________________
પ્રતિક્રમણ
૮૮
પ્રતિક્રમણ
કરવું જોઈએ. અમારી પ્રતીતિમાં ય નિર્દોષ છે અને અમારા વર્તનમાં ય નિર્દોષ છે. તને તો હજુ પ્રતીતિમાં ય નિર્દોષ નથી આવ્યું, હજુ તને દોષિત લાગે છે. કોઈ કશું કરે, તો પછી તેનું પ્રતિક્રમણ કરું છું એટલે શરૂઆતમાં તો દોષિત લાગે છે.
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ? દાદાશ્રી : થાય. અતિક્રમણે ય થાય ને પ્રતિક્રમણે ય થાય.
આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા. તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો બગાડ) કરે છે, છતાંય એનાં પ્રતિક્રમણ નહીં કરે તો ચાલશે. એમાં એટલું બધું નુકશાન નથી. એક અવતાર હજુ બાકી છે એટલે લેટ ગો કરેલું (જવા દીધેલું) પણ જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોઈ દહાડો પાછો ફર્યો જ નથી ને !
(૩૫૬). કોઈ જગ્યાએ અમે વિધિ મૂકતા નથી. ઔરંગાબાદ અમે અનંત અવતારના દોષ ધોવાઈ જાય એવી વિધિ મૂકીએ છીએ. એક કલાકની પ્રતિક્રમણ વિધિમાં તો બધાનો અહંકાર ભસ્મીભૂત થઈ જાય છે ! અમે ત્યાં ઔરંગાબાદમાં તો બાર મહિનામાં એક ફેરો પ્રતિક્રમણ કરાવતાં હતાં. તે બસોત્રણસો માણસ બસ રડે-કરે ને બધો રોગ નીકળી જાય. કારણ કે બૈરીને એનો ધણી પગે લાગે, ત્યાં આગળ માફી માગે, કેટલો ય અવતારનું બંધન થયેલું તે માફી માગે, તે કેટલુંય ચોખ્ખું થઈ જાય.
ત્યાં દર સાલ, અમારે બહુ મોટી વિધિ કરવી પડે આની પાછળ, બધાનાં મન ચોખ્ખાં કરવા માટે, આત્મા (વ્યવહાર આત્મા) ચોખ્ખો કરવાનો, મોટી વિધિ કરી અને પછી મૂકી દઈએ કે બધાના ચોખ્ખા થઈ જાય તે ઘડીએ. કમ્પ્લીટ ક્લીયર, પોતાના ધ્યાનમાં ય ના રહે કે હું શું લખું છું, પણ બધું ચોક્કસ લખી લાવે. પછી “ક્લીયર' થઈ ગયો. અભેદભાવ ઉત્પન્ન થયોને, એક મિનિટ મને સોંપ્યું ને કે હું આવો છું સાહેબ, એ અભેદભાવ થઈ ગયો. એટલી તેની
શક્તિ વધી ગઈ.
અને પછી હું તારા દોષોને જાણું ને દોષની ઉપર વિધિ મૂક્યા કરું. આ કળિયુગ છે, કળિયુગમાં શું દોષ ના હોય ? કોઈનો દોષ કાઢવો એ જ ભૂલ છે. કળિયુગમાં બીજાનો દોષ કાઢવો એ જ પોતાની ભૂલ છે. કોઈનો દોષ કાઢવાનો નહીં. ગુણ શું છે ? એ જોવાની જરૂર છે. શું રહ્યું છે એની પાસે ? સિલક શું રહી એ જોવાની જરૂર છે. આ કાળમાં સિલક જ ના રહેને. સિલક રહી છે એ જ મહાત્માઓ ઊંચે છે ને !
(૩૫૮) જે આપણી જોડે હોય, પહેલાં ય હતા અને આજે ય છે, એ આપણા ધર્મબંધુ કહેવાય અને પોતાના ધર્મબંધુઓની જોડે જ ભવભવનાં વેર બંધાયેલા હોય છે. તે એમની જોડે કંઈ વેર બંધાયેલું હોય તો, એટલા માટે આપણે પ્રતિક્રમણ સામસામી કરી લો તો હિસાબ બધો ચોખ્ખો થઈ જાય. એકંય માણસને સામસામી પ્રતિક્રમણ કરવાનું ચૂકશો નહીં. સહાધ્યાયી જોડે જ વેર બંધાય વધારે અને તેમનાં પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. આ ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવીએ છીએ એવાં પ્રતિક્રમણ તો વર્લ્ડમાં કંઈએ ય ના હોય.
(૩૫૯) પ્રશ્નકર્તા ત્યાં બધાં રડતાં હતાં ને ! મોટા મોટા શેઠિયાઓ ય રડતા
હતાં.
દાદાશ્રી : હા, આ ઔરંગાબાદનું જુઓને ! કેટલું બધું રડતાં હતાં ! હવે એવું પ્રતિક્રમણ આખી જિંદગીમાં એક કર્યું હોય તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : મોટા માણસને રડવાની જગ્યા ક્યાં છે? આ કો'ક જ હોય. દાદાશ્રી : હા. બરાબર. અહીં તો ખૂબ રડ્યા હતા બધા.
પ્રશ્નકર્તા : મેં તો પહેલી જ વખત જોયું એવું કે, આવા બધા માણસો સમાજની અંદર જેને પ્રતિષ્ઠિત કહેવાય એવા માણસો ખુલ્લા મોઢે રડે ત્યાં !!!
દાદાશ્રી : ખુલ્લા મોઢે રડે અને પોતાની બૈરીના પગમાં નમસ્કાર કરે છે. ઔરંગાબાદમાં તમે આવ્યા હશોને, ત્યાં એવું જોયું નથી ?