________________
પ્રતિક્રમણે
પ્રતિક્રમણ
બધું કરું છું છતાં આ મારું અપમાન કરે છે ?
દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતનાં લોક છે. તે મોક્ષે ના જવા દે.
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો, ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે !
જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય, એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે, જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટા.
(૧૪૫) પ્રશ્નકર્તા: કોઈ માણસ ઉપરથી આપણને વિશ્વાસ ઊડી ગયો હોય, એણે આપણી જોડે વિશ્વાસઘાત કર્યો હોય અને આપણને વિશ્વાસ ઊડી ગયો હોય. એ વિશ્વાસ પાછો મેળવવા શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એના માટે જે ખરાબ વિચાર કર્યા હોયને, એનાં છે તે પશ્ચાતાપ કરવાં જોઈએ. વિશ્વાસ ઊઠી ગયા પછી આપણે જે જે ખરાબ વિચાર કર્યા હોય, એનો પશ્ચાતાપ લેવો પડે, પછી રાગે પડી જાય. એટલે પ્રતિક્રમણ કરવાં પડે.
(૧૪૬) ૯. તિર્લેપતા, અભાવથી ફાંસી સુધી ! પ્રશ્નકર્તા સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એ તો એનું મોટું-બોટું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે. એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી, ન ખબર પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે !
પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એસ્ટ્રેશન (હાવભાવ) ના લાવે.
દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા, એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. નીકળ્યું હોય ભારે તો આપણને ના ખબર પડે કે, એને વાગ્યું હશે ?!
પ્રશ્નકર્તા : ખબર પડે ને !
દાદાશ્રી : તે ય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાના અભિપ્રાયથી દૂર કરવા માટે છે અને પ્રતિક્રમણથી શું થાય કે, સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલે ય ના થાય. મનમાં નક્કી રાખો કે, મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રીએકશન (પ્રતિક્રિયા) લે. (૧૫૧)
પ્રશ્નકર્તા : કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ?
દાદાશ્રી : પસ્તાવો થાય એટલે તરછોડ મારવાની ટેવ છૂટી જાય, થોડો વખત તરછોડ મારીને પછી પસ્તાવો ના કરે ને મેં કેવું સારું કર્યું, તો તે નર્ક જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ.
પ્રશ્નકર્તા: સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું?