________________
પ્રતિક્રમણ
૩૩
પ્રતિક્રમણ
હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એના પક્ષમાં જ હોય, ઘરનાં માણસો.
(૩૧૨) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ, આ મૂળ સિદ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુદ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ભાવ છે, ખરાબ ભાવ છે, એ ઓછા થાયને ?
દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તુટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું. સામાને માટે લેવા-દેવા નથી. સામાને શુદ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુદ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ.
પ્રશ્નકર્તા તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય, એ ઓછો થાય ને ?
દાદાશ્રી : ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય. શુદ્ધાત્મા જોવાથી ના થાય, પણ પ્રતિક્રમણ કરો તો થાય.
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં ?
એક ફેર આંબા પર વાંદરો આવ્યો હોય ને કેરીઓ તોડી નાખે, તો પરિણામ ક્યાં સુધી બગડે કે આ આંબો કાપી નાખ્યો હોય તો સારું. આવું કરી નાખે. હવે ભગવાનની સાક્ષીએ વાણી નીકળેલી કંઈ નકામી જતી હશે ? પરિણામ ના બગડે તો કશું ય નથી. બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય. આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને અંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે. (૩૧૯)
આ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થયા હોય, તેનું શુદ્ધીકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધીકરણ થાય અને સમતામાં રહેવાનું.
પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ?
દાદાશ્રી : હજુ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાતાપ કરીને એને ધોઈ નાખવા પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલાં થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય !
પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન મળ્યા પહેલાં નર્કનું બંધ પડી ગયાં હોય તો નર્ક જવું પડે ને ?
દાદાશ્રી : એવું છે કે આ જ્ઞાન જ એવું છે કે પાપો બધાં ભસ્મીભૂત થઈ જાય છે, બંધ ઊડી જાય છે. નર્ક જનારા હોય પણ તે પ્રતિક્રમણ કરે, જીવતા હોય ત્યાં સુધીમાં, તો તેનું ધોવાઈ જાય. પોસ્ટમાં કાગળ નાખ્યા પહેલાં તમે લખો કે ઉપરનું વાક્ય લખતાં મનનું ઠેકાણું ન હતું તો તે ઊડી જાય.
પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ?
દાદાશ્રી : થાયને, અસર થાય. જોઈએ તો ય ફાયદો થાય. પણ એકદમ ના ફાયદો થાય. પછી ધીમે ધીમે ધીમે ! કારણ કે શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી, સારા માણસ ને ખોટા માણસ, એ રીતે જોયું છે. બાકી શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું નથી.
(૩૧૮) - જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ, તો વાધે ય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે. અને વાઘ શુદ્ધાત્મા છે એવું ધ્યાન રહે, તો એ શુદ્ધાત્મા જ છે ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે.