________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે નહીં જોવાનું. એ તો ગાંડો ય હોય. આપણા નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ, બસ !
પ્રશ્નકર્તા એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.
દાદાશ્રી : એને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપણી ‘રિસ્પોન્સિબિલિટી” (જવાબદારી) છે. હા, દુઃખ ના થાય એના માટે તો આપણી લાઈફ (જિંદગી) છે.
પ્રશ્નકર્તા : પછી ધારો કે એ છતાંય સામાને સમાધાન ના થતું હોય, તો પછી પોતાની જવાબદારી કેટલી ?
દાદાશ્રી : રૂબરૂમાં જઈને જો આંખથી થતું હોય તો આંખ નરમ દેખાડવી. છતાંય આમ માફી માગતાં ઉપર ટપલી મારે તો, સમજી જવું કે આ કમજાત છે. છતાં નિકાલ કરવાનો છે. માફી માગતાં જો ઉપર ટપલી મારે તો જાણવું કે આની જોડે ભૂલ તો થઈ છે, પણ છે માણસ કમજાત માટે નમવાનું બંધ કરી દો.
(૨૯૦). પ્રશ્નકર્તા: હેતુ સારો હોય તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે પેલાને દુઃખ થાય અને વ્યવહારમાં લોકો કહેશેને, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તોય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધાય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તોય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવા આ કપડા ઉપરના ડાઘ છે.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. એનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો?
દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?
દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે.
(૨૯૧) હવે આ અમે કોઈની ગમ્મત કરીએ તો એનાંય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાયને !
દાદાશ્રી : ના, પણ એય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે. પણ અમારે તો કરવો પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ ‘ટેપરેકર્ડ' નીકળેને, તે પછી ઝાંખી નીકળે.
બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (કડક મગજ) હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો, બધાંની. સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.
પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે? કઈ જાતનાં જોખમ આવે ?
દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. (૨૯૫)
પ્રશ્નકર્તા : જેને નવું ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો ?
(૨૯૩)