તે ખરું એમ રાખવું.
૨૫૭) પ્રશ્નકર્તા : છતાં અવળો અભિપ્રાય બંધાઈ જાય તો શું કરવું ?
દાદાશ્રી : બંધાઈ જાય તો માફી માગવાની. જેના માટે અવળો અભિપ્રાય બંધાઈ ગયો એના એ જ માણસની માફી માગવાની.
પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય આપવો કે નહીં ?
દાદાશ્રી : કોઈ અભિપ્રાય જ આપવો નહીં. અને એ અપાઈ જાયને, તે પછી ભૂંસી નાખવું આપણે. ભૂંસી નાખવાનું સાધન છે તમારી પાસે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનું ‘અમોઘ શસ્ત્ર'.
(૨૫૮) પ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ?
દાદાશ્રી : જ્યારથી નક્કી કર્યું કે કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્તિ થયા પછી, પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે, પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એનાં પ્રતિક્રમણ કરવાં. (૨૫૯)
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ
અભિપ્રાય ના બંધાય એટલું જરા જોવું. મોટામાં મોટું સાચવવાનું છે અભિપ્રાયનું. બીજું કશું વાંધો નથી. કોઈકનું જોતા પહેલાં જ અભિપ્રાય બંધાય, આ સંસાર જાગૃતિ એટલી બધી કે અભિપ્રાય બંધાઈ જાય. એટલે અભિપ્રાય બંધાઈ જાય કે આપણે છોડી નાખવો. અભિપ્રાય માટે બહુ સાવચેત રહેવાની જરૂર છે. એટલે અભિપ્રાય બંધાશે તો ખરા, પણ બંધાય તો આપણે તરત છોડી નાખવો. અભિપ્રાય પ્રકૃતિ બાંધે છે, ને પ્રજ્ઞાશક્તિ અભિપ્રાય છોડ્યા કરે છે. પ્રકૃતિ અભિપ્રાય બાંધ્યા કરવાની, અમુક ટાઈમ સુધી બાંધ બાંધ જ કરશે, પણ આપણે એને છોડ છોડ કરવાં. અભિપ્રાય બંધાયા તેની તો આ બધી ભાંજગડ થઈ છે.
પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવું કેવી રીતે ?
દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે ‘આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય ?’ એવું કહીએ તે, અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે ‘આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? આ તે તમે કેવું કરો છો ?’ એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય. (૨૬૦)
પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો. આ પ્રતિક્રમણ કરો એટલે પેલો અભિપ્રાય તૂટી ગયો. અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. જો મને કોઈ પણ માણસ ઉપર સહેજે મારો અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગાનુસાર, ચોરી કરે અને હું જાતે જોઉં તોય એને ચોર હું કહું નહીં. કારણ કે સંજોગાનુસાર છે. જગતના લોકો શું કહે છે કે જે પકડાયો એને ચોર કહે છે. સંજોગાનુસાર હતો કે કાયમ ચોર હતો, એવું જગતનાં લોકોને કંઈ પડેલી નથી. હું તો કાયમ ચોરને ચોર કહું છું. અને સંજોગાનુસારને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય જ બદલતો નથી. કોઈપણ માણસનો મેં અત્યાર સુધી બદલ્યો નથી.
(૨૬૨)
પ્રતિક્રમણ
આપણે શુદ્ધ થયા, અને ચંદુભાઈને શુદ્ધ કરવા એ આપણી ફરજ. એ પુદ્ગલ શું કહે છે કે ભઈ, અમે ચોખ્ખા જ હતા. તમે અમને બગાડ્યા, ભાવ કરીને, અને આ સ્થિતિએ અમને બગાડ્યા. નહીં તો અમારામાં લોહી, પરુ, હાડકાં કશું જ નહોતું. અમે ચોખ્ખા હતા. તમે અમને બગાડ્યા. માટે તમારે જો મોક્ષે જવું હોય તો તમે એકલા જ શુદ્ધ થઈ ગયા એટલે દહાડો વળશે નહીં. અમને શુદ્ધ કરશો તો જ તમારો છૂટકારો થશે. (૨૬૫)
૧૮. વિષય જીતે તે રાજાઓનો રાજા !
૬૦
પ્રશ્નકર્તા : એક વખત વિષયનું બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?
દાદાશ્રી : બીજ પડી જ જાયને. એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછાવત્તા થઈ જાય એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય.
તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરેને, એટલે ઓછું થઈ જાય ! (૨૭૨)
અત્યારે ફક્ત આંખને સંભાળી લેવી. પહેલાં તો બહુ કડક માણસો, આંખો ફોડી નાખતા'તા. આપણે આંખો ફોડી નાખવાની નહીં. એ મૂર્ખાઈ છે, આપણે આંખ ફેરવી નાખવાની. એમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. એક મિનિટ પણ પ્રતિક્રમણ ચૂકશો નહીં. ખાધા-પીધામાં વાંકું થયું હશે તો ચાલશે. સંસારનો મોટામાં મોટો રોગ જ આ છે. આને લઈને જ સંસાર ઊભો રહ્યો છે. આના મૂળિયા પર સંસાર ઊભો રહ્યો છે. મૂળ જ છે આ. હક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જાય. પ્રશ્નકર્તા : અમે અણહક્કનું તો ખાધું છે.
જ
દાદાશ્રી : તો ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરોને, હજુ ભગવાન
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૬૨
પ્રતિક્રમણ
બચાવશે. હજુ દેરાસરમાં જઈને પશ્ચાતાપ કરો. અણહક્કનું ખાઈ ગયા હોય તો હજુ પશ્ચાતાપ કરો, હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાતાપ કરો.
(૨૭૪) પ્રશ્નકર્તા: એક ડર લાગ્યો, હમણાં આપે કહ્યું કે સિત્તેર ટકા માણસોને પાછા ચાર પગમાં જવાનું છે તો હજી અમારી પાસે અવકાશ ખરો કે નહીં ?
દાદાશ્રી : ના, ના. અવકાશ રહ્યો નથી, માટે હજુ જો ચેતોને કંઈ.... પ્રશ્નકર્તા : મહાત્માઓની વાત કરે છે.
દાદાશ્રી : મહાત્માને જો કદી મારી આજ્ઞામાં રહેને તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં.
એટલું શું લોકોને કહું છું કે હજુ ચતાય તો ચેતો. હજુ માફી માગી લેશોને તે માફી માગવાનો રસ્તો છે.
આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય, કોઈ સગાવહાલાને, અને મહીં ગાળો દીધી હોય, આપણે ખૂબ ગાળો દીધી હોય, આખા કાગળમાં બધી ગાળોથી જ ભર્યો હોય, અને પછી નીચે લખીએ કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારે માટે બોલ્યો છું, પણ મને માફ કરી દેજો. તો બધી ગાળો ભૂંસી નાખે કે ના ભૂંસી નાખે ? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફે ય કરે ! એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો, તમારા ઇષ્ટ દેવ પાસે માગી લેજો. અને ના માગતા હોય તો મારી પાસે માગી લેજો. હું તમને માફ કરી આપીશ. પણ બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે અને તેમાં ચંદુભાઈ પણ ગમે તેમ વર્તે છે. એનો અર્થ જ નથી ને. જવાબદારી ભરેલું જીવન ! એટલે સિત્તેર ટકા તો હું બીતાં બીતો કહું છું. હજુ ચેતવું હોય તો ચેતી જજો. આ છેલ્લી તમને બાંયધરી આપીએ છીએ. ભયંકર દુઃખો ! હજુ પ્રતિક્રમણરૂપી હથિયાર આપીએ છીએ. પ્રતિક્રમણ કરશો તો તો હજુ કંઈક બચવાનો આરો છે અને અમારી આજ્ઞાથી જો કરશો તો તમારું જ ઝપાટાબંધ કલ્યાણ થશે. પાપ ભોગવવાં પડશે પણ આટલા બધાં નહીં.
હજારો માણસોની રૂબરૂમાં કોઈ કહે કે “ચંદુભાઈમાં અક્કલ નથી તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે ઓહોહો, આપણે જાણતા હતા કે ચંદુભાઈનામાં અક્કલ નથી, પણ આ તો એ હઉ જાણે છે, ત્યારે જુદાપણું રહેશે !
(૨૭૭) આ ચંદુભાઈને અમે રોજ બોલાવીએ, કે આવો ચંદુભાઈ આવો ! અને પછી એ દહાડો ના બોલાવીએ, એનું શું કારણ ? એમને વિચાર આવે કે આજે મને આગળ ન બોલાવ્યો. અમે ચઢાવીએ એને, પાડીએ. ચઢાવીએ અને પાડીએ, એમ કરતું કરતું જ્ઞાનને પામે. જ્ઞાન પામવા માટે છે આ બધી ક્રિયાઓ અમારી. અમારી હરેક ક્રિયાઓ જ્ઞાન પામવા માટે છે. દરેકની જોડે જુદી જુદી હોય, એની પ્રકૃતિ નીકળી જ જવી જોઈએ ને. પ્રકૃતિ તો કાઢવી જ પડશે. પારકી વસ્તુ ક્યાં સુધી આપણી પાસે રહે ?!
પ્રશ્નકર્તા : ખરી વાત છે, પ્રકૃતિ નીકળ્યા સિવાય છૂટકો જ નથી.
દાદાશ્રી : હં. અમારી તો કુદરતે કાઢી આપી, અમારી તો જ્ઞાને કાઢી આપી. અને તમારી તો અમે કાઢીએ ત્યારે જ ને, નિમિત્ત છીએ ને !! (૨૭૭)
૧૯. જૂઠના બંધાણીતે.. પ્રશ્નકર્તા ઃ આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય
દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ , જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મ બંધ કરે છે. આપને સમજમાં આવ્યું? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ?
પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ.
દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે ‘શું કરું ?! આવું જૂઠું ના
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે, અને જૂઠું બોલવું એ જ બંધન છે.' એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારાં જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે.
‘રિલેટિવ ધર્મ” કેવો હોવો જોઈએ કે જૂઠું બોલાય તો બોલ પણ તેનું પ્રતિક્રમણ કર.
(૨૮૦) ૨૦. જાગૃતિ, વાણી વહે ત્યારે... મનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય. પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી વાણીના એ બધા દોષો માફ થઈ જશેને ?
દાદાશ્રી : દોષો ઊભા રહે, પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણને ‘આ’ કર્યું કે ખંખેરાઈ જાય બધાં પ્રતિક્રમણથી. એમાંથી રસકસ ઊડી જાય બધો.
કર્તાનો આધાર હોયને તો કર્મ બંધાય. હવે તમે કર્તા નથી. એટલે પાછલાં કર્મ હતાં તે ફળ આપીને જાય. નવાં કર્મ બંધાય નહીં. (૨૮૫)
પ્રશ્નકર્તા : માણસ અકળાઈને બોલ્યા એ અતિક્રમણ નથી થતું ? દાદાશ્રી : અતિક્રમણ જ કહેવાયને !
પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી ગઈ ને તેનું પ્રતિક્રમણ ના કરીએ તો થાય શું ?
દાદાશ્રી : એવી વાણી નીકળી ગઈ, તે એનાથી તો સામાને ઘા લાગે, એટલે પેલાને દુઃખ થાય. સામાને દુઃખ થાય એ આપણને કેમ પસંદ પડે તે ?
પ્રશ્નકર્તા : એનાથી બંધન થાય ?
દાદાશ્રી : આ કાયદાથી વિરુદ્ધ કહેવાયને ? કાયદાની વિરુદ્ધ ખરુંને ? કાયદાની વિરુદ્ધ તો ન જ હોવું જોઈએ ને ? અમારી આજ્ઞા પાળો ને, એ ધર્મ કહેવાય. અને પ્રતિક્રમણ કરવાં એમાં નુકસાન શું આપણને ? માફી માગી લો અને ફરી નહીં કરું એવા ભાવ પણ રાખવાના. બસ આટલું જ. ટૂંકું કરી નાખવાનું એમાં ભગવાન શું કરે ? એમાં ક્યાં જાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે, તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા ? કારણ કે, આપણો વ્યવહાર એવો હતો તેથી. ને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.
(૨૮૬) પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે, અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?
દાદાશ્રી : આ વાક્યનો આધાર લેવાય જ નહીંને ? તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું.
અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીંને ? (૨૮૭)
પ્રશ્નકર્તા : પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે ?
દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે. એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે, અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે તેનો વાંધો નથી. હા, આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી, સામાને આપણા નિમિત્તે દુ:ખ પડે તો એ દોષ લાગે !
(૨૮૯) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની અસર ના થાય તો એનું કારણ શું આપણે પૂરા ભાવથી નથી કર્યું કે સામી વ્યક્તિનાં આવરણ છે ?
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે નહીં જોવાનું. એ તો ગાંડો ય હોય. આપણા નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ, બસ !
પ્રશ્નકર્તા એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.
દાદાશ્રી : એને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપણી ‘રિસ્પોન્સિબિલિટી” (જવાબદારી) છે. હા, દુઃખ ના થાય એના માટે તો આપણી લાઈફ (જિંદગી) છે.
પ્રશ્નકર્તા : પછી ધારો કે એ છતાંય સામાને સમાધાન ના થતું હોય, તો પછી પોતાની જવાબદારી કેટલી ?
દાદાશ્રી : રૂબરૂમાં જઈને જો આંખથી થતું હોય તો આંખ નરમ દેખાડવી. છતાંય આમ માફી માગતાં ઉપર ટપલી મારે તો, સમજી જવું કે આ કમજાત છે. છતાં નિકાલ કરવાનો છે. માફી માગતાં જો ઉપર ટપલી મારે તો જાણવું કે આની જોડે ભૂલ તો થઈ છે, પણ છે માણસ કમજાત માટે નમવાનું બંધ કરી દો.
(૨૯૦). પ્રશ્નકર્તા: હેતુ સારો હોય તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે પેલાને દુઃખ થાય અને વ્યવહારમાં લોકો કહેશેને, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તોય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધાય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તોય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવા આ કપડા ઉપરના ડાઘ છે.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. એનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો?
દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?
દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે.
(૨૯૧) હવે આ અમે કોઈની ગમ્મત કરીએ તો એનાંય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાયને !
દાદાશ્રી : ના, પણ એય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે. પણ અમારે તો કરવો પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ ‘ટેપરેકર્ડ' નીકળેને, તે પછી ઝાંખી નીકળે.
બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (કડક મગજ) હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો, બધાંની. સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.
પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે? કઈ જાતનાં જોખમ આવે ?
દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. (૨૯૫)
પ્રશ્નકર્તા : જેને નવું ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો ?
(૨૯૩)
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે, ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.
દાદાશ્રી : એટલે તમારી જવાબદારી રહે નહીં. જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.
મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા'ને સંભારીને કહેવું કે, “હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ. માટે તેની માફી માગું છું. અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ નહીં કરવાની શક્તિ આપો.” “શુદ્ધાત્મા'ને સંભાર્યા અથવા ‘દાદા'ને સંભાર્યા ને કહ્યું કે “આ ભૂલ થઈ ગઈ” એટલે એ આલોચના ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે.
(૨૯૭) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ?
દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ.
(૨૯૮). ૨૧. છૂટે પ્રકૃતિદોષો આમ... આ સત્સંગનું પોઈઝન પીવું સારું છે. પણ બહારનું અમૃત પીવું ખોટું
છે. કારણ કે આ પોઈઝન પ્રતિક્રમણવાળું છે. અમે બધા ઝેરના પ્યાલા પીને મહાદેવજી થયા છીએ.
(૨૯૯) પ્રશ્નકર્તા : આપની પાસે ખૂબ આવવાનું વિચારીએ પણ અવાતું નથી.
દાદાશ્રી : તમારા હાથમાં શું સત્તા છે ? તો પણ આવવાનું વિચારે, અવાતું નથી એના મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને કહીએ કે, ચંદુભાઈ પ્રતિક્રમણ કરીને, જલદી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો. પ્રત્યાખ્યાન કરો. આવી ભૂલચૂક થઈ માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું.
અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે ? અને કાર્ય નથી થતું ? ભાવ શાથી આવે છે કે કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ? (બનવાનું તેના પડઘા પડે પહેલેથી) આ બધી વાત થવાની છે.
પ્રશ્નકર્તા : આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું?
દાદાશ્રી : “આ મારા અહંકાર લઈને આ ચિંતા થાય છે. હું કંઈ આનો કર્તા ઓછો છું ? એટલે દાદા ભગવાન ક્ષમા કરો.” એવું કંઈક તો કરવું પડેને ? ચાલે કશું ?
પ્રશ્નકર્તા : આપણે બહુ ઠંડી પડી, બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો જ્યાં રાગ-દ્વેષ થતો હોય, ‘ફાઈલ” હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પણ જેણે ખારી કરી તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે.
પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ. ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ‘ડિસ્ચાર્જ રૂપે છે. પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ ? તેનો દોષ લાગે.
વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે, “દાદા, મને વાંચવાની શક્તિઓ આપો.' અને જો કોઈ વાર ભૂલી જવાય તો ઉપાય કરવો. બે વાર
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૬૯
પ્રતિક્રમણ
નમસ્કાર કરવા અને કહેવું કે ‘દાદા ભગવાન, મારી ઇચ્છા નથી છતાં ય ભૂલી ગયો તો તેની માફી માગું છું. તે ફરી આવું નહીં કરું.’
ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ.
‘ડિસ્ચાર્જ'માં જે અતિક્રમણો થયેલાં હોય છે તેનાં આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુ:ખ પહોંચાડે તેવા ‘ડિસ્ચાર્જ'નાં પ્રતિક્રમણો કરવાનાં. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેનાં પ્રતિક્રમણ ના હોય. પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે ?
દાદાશ્રી : સામી વ્યક્તિને પહોંચે. નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે. એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણાં પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે. જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય.
(૩૧). પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ ન કરીએ ?
દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી. ચંદુભાઈ કરે ને તમે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો.
નિજસ્વરૂપની પ્રાપ્તિ પછી સાચાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ.
આપણું પ્રતિક્રમણ એટલે શું ? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીયે તે આપણું પ્રતિક્રમણ છે. (૩૦૨)
પ્રશ્નકર્તા : ઊંઘમાંથી જાગતાં જ પ્રતિક્રમણ શરૂ થાય છે. દાદાશ્રી : આ ‘પ્રતિક્રમણ આત્મા’ થયો. શુદ્ધાત્મા તો છે પણ આ
પ્રતિષ્ઠિત આત્મા તે ‘પ્રતિક્રમણ આત્મા” થઈ ગયો. લોકોને કષાયી આત્મા છે. કોઈ એકુંય પ્રતિક્રમણ કરી શકે તેમ નથી વર્લ્ડમાં.
જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મને વાણી ચોખ્ખાં થતાં જાય.
પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું. આલોચના - પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું. જેટલા દોષ દેખાયા એટલા કમાયા. એટલાં પ્રતિક્રમણ કરવાનાં.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે એ અંતરાય-કર્મ છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિદોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છે ને ?
પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી.
દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને ના પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો ના ય વાગે, આને અંતરાય ના કહેવાય.
(૩૦૩) પ્રશ્નકર્તા: ‘સમભાવે નિકાલ કરવાનો દ્રઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે, એ શાથી ?
દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે ? સોએક જગ્યાએ ? પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૭૧
પ્રતિક્રમણ
દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય. ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા ફોર્સ'થી નિકાચિત થયું હોય તેટલાં જ “ફોર્સ’વાળા પ્રતિક્રમણથી એ ધોવાય.
(૩૪) પ્રશ્નકર્તા: આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું. આવી ભૂલ ફરી નથી જ કરવી. એવું હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ભાવ સાથે નક્કી કરે. છતાં ય ફરી એવી ભૂલ થાય, કે ના થાય ? એ પોતાના હાથમાં ખરું?
દાદાશ્રી : એ તો થાય ને પાછી. એવું છે ને આપણે અહીં આગળ એક દડો લાવ્યા અને મને આપ્યો, હું અહીંથી નાખું. મેં તો એક જ કાર્ય કરેલું. મેં તો એક જ ફેરો દડો નાખ્યો. એટલે હું કહું કે હવે મારી ઇચ્છા નથી. તું બંધ થઈ જા. તો એ બંધ થઈ જશે ?
પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : તો શું થશે ? પ્રશ્નકર્તા : એ તો ત્રણ-ચાર-પાંચ વખત કૂદશે.
દાદાશ્રી : એટલે આપણા હાથમાંથી પછી નેચરના હાથમાં ગયો. પછી નેચર જ્યારે ટાઢો પાડે ત્યારે, તે એવું આ બધું છે. આપણી જે ભૂલો છે, એ નેચરના હાથમાં જાય છે !!
પ્રશ્નકર્તા: નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે ? - દાદાશ્રી : બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો એટલી બધી અસર થાય છે સામા માણસને કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો, તો એ માણસની અંદર કંઈ નવી જાતનો, બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ. ચોખ્ખો થયેલો, ‘હું શુદ્ધાત્મા છું' એવા ભાનવાળો. તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ
તો અમારું હથિયાર છે મોટામાં મોટું !
(૩૦૫) “જ્ઞાન” ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે ના, ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો તેનું પ્રતિક્રમણ કરો.' અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં, ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.
મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, “મેલ છાલ’ ! અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી ! આટલું બધું આ ‘સાયન્સ' છે !!! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. (૩૬)
૨૨. તિકાલ, ચીકણી ફાઈલોતો ! ઘણા માણસો મને કહે છે કે, ‘દાદા સમભાવે નિકાલ કરવા જઉ છું પણ થતું નથી !' ત્યારે હું કહું છું, અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય. તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહેને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પડે તો તે “નેચર'ના આધીન છે. (૩૦૮)
સામાના દોષો દેખાતા બંધ થાય તો સંસાર છૂટે. આપણને ગાળો ભાંડે. નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે. નહીં તો સંસાર છૂટે નહીં.
હવે બધા લોકોના દોષ દેખાતા બંધ થઈ ગયા ? પ્રશ્નકર્તા : હા, દાદા. કોઈવાર દોષ દેખાય તો પ્રતિક્રમણ કરી લઉં.
દાદાશ્રી : રસ્તો આ છે કે ‘દાદાની આજ્ઞામાં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે. અને જેટલી આશામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તો ય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે, તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૩૩
પ્રતિક્રમણ
હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એના પક્ષમાં જ હોય, ઘરનાં માણસો.
(૩૧૨) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ, આ મૂળ સિદ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુદ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ભાવ છે, ખરાબ ભાવ છે, એ ઓછા થાયને ?
દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તુટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું. સામાને માટે લેવા-દેવા નથી. સામાને શુદ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુદ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ.
પ્રશ્નકર્તા તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય, એ ઓછો થાય ને ?
દાદાશ્રી : ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય. શુદ્ધાત્મા જોવાથી ના થાય, પણ પ્રતિક્રમણ કરો તો થાય.
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં ?
એક ફેર આંબા પર વાંદરો આવ્યો હોય ને કેરીઓ તોડી નાખે, તો પરિણામ ક્યાં સુધી બગડે કે આ આંબો કાપી નાખ્યો હોય તો સારું. આવું કરી નાખે. હવે ભગવાનની સાક્ષીએ વાણી નીકળેલી કંઈ નકામી જતી હશે ? પરિણામ ના બગડે તો કશું ય નથી. બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય. આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને અંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે. (૩૧૯)
આ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થયા હોય, તેનું શુદ્ધીકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધીકરણ થાય અને સમતામાં રહેવાનું.
પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ?
દાદાશ્રી : હજુ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાતાપ કરીને એને ધોઈ નાખવા પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલાં થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય !
પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન મળ્યા પહેલાં નર્કનું બંધ પડી ગયાં હોય તો નર્ક જવું પડે ને ?
દાદાશ્રી : એવું છે કે આ જ્ઞાન જ એવું છે કે પાપો બધાં ભસ્મીભૂત થઈ જાય છે, બંધ ઊડી જાય છે. નર્ક જનારા હોય પણ તે પ્રતિક્રમણ કરે, જીવતા હોય ત્યાં સુધીમાં, તો તેનું ધોવાઈ જાય. પોસ્ટમાં કાગળ નાખ્યા પહેલાં તમે લખો કે ઉપરનું વાક્ય લખતાં મનનું ઠેકાણું ન હતું તો તે ઊડી જાય.
પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ?
દાદાશ્રી : થાયને, અસર થાય. જોઈએ તો ય ફાયદો થાય. પણ એકદમ ના ફાયદો થાય. પછી ધીમે ધીમે ધીમે ! કારણ કે શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી, સારા માણસ ને ખોટા માણસ, એ રીતે જોયું છે. બાકી શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું નથી.
(૩૧૮) - જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ, તો વાધે ય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે. અને વાઘ શુદ્ધાત્મા છે એવું ધ્યાન રહે, તો એ શુદ્ધાત્મા જ છે ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૭૫
પ્રતિક્રમણ
દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડા ગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય..
કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાનો, કંઈક ચીકણો થઈ ગયેલો ને તે પુરા થઈ જશે. એમાં છૂટકો જ નહીંને ! આ તો રઘા સોનીનો કાંટો છે. ન્યાય, જબરજસ્ત ન્યાય ! ચોખ્ખો ન્યાય. પ્યોર ન્યાય ! એમાં ચાલે નહીં પોલંપોલ.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ? દાદાશ્રી : ઓછા થાયને ! ને જલદી નિવેડો આવી જાય. (૩૨૦)
પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ?
દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોટું યાદ હોય, તો કરાય. મોટું સ્ટેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથી ય કરાય, તો એને પહોંચી જાય બધું.
(૩૨૧) ૨૩. મત માંડે મોંકાણ ત્યારે.... મહાત્માઓને ભાવ-અભાવ હોય છે પણ એ નિકાલીકર્મ છે ભાવકર્મ નથી. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ ને ભાવાભાવ એ બધાં નિકાલી કર્મ છે. તેનો સમભાવે નિકાલ કરવાનો છે. આ કર્મો પ્રતિક્રમણ સહિત નિકાલ થાય. એમ ને એમ ના નિકાલ થાય.
પ્રશ્નકર્તા : કો'ક વખત આપણું અપમાન કરી નાખે તો ત્યાં મનના પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય.
દાદાશ્રી : આપણે તો એ વખતે શું બન્યું એનો વાંધો નહીં. અરે દેહનો ય પ્રતિકાર થઈ ગયો, તોય એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને મનનો પ્રતિકારે ય બંધ
થઈ જાય, છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે દેહનો ય પ્રતિકાર થઈ જાય. તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા: વિચારનાં પ્રતિક્રમણ કરવાં પડે ?
દાદાશ્રી : વિચાર જોવાના. એનાં પ્રતિક્રમણ નહીં. બહુ ખરાબ વિચાર, હોય કો'કના માટે, તો એના માટે પ્રતિક્રમણ કરવાં પડે. પણ કોઈને નુકસાન કરનારી ચીજ હોય ત્યારે જ. એમને એમ આવે, બધે ગમે તેવું આવે, ગાયના, ભેંસના બધી જાતના વિચાર આવે, એ તો આપણા જ્ઞાનથી ઊડી જાય. જ્ઞાને કરીને જોઈએ તો ઊડી જાય. એને જોવાના ખાલી, એનાં પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ તો આપણું કોઈને તીર વાગ્યું હોય, તો જ હોય.
આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.
(૩૨૩) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય. પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ?
દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે ‘વિચાર સારો હોવો જોઈએ.’ એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી, નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, “બધા સારા છે” સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે. (૩૨૪)
ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : ચોખું મન એટલે શું ?
દાદાશ્રી : ચોખું મન એટલે સામાને માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકાં ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે.
પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું, ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ?
દાદાશ્રી : હા. એ ખરું, પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય, અને અમુક બાબતમાં ના થયું હોય, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.
આપણે શુદ્ધાત્માનો ચોપડો ચોખ્ખો રાખવો. તે રાત્રે ચંદુભાઈને કહેવું કે જેનો જેનો દોષ દેખાયો હોય તેની જોડે ચોપડો ચોખ્ખો કરી નાખવો. મનના ભાવો બગડી જાય તો પ્રતિક્રમણથી બધું શુદ્ધિકરણ કરી આપે. બીજો કોઈ ઉપાય નથી. ઇન્કમટેક્ષવાળો ય દોષિત ના દેખાય એવું રાત્રે કરીને સૂઈ જવાનું. ચંદુભાઈને કહેવાનું. આખું જગત નિર્દોષ જોઈને પછી ચંદુભાઈને સૂઈ જવા
(૩૨૭). પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ પ્રત્યક્ષમાં થવું જોઈએ ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ પાછળથી થાય તો ય વાંધો નથી.
પ્રશ્નકર્તા : મેં તમારી અવહેલના કરી હોય, અશાતના કરી હોય તો મારે તમારા પ્રત્યક્ષમાં આવીને પ્રતિક્રમણ કરવું જોઈએને ?
દાદાશ્રી : જો પ્રત્યક્ષ થાય તો સારી વાત છે. ન થાય તો પાછળ કરે, તો ય સરખું જ ફળ મળે.
અમે શું કહ્યું. તમને દાદા માટે એવા ઊંધા વિચાર આવે છે, માટે તમે એનું પ્રતિક્રમણ કર્યા કરો.' કારણ કે એનો શો દોષ બિચારાનો. વિરાધક સ્વભાવ છે. આજનાં બધાં મનુષ્યોનો સ્વભાવ જ વિરાધક છે. દુષમકાળમાં વિરાધક જીવો જ હોય. આરાધક જીવો ચાલ્યા ગયા બધા. તે આ જે રહ્યા છે,
એમાંથી સુધારો થાય એવા જીવો ઘણા છે, બહુ ઊંચા આત્માઓ છે હજુ આમાં !
(૩૨૮) અમારા વિષે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખવું. મન તો ‘જ્ઞાની પુરુષનું' ય મૂળીયું ખોદી નાખે. મન શું ના કરે ? દઝાયેલું મન સામાને દઝાડે. દઝાયેલું મન તો મહાવીરને ય દઝાડે.
પ્રશ્નકર્તા: ‘જે ગયા તે કોઈનું કશું ધોળે નહીં.’ તો મહાવીરનો અવર્ણવાદ તેમને પહોંચે ?
દાદાશ્રી : ના, એ સ્વીકારે નહીં. એટલે રીટર્ન વીથ થેંક્સ ડબલ થઈને આવે. એટલે પોતે પોતાના માટે માફી માગ માગ કરવાની. આપણને જ્યાં સુધી યાદ ના આવે એ શબ્દ, ત્યાં સુધી માફી માગ માગ કરવાની. મહાવીરનો અવર્ણવાદ બોલ્યા હોય તો, માફી માગ માગ કરવાની. તે તરત ભૂંસાઈ જાય બસ. એમને પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે. તીર મારેલું પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે.
(૩૨૯) ૨૪. જીવતભરના વહેણમાં, તણાતાતે તારે જ્ઞાત.. પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ?
દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મુકવાનો, આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો મેમરી’(સ્મૃતિ)ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા.
આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે !
કહેવું.
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું.
(૩૩૦)
યાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોય તો ગૂંચ પડેલી ભૂલ જવાત. તમને કેમ કોઈ ફોરેનર્સ યાદ નથી આવતાં ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગ-દ્વેષના કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઈ જાય. ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયાં તેથી. સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યાં તેથી.
૩૯
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ માલિકીભાવનું હોય ને ?
દાદાશ્રી : માલિકીભાવનું પ્રત્યાખ્યાન હોય. ને દોષોનું પ્રતિક્રમણ હોય. પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર એ ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે, એમાંથી હજી મુક્ત નથી થયા ?
દાદાશ્રી : આ ડુંગળીનું એક પડ નીકળી જાય તો બીજું પડ પાછું આવીને ઊભું રહે, એવા બહુ, બહુ પડવાળા છે આ ગુના. એટલે એક પ્રતિક્રમણ કરીએ તો, એક પડ જાય એમ કરતું કરતું, સો પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય. કેટલાકનાં પાંચ પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય, કેટલાંકના દશ ને કેટલાંકના સો થાય. એના પડ હોય એટલા પ્રતિક્રમણ થાય. લાંબું ચાલ્યું એટલો લાંબો ગુનો હોય. (૩૩૨) પ્રશ્નકર્તા : યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું. એ સમજાવો.
દાદાશ્રી : યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય.
પ્રશ્નકર્તા : તે જેટલી વાર યાદ આવે એટલી વાર કરવું ?
દાદાશ્રી : હા, એટલી વખત કરવું. આપણે કરવાનો ભાવ રાખવો. એવું છેને, યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએને ! તો આનો ટાઈમ મળે. રાતે કંઈ યાદ આવતા નહીં હોય ?
પ્રશ્નકર્તા : એ તો કંઈ સંજોગ હોય તો.
વ
દાદાશ્રી : હા, સંજોગોને લઈને.
પ્રશ્નકર્તા ઃ અને ઇચ્છાઓ આવે તો ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : ઈચ્છા થવી એટલે સ્થૂળવૃત્તિઓ થવી. પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું.
પ્રશ્નકર્તા ઃ તે વખતે ‘દાદા’એ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે. દરેક વખતે એવું કહેવાનું.
દાદાશ્રી : આ વસ્તુ મારી ન હોય. વોસરાવી દઉં છું. અજ્ઞાનતામાં મેં આ બધી બોલાવી હતી. પણ આજે મારી ન હોય આ, એટલે વોસરાવી દઉં છું. મન-વચન-કાયાથી વોસરાવી દઉં છું. હવે મારે કંઈ જોઈતું નથી. આ સુખ મેં અજ્ઞાનદશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ન હોય. એટલે વોસરાવી દઉં છું. (૩૩૩)
આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઑન સાઈટ (દેખો ત્યાંથી ઠા૨) પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ (પાયા) ઉપર ઊભું રહ્યું છે. ભૂલ કોઈની થતી જ નથી. સામાને આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય, તો દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મથી મુક્ત એવાં તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : પણ દર વખતે આખું લાંબું બોલવું ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. શોર્ટમાં પતાવી દેવાનું. સામાના શુદ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે ‘આ ભૂલ થઈ, માફ કરો’. (૩૩૪)
અને બીજું ઘરના માણસોનાં ય રોજ પ્રતિક્રમણ કરવાં જોઈએ. તારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો બધાનું. રોજે ય પ્રતિક્રમણ કરવું પડે. કુટુંબીઓ બધાનું, કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય.
એટલે પ્રતિક્રમણ કરોને, એક કલાક જો કુટુંબીઓ માટે પ્રતિક્રમણ કરોને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને, દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ, ને એ બધાં,
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
એક ફેમીલી (કુટુંબ) હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય. અને એ લોકોનાં મન ચોખ્ખાં થઈ જાય, આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો બહુ આનંદ તે ઘડીએ આવે. એ આનંદ માશે નહીં !
૧
કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ
ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી.
પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો. એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે. (૩૩૫)
આ પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું, બહુ વર્ષોની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું. તે એ કરતાં કરતાં બધા ઊંડા ઊતર્યા, ઊતર્યા, ઊતર્યા તે હવે ઘેર જાય તો ય બંધ ના થાય. સૂતી વખતે ય બંધ ના થાય. ખાતી વખતે ય બંધ ના થાય પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું. સ્ટોપ કરાવવું પડ્યું !!! એ બધાંને તો ખાતી વખતે ય બંધ ના થાય એ સૂતી વખતે બંધ ના થાય. ફસાયા હતા બધા, નહીં ?! એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત-દહાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિક્રમણ કર્યા પછી ‘બંધ કરો હવે બે કલાક થઈ ગયા' એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ના થાય. મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે. મહીં ચાલુ રહ્યા કરે. (૩૩૬)
‘ચંદુભાઈ’ને ‘તમારે’ એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી
૮૨
પ્રતિક્રમણ
પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. (૩૪૦)
પ્રતિક્રમણ તો તમે બહુ જ કરજો. જેટલાં તમારા સર્કલમાં પચાસ સો માણસો હોય, જેને જેને તમે રગડ રગડ કર્યા હોય તે બધાનાં નવરા પડો એટલે કલાક કલાક બેસીને, એક એકને ખોળી ખોળીને પ્રતિક્રમણ કરજો. જેટલાને રગડ રગડ કર્યા છે તે પાછું ધોવું પડશેને ? પછી જ્ઞાન પ્રગટ થશે. (૩૪૧)
પછી આ ભવ, ગતભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં દાદા ભગવાનની સાક્ષીએ દીગંબર ધર્મનું, સાધુ, આચાર્યની જે જે અશાતના, વિરાધના કરી - કરાવી હોય તો તે બદલ ક્ષમા માગું છું. દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો. એવું બધા ધર્મનું લેવાનું. (૩૪૨)
અરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર.... અને કોઈને વખાણે ય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ. એમ. પટેલને’ કહી દીધું કે, આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધાં હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધાં ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામો, કાકો, બધાં ય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાંના ધોઈ નાખ્યા.
પ્રશ્નકર્તા ઃ તે મનથી પ્રતિક્રમણ કર્યું સામે જઈને નહીં ?
દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધાં કર્યાં છે, એ બધાં મને દેખાય છે. હવે તો તે બધાં ઊંધાં કરેલાં ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાનાં ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો.
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે ચંદુભાઈ, મન, વચન, કાયાનો યોગ, દ્રવ્યધર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! ચંદુભાઈના શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોટું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.
અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાંય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાંક કાળથી જાતે ધોતા આવ્યા હતા.
આપણે તો પ્રતિક્રમણ કરી લેવું. એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક' કરતા હતા ને ! પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈને ય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય.
કોઈને ય માટે અતિક્રમણ થયાં હોય તો, આખો દહાડો તેના નામનાં પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે, તો જલદી પાર આવે. પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો, દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે.
પ્રશ્નકર્તા : જ્યારે આવું કંઈક રહી જાય તો મનમાં ખૂબ થયા કરે કે આ રહી ગયું.
દાદાશ્રી : એ કકળાટ નહીં રાખવાનો પછી. પછી એક દા'ડો બેસી બધાં ભેગાં પ્રતિક્રમણ કરી નાખવાનાં. જેનાં જેનાં હોય, ઓળખાણવાળાનાં, જેની જોડે વધારે અતિક્રમણ થતું હોય એનાં નામ દઈને એક કલાક પ્રતિક્રમણ કરી નાખ્યું તો બધું ઊડી ગયું પાછું. પણ એવો આપણે બોજો નહીં રાખવાનો.
(૩૪૮) આ અપૂર્વ વાત છે, પૂર્વે સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે.
આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છેને, કે નાનપણમાંથી તે અત્યાર સુધી બધા જે જે દોષ થયા હોય, બધાં યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુદ્ધાત્માને જોઈને એવું કહે. હવે નાની ઉંમરથી જ્યાંથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પાછું ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર ફરી નાના નાના દોષ પણ આવી જાય, પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથી ય નાના દોષો આવી જાય, આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે.
બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોટેલા દોષોને ધોઈ નાખવા અને ફરી ક્યારેય એવા દોષો નહીં કરું એમ નક્કી કરવું એટલે કે પ્રત્યાખ્યાન થઈ ગયું.
આ પ્રતિક્રમણ કરી તો જુઓ પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય. જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર !! (૩૪૩).
એવું છે, જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્વેષવાળી દરેક ચીકણી ‘ફાઈલ'ને ઉપયોગ મૂકીને, પ્રતિક્રમણ કરીને, ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ.
આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય તો જ્યાં જ્યાં કાંકરા ખુંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો, ને તે એમને ખેંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય !
(૩૪૭)
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૮૫
પ્રતિક્રમણ
આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યાં કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકા થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયાં છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી ખોળી ખોળીને પ્રતિક્રમણ કરી નાખવાં. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો'કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે. લાતે ય દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લીંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે? પ્રશ્નકર્તા ઃ કર્યું હતું.
(૩૫૨) દાદાશ્રી : હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે. પ્રતિક્રમણથી હમેશાં આનંદ ન થાય તો પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. અતિક્રમણથી જો દુઃખ ના થાય તો આ માણસ, માણસ નથી.
પ્રશ્નકર્તા : મૂળ ભૂલ કઈ દાદા ?
દાદાશ્રી : પહેલાં ભૂલ જ દેખાતી ન હતીને ? હવે દેખાય છે તે સ્થળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે.
પ્રશ્નકર્તા ઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર.... દાદાશ્રી : ભૂલો દેખાતી જશે.
આખી જિંદગીનાં પ્રતિક્રમણ તમે કરો છો, ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાના ફોન-બોન બંધ હોય. અંતઃકરણ બંધ હોય. તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્મા ય આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય. પછી બીજો લેયર (ડ) આવે. એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા એક કલાકમાં આ બધાનું સરવૈયું આવે.
ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાન પ્રકાશ છે એ મેમરી (સ્મૃતિ) નથી.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આત્મા ઉપર ઈફેક્ટ થાય ખરી ?
દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંશી કહેવાય. આ તો આત્મા છે એ હડડ પરસેન્ટ ડીસાઈડડ છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકાં થયેલાં ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તુટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી નથી જરૂર. કારણ કે આ ગુન્હા રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુન્હા થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયો છે, પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે.
કોઈ દહાડો એકાંતમાં બેઠા હોય, અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતાં, કરતાં, કરતાં, થોડો આત્માનો અનુભવ જામી જાય નહીં. એ સ્વાદ આવી જાય. તે અનુભવ કહેવાય.
(૩૫૪) જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખું ય નિર્દોષ જ છે. તમારા દોષે કરીને તમે બંધાયેલાં છો, એમના દોષથી નહીં, તમારા પોતાના દોષથી જ બંધાયેલાં છો. હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઊકેલ આવશે ! (૩૫૫)
પ્રશ્નકર્તા : નિશ્ચયમાં તો ખાતરી છે કે જગત આખું નિર્દોષ છે.
દાદાશ્રી : એ તો પ્રતીતિમાં આવ્યું કહેવાય. અનુભવમાં કેટલું આવ્યું? એ વસ્તુ એવી સહેલી નથી. એ તો માંકડ ફરી વળે, મછરાં ફરી વળે, સાપ ફરી વળે, ત્યારે નિર્દોષ લાગે ત્યારે ખરું, પણ પ્રતીતિમાં આપણને રહેવું જોઈએ કે નિર્દોષ છે. આપણને દોષિત દેખાય છે, એ આપણી ભૂલ છે. પ્રતિક્રમણ
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૮૮
પ્રતિક્રમણ
કરવું જોઈએ. અમારી પ્રતીતિમાં ય નિર્દોષ છે અને અમારા વર્તનમાં ય નિર્દોષ છે. તને તો હજુ પ્રતીતિમાં ય નિર્દોષ નથી આવ્યું, હજુ તને દોષિત લાગે છે. કોઈ કશું કરે, તો પછી તેનું પ્રતિક્રમણ કરું છું એટલે શરૂઆતમાં તો દોષિત લાગે છે.
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ? દાદાશ્રી : થાય. અતિક્રમણે ય થાય ને પ્રતિક્રમણે ય થાય.
આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા. તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો બગાડ) કરે છે, છતાંય એનાં પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકશાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું (જવા દીધેલું) પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દહાડો પાછો ફર્યો જ નથી ને !
(૩૫૬). કોઈ જગ્યાએ અમે વિધિ મૂકતા નથી. ઔરંગાબાદ અમે અનંત અવતારના દોષ ધોવાઈ જાય એવી વિધિ મૂકીએ છીએ. એક કલાકની પ્રતિક્રમણ વિધિમાં તો બધાનો અહંકાર ભસ્મીભૂત થઈ જાય છે ! અમે ત્યાં ઔરંગાબાદમાં તો બાર મહિનામાં એક ફેરો પ્રતિક્રમણ કરાવતાં હતાં. તે બસોત્રણસો માણસ બસ રડે-કરે ને બધો રોગ નીકળી જાય. કારણ કે બૈરીને એનો ધણી પગે લાગે, ત્યાં આગળ માફી માગે, કેટલો ય અવતારનું બંધન થયેલું તે માફી માગે, તે કેટલુંય ચોખ્ખું થઈ જાય.
ત્યાં દર સાલ, અમારે બહુ મોટી વિધિ કરવી પડે આની પાછળ, બધાનાં મન ચોખ્ખાં કરવા માટે, આત્મા (વ્યવહાર આત્મા) ચોખ્ખો કરવાનો, મોટી વિધિ કરી અને પછી મૂકી દઈએ કે બધાના ચોખ્ખા થઈ જાય તે ઘડીએ. કમ્પ્લીટ ક્લીયર, પોતાના ધ્યાનમાં ય ના રહે કે હું શું લખું છું, પણ બધું ચોક્કસ લખી લાવે. પછી “ક્લીયર' થઈ ગયો. અભેદભાવ ઉત્પન્ન થયોને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તેની
શક્તિ વધી ગઈ.
અને પછી હું તારા દોષોને જાણું ને દોષની ઉપર વિધિ મૂક્યા કરું. આ કળિયુગ છે, કળિયુગમાં શું દોષ ના હોય ? કોઈનો દોષ કાઢવો એ જ ભૂલ છે. કળિયુગમાં બીજાનો દોષ કાઢવો એ જ પોતાની ભૂલ છે. કોઈનો દોષ કાઢવાનો નહીં. ગુણ શું છે ? એ જોવાની જરૂર છે. શું રહ્યું છે એની પાસે ? સિલક શું રહી એ જોવાની જરૂર છે. આ કાળમાં સિલક જ ના રહેને. સિલક રહી છે એ જ મહાત્માઓ ઊંચે છે ને !
(૩૫૮) જે આપણી જોડે હોય, પહેલાં ય હતા અને આજે ય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાના ધર્મબંધુઓની જોડે જ ભવભવનાં વેર બંધાયેલા હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામી કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એકંય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વેર બંધાય વધારે અને તેમનાં પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. આ ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવીએ છીએ એવાં પ્રતિક્રમણ તો વર્લ્ડમાં કંઈએ ય ના હોય.
(૩૫૯) પ્રશ્નકર્તા ત્યાં બધાં રડતાં હતાં ને ! મોટા મોટા શેઠિયાઓ ય રડતા
હતાં.
દાદાશ્રી : હા, આ ઔરંગાબાદનું જુઓને ! કેટલું બધું રડતાં હતાં ! હવે એવું પ્રતિક્રમણ આખી જિંદગીમાં એક કર્યું હોય તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : મોટા માણસને રડવાની જગ્યા ક્યાં છે? આ કો'ક જ હોય. દાદાશ્રી : હા. બરાબર. અહીં તો ખૂબ રડ્યા હતા બધા.
પ્રશ્નકર્તા : મેં તો પહેલી જ વખત જોયું એવું કે, આવા બધા માણસો સમાજની અંદર જેને પ્રતિષ્ઠિત કહેવાય એવા માણસો ખુલ્લા મોઢે રડે ત્યાં !!!
દાદાશ્રી : ખુલ્લા મોઢે રડે અને પોતાની બૈરીના પગમાં નમસ્કાર કરે છે. ઔરંગાબાદમાં તમે આવ્યા હશોને, ત્યાં એવું જોયું નથી ?
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
૮૯
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા: હાબીજે આવું દ્રશ્ય કોઈ ઠેકાણે જોયેલું નહીં !
દાદાશ્રી : હોય જ નહીંને ! અને આવું અક્રમ વિજ્ઞાન ના હોય, આવું પ્રતિક્રમણ ના હોય, આવું કશું હોય જ નહીં.
પ્રશ્નકર્તા : આવો ‘દાદી' ય ના હોય ! દાદાશ્રી : હા. આવો ‘દાદો' ય ના હોય.
(૩૬૦) સાચી આલોચના કરી નથી માણસે. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબનાં પુરૂષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ? જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. કારણ એ કર્તા નથી માટે. જો કર્તા હોત તો એમને ય કમ બંધાય. પણ કર્તા નથી માટે ચાહે સો કરે.
ત્યાં આપણે આલોચના ગુરુ પાસે કરવી જોઈએ. પણ છેલ્લા ગુરુ આ ‘દાદા ભગવાન' કહેવાય. અમે તો તમને રસ્તો બતાવી દીધો. હવે છેલ્લા ગુરુ બતાવી દીધા. એ તમને જવાબ આપ્યા કરશે અને તેથી તો એ ‘દાદા ભગવાન” છે. તે જ્યાં સુધી એ પ્રત્યક્ષ ના થાય, ત્યાં સુધી ‘આ’ દાદા ભગવાનને ભજવા પડે. એ પ્રત્યક્ષ થાય પછી એની મેળે આવતું આવતું પાછું એ મશીન ચાલુ થઈ જાય. એટલે પછી એ પોતે ‘દાદા ભગવાન' થઈ જાય. (૩૬૭)
જ્ઞાની પુરુષ પાસે ઢાંકે એટલે ખલાસ થઈ ગયું. લોક ઉઘાડું કરવા હારુ તો પ્રતિક્રમણ કરે. પેલો ભઈ બધું લઈને આવ્યો હતો ને ? તે ઉલટું ઉઘાડું કરે જ્ઞાની પાસે ! તો ત્યાં કોઈ ઢાંકે તો શું થાય ?!! દોષ ઢાંકે ત્યારે એ ડબલ થાય.
(૩૬૮). સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભૂલાતી નથી તેમ પ્રતિક્રમણ ભૂલાવું ના જોઈએ. આખો દહાડો માફી માગ માગ કરવી. માફી માગવાની ટેવ જ પાડી નાખવી. આ તો પારકોના દોષ જોવાની દ્રષ્ટિ જ પડી છે !
(૩૭૧)
જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણાં કર્યા છે. પ્રતિક્રમણ નથી કયાં તેનું આ બધું છે.
આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો કોઈની જોડે કશો ઝગડો રહે નહીં.
પ્રશ્નકર્તા: દોષોનું લીસ્ટ તો બહુ લાંબું બને છે.
દાદાશ્રી : એ લાંબું બને તો એમ માનોને કે આ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય તો ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માગી લઉં છું !
(૩૭૫) પ્રશ્નકર્તા : હવે આ જિંદગીનો ડ્રામા જલદી પૂરો થયા તો સારું. દાદાશ્રી : આવું કેમ બોલ્યા ? પ્રશ્નકર્તા: તમે વીસ દિવસ હતાં, તો ય એકે ય જગ્યાએ અવાયું નહીં. દાદાશ્રી : તેથી કરીને દેહ પૂરો કરી નાખવાનો હોય ?
આ દેહે ‘દાદા ભગવાન” ઓળખ્યા. આ દેહનો તો ઉપકાર એટલો બધો કે, ગમે તે દવા કરવી પડે તે કરવી. આ દેહે તો ‘દાદા’ આપણને ઓળખાયા. અનંત દેહ ખોયા બધા. નકામા ગયા. આ દેહે ઓળખ્યા માટે આ દેહ મિત્ર સમાન થઈ પડ્યો. અને આ સેકન્ડ (બીજો) મિત્ર, સમજ પડીને ? તે હવે દેહને સાચવ, સાચવ કરવાનો. એટલે આજે પ્રતિક્રમણ કરજો. ‘દેહ વહેલો જતો રહે.” એમ કહ્યું તેની માફી માગું છું.
(૩૮૨) ૨૫. પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ! પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ એટલે જાગૃતિપૂર્વક પૂરેપૂરો નિકાલ ના થાય. હવે તન્મયાકાર થઈ ગયા પછી ખ્યાલ આવે, તો પછી એનું કંઇ પ્રતિક્રમણ કરીને નિકાલ કરી નાખવાનો રસ્તો ખરો ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો હલકાં થઈ જાય. ફરીવાર હલકાં થઈને આવે. અને પ્રતિક્રમણ ના કરે તો એનો એ બોજો પાછો આવે. ફરી છટકી
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
જાય પાછું, ચાર્જ થયા વગરનું એટલે પ્રતિક્રમણથી હલકાં કરી કરી પછી નિકાલ થયા કરશે.
પ્રશ્નકર્તા : તમે કહો છો કે અતિક્રમણ ન્યૂટ્રલ જ છે. તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું ?
દાદાશ્રી : અતિક્રમણ ન્યૂટ્રલ જ છે. પણ તેમાં તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ અતિક્રમણમાં તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ કશું જ કરી શકે નહીં. અને પ્રતિક્રમણ તો આપણે તન્મયાકાર ના થઈએ તો ય પણ કરે. ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયાં, તેને ય તમે જાણો ને નથી થયાં તેનેય તમે જાણો. તમે તન્મયાકાર થતાં જ નથી. તન્મયાકાર મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર થાય છે. તેને તમે જાણો છો.
પ્રશ્નકર્તા ઃ તન્મયાકાર ચંદુભાઈ થયા તો ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ને ?
દાદાશ્રી : હા. ચંદુભાઈને કહેવાનું. પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પ્રતિક્રમણ થઈ શકે ?
દાદાશ્રી : હા, બહુ સારા થઈ શકે. સ્વપ્નામાં પ્રતિક્રમણ થાય, એ અત્યારે થાય છે ને તેના કરતાં સારાં થાય. અત્યારે તો આપણે હુડ હુડ કરી નાખીએ. સ્વપ્નામાં જે કામ થાયને એ બધું આખું પદ્ધતિસર હોય. સ્વપ્નામાં ‘દાદા’ દેખાય તે એવા ‘દાદા’ તો આપણે જોયા જ ના હોય એવા દાદા દેખાય. જાગૃતિમાં એવા દાદા ના દેખાય, સ્વપ્નામાં બહુ સારા દેખાય. કારણ કે સ્વપ્ન એ સહજ અવસ્થા છે. અને આ જાગૃત એ અસહજ અવસ્થા છે. (૩૮૩)
ક્રમિક માર્ગમાં આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ ‘પોઈઝન’ ગણાય છે. આપણે અહીં ય પ્રતિક્રમણ હોતું નથી. આપણે પ્રતિક્રમણ ‘ચંદુભાઈ’ પાસે કરાવીએ છીએ. કારણ કે આ તો અક્રમ, અહીં તો બધો જ માલ ભરેલો.
(૩૯૨) આપણે તો સામાના કયા આત્માની વાત કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, તે જાણો છો ? પ્રતિષ્ઠિત આત્માને નથી કરતા, આપણે એના
મૂળ શુદ્ધાત્માને કરીએ છીએ. આ તો એ શુદ્ધાત્માની હાજરીમાં આ એની જોડે થયું તે બદલ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ શુદ્ધાત્માની પ્રતિ આપણે ક્ષમા માગીએ છીએ. પછી એના પ્રતિષ્ઠિત આત્મા જોડે આપણે લેવાદેવા નથી.
પ્રતિક્રમણે ય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, “અતિક્રમણ કેમ કર્યું ?” પ્રજ્ઞા શું ચેતવે ? ‘અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.’
(૪૦૫) સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્રષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે દોષો સ્થૂળ નથી.
પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ?
દાદાશ્રી : દેખાય બધાં દોષો. પણ અમારી દોષ ભણી દ્રષ્ટિ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય. પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્રષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્રષ્ટિ ના હોય. એમને ખબર ? પડી જ જાય, બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં.
(૪૧૬) અમારી પાસે જેટલાં દંડને યોગ્ય છે તેમને પણ માફી હોય ને, માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે “સાહેબ માફ કરજો’ ત્યાં જ મેલાં થયેલા છે. સહજ માફ થાય ત્યાં તો ચોખ્ખું બહુ થઈ જાય.
(૪૧૯) જ્યાં સુધી અમારે સાહજિક્તા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે ય કરવાં ના પડે, સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે.
(૪૨૦)
Page #52
--------------------------------------------------------------------------
________________ પ્રતિક્રમણ મુંબઈ અમે તમને પાંચ આજ્ઞા આપીએ છીએ, કે જ્ઞાન તો આપ્યું, પણ તે તમે ખોઈ બેસશો. એટલે આ પાંચ આજ્ઞામાં રહો તો મોક્ષે જશો. અને છઠ્ઠું શું કહ્યું ? કે જ્યાં અતિક્રમણ થાય ત્યાં પ્રતિક્રમણ કરો. આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું. ભૂલી તો જાય, માણસ છે. પણ ભૂલી ગયા તેનું પ્રતિક્રમણ કરવું કે “હે દાદા, આ બે કલાક ભૂલી ગયો, આપની આજ્ઞા ભૂલી ગયો. પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.” તો પાછલું બધું ય પાસ. સોએ સો માર્ક પૂરા. (422) આ “અક્રમ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ ‘વિજ્ઞાન’ અને કરવાપણું હોય એનું નામ ‘જ્ઞાન' ! વિચારશીલ માણસ હોય તેને એવું તો લાગેને, કે આ કશુંય નથી કર્યું આપણે અને શું છે આ ?! એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. ‘અક્રમ' ! ક્રમબ્રમ નહીં. (432) - જય સચ્ચિદાનંદ. પ્રતિક્રમણ વિધિ પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી............. ના મન-વચનકાયાના યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી મારાથી જે જે.... .... દોષ થયા છે, તેની ક્ષમા માગું છું. પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. * જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું. * જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા. (તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. ‘ચંદુલાલ’ પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવવું.). ( સંપર્કસૂત્ર) પૂજય ડૉ. નીરુબહેન અમીન તથા આપ્તપુત્ર દીપકભાઈ દેસાઈ અમદાવાદ દાદા દર્શન, 5, મમતાપાર્ક સોસાયટી, ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, નવગુજરાત કોલેજની પાછળ, દાદાસાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), ઉસ્માનપુરા, અમદાવાદ - 380014. મુંબઈ - 400014. ફોન-(૦૭૯)9૫૪૦૪૦૮,૭૫૪૩૯૭૯ ફોન : (022) 4137616, E-Mail: info@dadabhagwan.org | Mobile : 9820-153953 અડાલજ : સીમંધર સીટી, ત્રિમંદિર સંકુલ, બગ્ગા પેટ્રોલ પંપ પાસે, અમદાવાદ કલોલ હાઈવે, અડાલજ, ફોન :(079)3970102 થી 397016 વડોદરા : શ્રી યોગીરાજ પટેલ, 2, પરમહંસ સોસાયટી, માંજલપુર, વડોદરા. ફોન : (0265) 644465 રાજકોટ : શ્રી અતુલ માલધારી, માધવપ્રેમ એપાર્ટમેન્ટ, માઈ મંદિરની સામે, 11, મનહર પ્લોટ, રાજકોટ. ફોન : (0281) 468830, 238925 સુરત : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, 35, શાંતિવન સોસાયટી, લંબે હનુમાન રોડ, પંચરત્ન ટાવર પાછળ, સુરત. ફોન (0261) 8544964 ગોધરા : શ્રી ઘનશ્યામ વરીયા, સી-૧૧, આનંદનગર સોસાયટી, સાયન્સ કોલેજની પાછળ, ગોધરા. ફોન : (02672) 51875 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 902 SW Mifflin Rd, Topeka, Kansas 66606, U.S.A. Tel : (785) 271-0869, E-mail: shuddha@kscable.com Dr. Shirish Patel, 2659, Raven Circle, Corona, CA 92882 Tel.: 909-734-4715, E-mail : shirishpatel@attbi.com U.K. : Mr. Maganbhai Patel, 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH, U.K. Tel: 020-8245-1751; Mr. Ramesh Patel, 636, Kenton Road, Kenton Harrow. Tel.:020-8204-0746, E-mail: dadabhagwan_uk@yahoo.com Canada : Mr. Bipin Purohit, 151, Trillium Road, Dollard DES Ormeaux, Quebec H9B 1T3. Tel.: 514-421-0522 Africa : Mr. Manu Savla, PISU & Co., Box No. 18219, Nairobi, Kenya. Tel: (R) 254-2- 744943 (O) 254-2-554836 Website : www.dadabhagwan.org, www.dadashri.org