________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે, અને જૂઠું બોલવું એ જ બંધન છે.' એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારાં જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે.
‘રિલેટિવ ધર્મ” કેવો હોવો જોઈએ કે જૂઠું બોલાય તો બોલ પણ તેનું પ્રતિક્રમણ કર.
(૨૮૦) ૨૦. જાગૃતિ, વાણી વહે ત્યારે... મનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે. કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય. પણ વાણી તો સામાની છાતીએ ઘા વાગે. માટે આ વાણીથી જે જે માણસોને દુઃખ થયાં હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી વાણીના એ બધા દોષો માફ થઈ જશેને ?
દાદાશ્રી : દોષો ઊભા રહે, પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણને ‘આ’ કર્યું કે ખંખેરાઈ જાય બધાં પ્રતિક્રમણથી. એમાંથી રસકસ ઊડી જાય બધો.
કર્તાનો આધાર હોયને તો કર્મ બંધાય. હવે તમે કર્તા નથી. એટલે પાછલાં કર્મ હતાં તે ફળ આપીને જાય. નવાં કર્મ બંધાય નહીં. (૨૮૫)
પ્રશ્નકર્તા : માણસ અકળાઈને બોલ્યા એ અતિક્રમણ નથી થતું ? દાદાશ્રી : અતિક્રમણ જ કહેવાયને !
પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી ગઈ ને તેનું પ્રતિક્રમણ ના કરીએ તો થાય શું ?
દાદાશ્રી : એવી વાણી નીકળી ગઈ, તે એનાથી તો સામાને ઘા લાગે, એટલે પેલાને દુઃખ થાય. સામાને દુઃખ થાય એ આપણને કેમ પસંદ પડે તે ?
પ્રશ્નકર્તા : એનાથી બંધન થાય ?
દાદાશ્રી : આ કાયદાથી વિરુદ્ધ કહેવાયને ? કાયદાની વિરુદ્ધ ખરુંને ? કાયદાની વિરુદ્ધ તો ન જ હોવું જોઈએ ને ? અમારી આજ્ઞા પાળો ને, એ ધર્મ કહેવાય. અને પ્રતિક્રમણ કરવાં એમાં નુકસાન શું આપણને ? માફી માગી લો અને ફરી નહીં કરું એવા ભાવ પણ રાખવાના. બસ આટલું જ. ટૂંકું કરી નાખવાનું એમાં ભગવાન શું કરે ? એમાં ક્યાં જાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે, તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા ? કારણ કે, આપણો વ્યવહાર એવો હતો તેથી. ને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.
(૨૮૬) પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે, અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?
દાદાશ્રી : આ વાક્યનો આધાર લેવાય જ નહીંને ? તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું.
અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીંને ? (૨૮૭)
પ્રશ્નકર્તા : પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે ?
દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે. એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે, અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે તેનો વાંધો નથી. હા, આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી, સામાને આપણા નિમિત્તે દુ:ખ પડે તો એ દોષ લાગે !
(૨૮૯) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની અસર ના થાય તો એનું કારણ શું આપણે પૂરા ભાવથી નથી કર્યું કે સામી વ્યક્તિનાં આવરણ છે ?