________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધ એને ખોટો બનાવ્યો છે. એ ખોટો નથી. પ્રારબ્ધ એટલે શું ? એના સંજોગોએ એને ખોટો બનાવ્યો, એમાં એનો શો ગુનો ?
અહીં સ્ત્રીઓ બધી જતી હોય, તેમાં કો'ક આપણને કહે કે, આ પેલી જોને વેશ્યા, અહીં આવી છે, ક્યાં પેઠી છે ? એવું તે કહેશે, એટલે આપણે ય એને લીધે વેશ્યા કહી, એ ભયંકર ગુનો આપણને લાગે. એ કહે છે, કે સંજોગોથી મારી આવી સ્થિતિ થઈ છે. તેમાં તમારે આવું બધું, ગુનો (માથે) લેવાનું શું કરવા કરો છો ? તમે શું કરવા ગુનો કરો છો ? હું તો મારું ફળ ભોગવું છું, પણ તમે ગુનો કરો છો પાછો ? વેશ્યા તે એની મેળે થઈ છે ? સંજોગોએ બનાવી છે. કોઈ જીવ માત્રને ખરાબ થવાની ઇચ્છા જ ના થાય. સંજોગો જ કરાવડાવે બધાં અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે. શરૂઆત એને સંજોગો કરાવડાવે છે.
(૧૦૨) પ્રશ્નકર્તા : જેને જ્ઞાન નથી, તેઓ અમુક પ્રકારના દોષો જ જોઈ શકે ?
દાદાશ્રી : એ બસ એટલું જ. દોષની માફી માગતાં શીખો એવું ટૂંકમાં કહી દેવું. જે દોષ તમને દેખાય, તે દોષની માફી માગવાની અને તે દોષ બરાબર છે એવું ના બોલશો ક્યારેય પણ, નહીં તો ડબલ થઈ જશે. ખોટું કર્યા પછી ક્ષમા માગી લ્યો.
પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું નથી, એને પોતાની ભૂલો દેખાય છે તો એ કેવી રીતે પ્રતિક્રમણ કરે ?
દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય, પછી એવા માણસો હોય છે. થોડા જાગૃત માણસો, કે જે પ્રતિક્રમણને સમજે છે. એ તે કરે, એટલે બીજા લોકોનું કામ જ નહીં, પણ પ્રતિક્રમણ શબ્દનો અર્થ આપણે એને પશ્ચાતાપ કરવાનું કહેવાનું.
(૧૪) પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના ‘રિલેટિવ' ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે, અતિક્રમણ એટલે શું થયું કે, રિયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે, અને હવે એમાં ઈન્ટરેસ્ટ (રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી
ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે. (૧૦૫)
પ્રશ્નકર્તા : આપણાથી અતિક્રમણ થઈ ગયું, તેનું હું પ્રતિક્રમણ કરું, પણ સામો મને માફ ના કરે તો ?
દાદાશ્રી : સામાનું જોવાનું નથી. તમને કોઈ માફ કરે કે ના કરે, તે જોવાની જરૂર નથી. તમારામાંથી આ અતિક્રમણ સ્વભાવ ઊડી જવો જોઈએ. અતિક્રમણના વિરોધી છો એવું થવું જોઈએ.
પ્રશ્નકર્તા અને સામાને દુ:ખ્યા કરતું હોય તો ?
દાદાશ્રી : સામાનું કશું એ જોવાનું નહીં. તમે અતિક્રમણના વિરોધી છો એવું નક્કી થવું જોઈએ. અતિક્રમણ તમારે કરવાની ઇચ્છા નથી. અત્યારે થઈ ગયું એને માટે પસ્તાવો થાય છે. અને હવે તેમને એવું ફરી કરવાની ઇચ્છા નથી.
(૧૬) પ્રતિક્રમણ તો આપણે એ અભિપ્રાય કાઢી નાખવા માટે કરવાનું છે. આપણે એ મતમાં રહ્યા નથી, એવું કાઢવા માટે કરવાનું છે. અમે આ મતમાં વિરુદ્ધ છીએ. એવું દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. શું સમજાયું તને ?
પ્રશ્નકર્તા : જો એ નિકાલી હોય તો પછી પ્રતિક્રમણ શા માટે ?
દાદાશ્રી : બધું જ નિકાલી છે, એટલું જ નહીં, બધું જ નિકાલી છે. પ્રતિક્રમણ તો અતિક્રમણ કરે એટલું જ છે તે પ્રતિક્રમણ કરવાનું, બીજું નહીં, અને ના કરીએ તો આપણો સ્વભાવ કશો ના બદલાય, એવો ને એવો જ રહેને ! તને સમજાયું કે ના સમજાયું ?
નહીં તો વિરોધી તરીકે જાહેર નહીં થાય તો પછી એ મત તમારી પાસે રહેશે. ગુસ્સે થઈ જાવ તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી, એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે. નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ ગયું. અને પ્રતિક્રમણ કરો તો આપણને ગુસ્સો ગમતો નથી એમ જાહેર થયું કહેવાય. એટલે એમાંથી આપણે છૂટા થઈ ગયા. મુક્ત થઈ ગયાં આપણે, જવાબદારી ઘટી ગઈ. આપણે એના વિરોધી છીએ. એવું જાહેર કરવા માટે કંઈ સાધન