________________
પ્રતિક્રમણ
૬૯
પ્રતિક્રમણ
નમસ્કાર કરવા અને કહેવું કે ‘દાદા ભગવાન, મારી ઇચ્છા નથી છતાં ય ભૂલી ગયો તો તેની માફી માગું છું. તે ફરી આવું નહીં કરું.’
ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ.
‘ડિસ્ચાર્જ'માં જે અતિક્રમણો થયેલાં હોય છે તેનાં આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુ:ખ પહોંચાડે તેવા ‘ડિસ્ચાર્જ'નાં પ્રતિક્રમણો કરવાનાં. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેનાં પ્રતિક્રમણ ના હોય. પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે ?
દાદાશ્રી : સામી વ્યક્તિને પહોંચે. નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે. એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણાં પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે. જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય.
(૩૧). પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ ન કરીએ ?
દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી. ચંદુભાઈ કરે ને તમે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો.
નિજસ્વરૂપની પ્રાપ્તિ પછી સાચાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ.
આપણું પ્રતિક્રમણ એટલે શું ? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીયે તે આપણું પ્રતિક્રમણ છે. (૩૦૨)
પ્રશ્નકર્તા : ઊંઘમાંથી જાગતાં જ પ્રતિક્રમણ શરૂ થાય છે. દાદાશ્રી : આ ‘પ્રતિક્રમણ આત્મા’ થયો. શુદ્ધાત્મા તો છે પણ આ
પ્રતિષ્ઠિત આત્મા તે ‘પ્રતિક્રમણ આત્મા” થઈ ગયો. લોકોને કષાયી આત્મા છે. કોઈ એકુંય પ્રતિક્રમણ કરી શકે તેમ નથી વર્લ્ડમાં.
જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મને વાણી ચોખ્ખાં થતાં જાય.
પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું. આલોચના - પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું. જેટલા દોષ દેખાયા એટલા કમાયા. એટલાં પ્રતિક્રમણ કરવાનાં.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે એ અંતરાય-કર્મ છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિદોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છે ને ?
પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી.
દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને ના પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો ના ય વાગે, આને અંતરાય ના કહેવાય.
(૩૦૩) પ્રશ્નકર્તા: ‘સમભાવે નિકાલ કરવાનો દ્રઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે, એ શાથી ?
દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે ? સોએક જગ્યાએ ? પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે.