________________
પ્રતિક્રમણ
૨૫
પ્રતિક્રમણ
તો હોવું જોઈએ ને ? ગુસ્સો આપણામાં રાખવો છે કે કાઢી નાખવો છે ?
પ્રશ્નકર્તા : એ તો કાઢી નાખવો છે.
દાદાશ્રી : જો કાઢી નાખવો હોય તો પ્રતિક્રમણ કરો. તો પછી ગુસ્સાના વિરોધી છીએ અમે ભઈ, નહીં તો ગુસ્સામાં સહમત છીએ, જો પ્રતિક્રમણ ના કરીએ તો.
(૧૦૯) પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતાં એને બહુ ઉપાધિ થયા કરે. અને આ દોષ તો ગુણાકાર કરે છે !!
તમે કોઈ પ્રતિક્રમણ, સાચું પ્રતિક્રમણ જોયું. એકુંય દોષ ઓછો થાય એવું?
પ્રશ્નકર્તા: ના, અહીં જ જોવા મળ્યું.
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી આપણને અંદર ખબર પડે, દોષ થયો છે આ. તો જ પ્રતિક્રમણ થશે. ત્યાં સુધી પ્રતિક્રમણ થાય નહીંને ! જ્ઞાન લીધા પછી એની જાગૃતિ રહેશે કે, આમ અતિક્રમણ થાય કે તરત તમને ખબર પડશે. આ ભૂલ થઈ એટલે તરત જ પ્રતિક્રમણ કરે. એટલે એના નામનું બધું પદ્ધતિસર પ્રતિક્રમણ થયાં જ કરશે. અને પ્રતિક્રમણ થયું એટલે ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એટલે સામાને ડંખ ના રહે પછી. નહીં તો પછી આપણે પાછાં ભેગાં થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય.
(૧૧૨) પ્રશ્નકર્તા: અમારા પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું ?
દાદાશ્રી : પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો ધો કરવો.
પ્રશ્નકર્તા : એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે
વાંધો શું આવે છે ? અને ના ધોવાય તોય આપણને વાંધો નથી. તું પ્રતિક્રમણ કરને. તું સાબુ ઘાલ્યા જ કરજે ને ! પાપને તું ઓળખે છે ? પાપને તું ઓળખે છે ખરો ?
પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞા ના પળાય એટલે પાપ.
દાદાશ્રી : ના. એવું નહીં. એને પાપ ના કહેવાય. સામાને દુઃખ થાય એ પાપ, કોઈ જીવને, એ પછી મનુષ્ય હો કે જાનવર હો કે ઝાડ હો. ઝાડને આમ વગર કામનાં પાંદડાં તોડ તોડ કરીએ તો એને ય દુઃખ થાય, એટલે એ પાપ કહેવાય.
અને આજ્ઞા ના પળાય એ તો તમને નુકસાન થાય. તમને પોતાને જ નુકસાન થાય. પાપકર્મ તો કોઈને દુઃખ થાય છે, એટલે સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ.
આપણે પ્રતિક્રમણ કરીએ તો બહુ સારું. આપણાં કપડાં ચોખ્ખાં થાયને ? આપણાં કપડાંમાં શું કામ મેલ રહેવા દઈએ ? આવો દાદાએ રસ્તો દેખાડ્યો છે. તો શા માટે ચોખ્ખાં ના કરી નાખીએ ?!
કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યાં, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકે ય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઊધાર થાય તો તરત જ મનથી માફી માગી જમાં કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઊધાર થાય પણ તરત જ કૅશ - રોકડું - પ્રતિક્રમણ કરી નાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તો ય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચનકાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની. (૧૧૩)
પ્રશ્નકર્તા : ક્રમિકનાં પ્રતિક્રમણ કરતાં હતાં ત્યારે મગજમાં કંઈ બેસતું ન હતું ને અત્યારે આ કરીએ છીએ તો હલકાં ફૂલ થઈ જવાય છે.
દાદાશ્રી : એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય. મોઢા પર મસ્તી આવે. તમને ખબર ના પડે ડાઘ જ જતો રહેલો ? કેમ ના પડે ?