________________
પ્રતિક્રમણ
૮૫
પ્રતિક્રમણ
આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યાં કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકા થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયાં છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી ખોળી ખોળીને પ્રતિક્રમણ કરી નાખવાં. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો'કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે. લાતે ય દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લીંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. એકાદ ફેરો આખી જિંદગીનું કર્યું હતું તમે? પ્રશ્નકર્તા ઃ કર્યું હતું.
(૩૫૨) દાદાશ્રી : હજુ મૂળ ભૂલ સમજાશે ને ત્યારે બહુ આનંદ થશે. પ્રતિક્રમણથી હમેશાં આનંદ ન થાય તો પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. અતિક્રમણથી જો દુઃખ ના થાય તો આ માણસ, માણસ નથી.
પ્રશ્નકર્તા : મૂળ ભૂલ કઈ દાદા ?
દાદાશ્રી : પહેલાં ભૂલ જ દેખાતી ન હતીને ? હવે દેખાય છે તે સ્થળ દેખાય છે. હજુ તો આગળ દેખાશે.
પ્રશ્નકર્તા ઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર.... દાદાશ્રી : ભૂલો દેખાતી જશે.
આખી જિંદગીનાં પ્રતિક્રમણ તમે કરો છો, ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાના ફોન-બોન બંધ હોય. અંતઃકરણ બંધ હોય. તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્મા ય આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય. પછી બીજો લેયર (ડ) આવે. એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા એક કલાકમાં આ બધાનું સરવૈયું આવે.
ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાન પ્રકાશ છે એ મેમરી (સ્મૃતિ) નથી.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી આત્મા ઉપર ઈફેક્ટ થાય ખરી ?
દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંશી કહેવાય. આ તો આત્મા છે એ હડડ પરસેન્ટ ડીસાઈડડ છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકાં થયેલાં ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તુટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી નથી જરૂર. કારણ કે આ ગુન્હા રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુન્હા થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયો છે, પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે.
કોઈ દહાડો એકાંતમાં બેઠા હોય, અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતાં, કરતાં, કરતાં, થોડો આત્માનો અનુભવ જામી જાય નહીં. એ સ્વાદ આવી જાય. તે અનુભવ કહેવાય.
(૩૫૪) જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખું ય નિર્દોષ જ છે. તમારા દોષે કરીને તમે બંધાયેલાં છો, એમના દોષથી નહીં, તમારા પોતાના દોષથી જ બંધાયેલાં છો. હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઊકેલ આવશે ! (૩૫૫)
પ્રશ્નકર્તા : નિશ્ચયમાં તો ખાતરી છે કે જગત આખું નિર્દોષ છે.
દાદાશ્રી : એ તો પ્રતીતિમાં આવ્યું કહેવાય. અનુભવમાં કેટલું આવ્યું? એ વસ્તુ એવી સહેલી નથી. એ તો માંકડ ફરી વળે, મછરાં ફરી વળે, સાપ ફરી વળે, ત્યારે નિર્દોષ લાગે ત્યારે ખરું, પણ પ્રતીતિમાં આપણને રહેવું જોઈએ કે નિર્દોષ છે. આપણને દોષિત દેખાય છે, એ આપણી ભૂલ છે. પ્રતિક્રમણ