________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે, ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.
દાદાશ્રી : એટલે તમારી જવાબદારી રહે નહીં. જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.
મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા'ને સંભારીને કહેવું કે, “હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ. માટે તેની માફી માગું છું. અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ નહીં કરવાની શક્તિ આપો.” “શુદ્ધાત્મા'ને સંભાર્યા અથવા ‘દાદા'ને સંભાર્યા ને કહ્યું કે “આ ભૂલ થઈ ગઈ” એટલે એ આલોચના ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે.
(૨૯૭) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ?
દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ.
(૨૯૮). ૨૧. છૂટે પ્રકૃતિદોષો આમ... આ સત્સંગનું પોઈઝન પીવું સારું છે. પણ બહારનું અમૃત પીવું ખોટું
છે. કારણ કે આ પોઈઝન પ્રતિક્રમણવાળું છે. અમે બધા ઝેરના પ્યાલા પીને મહાદેવજી થયા છીએ.
(૨૯૯) પ્રશ્નકર્તા : આપની પાસે ખૂબ આવવાનું વિચારીએ પણ અવાતું નથી.
દાદાશ્રી : તમારા હાથમાં શું સત્તા છે ? તો પણ આવવાનું વિચારે, અવાતું નથી એના મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને કહીએ કે, ચંદુભાઈ પ્રતિક્રમણ કરીને, જલદી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો. પ્રત્યાખ્યાન કરો. આવી ભૂલચૂક થઈ માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું.
અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે ? અને કાર્ય નથી થતું ? ભાવ શાથી આવે છે કે કમીંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ? (બનવાનું તેના પડઘા પડે પહેલેથી) આ બધી વાત થવાની છે.
પ્રશ્નકર્તા : આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું?
દાદાશ્રી : “આ મારા અહંકાર લઈને આ ચિંતા થાય છે. હું કંઈ આનો કર્તા ઓછો છું ? એટલે દાદા ભગવાન ક્ષમા કરો.” એવું કંઈક તો કરવું પડેને ? ચાલે કશું ?
પ્રશ્નકર્તા : આપણે બહુ ઠંડી પડી, બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : ના, પ્રતિક્રમણ તો જ્યાં રાગ-દ્વેષ થતો હોય, ‘ફાઈલ” હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય તેનું પ્રતિક્રમણ નહીં કરવાનું. પણ જેણે ખારી કરી તેનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે.
પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ. ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ‘ડિસ્ચાર્જ રૂપે છે. પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ ? તેનો દોષ લાગે.
વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે, “દાદા, મને વાંચવાની શક્તિઓ આપો.' અને જો કોઈ વાર ભૂલી જવાય તો ઉપાય કરવો. બે વાર