________________
પ્રતિક્રમણ
૭૫
પ્રતિક્રમણ
દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડા ગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય..
કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાનો, કંઈક ચીકણો થઈ ગયેલો ને તે પુરા થઈ જશે. એમાં છૂટકો જ નહીંને ! આ તો રઘા સોનીનો કાંટો છે. ન્યાય, જબરજસ્ત ન્યાય ! ચોખ્ખો ન્યાય. પ્યોર ન્યાય ! એમાં ચાલે નહીં પોલંપોલ.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ? દાદાશ્રી : ઓછા થાયને ! ને જલદી નિવેડો આવી જાય. (૩૨૦)
પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ?
દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોટું યાદ હોય, તો કરાય. મોટું સ્ટેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથી ય કરાય, તો એને પહોંચી જાય બધું.
(૩૨૧) ૨૩. મત માંડે મોંકાણ ત્યારે.... મહાત્માઓને ભાવ-અભાવ હોય છે પણ એ નિકાલીકર્મ છે ભાવકર્મ નથી. ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ ને ભાવાભાવ એ બધાં નિકાલી કર્મ છે. તેનો સમભાવે નિકાલ કરવાનો છે. આ કર્મો પ્રતિક્રમણ સહિત નિકાલ થાય. એમ ને એમ ના નિકાલ થાય.
પ્રશ્નકર્તા : કો'ક વખત આપણું અપમાન કરી નાખે તો ત્યાં મનના પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય.
દાદાશ્રી : આપણે તો એ વખતે શું બન્યું એનો વાંધો નહીં. અરે દેહનો ય પ્રતિકાર થઈ ગયો, તોય એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને મનનો પ્રતિકારે ય બંધ
થઈ જાય, છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે દેહનો ય પ્રતિકાર થઈ જાય. તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા: વિચારનાં પ્રતિક્રમણ કરવાં પડે ?
દાદાશ્રી : વિચાર જોવાના. એનાં પ્રતિક્રમણ નહીં. બહુ ખરાબ વિચાર, હોય કો'કના માટે, તો એના માટે પ્રતિક્રમણ કરવાં પડે. પણ કોઈને નુકસાન કરનારી ચીજ હોય ત્યારે જ. એમને એમ આવે, બધે ગમે તેવું આવે, ગાયના, ભેંસના બધી જાતના વિચાર આવે, એ તો આપણા જ્ઞાનથી ઊડી જાય. જ્ઞાને કરીને જોઈએ તો ઊડી જાય. એને જોવાના ખાલી, એનાં પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ તો આપણું કોઈને તીર વાગ્યું હોય, તો જ હોય.
આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.
(૩૨૩) પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય. પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ?
દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે ‘વિચાર સારો હોવો જોઈએ.’ એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી, નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, “બધા સારા છે” સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે. (૩૨૪)
ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે.