________________
પ્રતિક્રમણ
માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું.
(૩૩૦)
યાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોય તો ગૂંચ પડેલી ભૂલ જવાત. તમને કેમ કોઈ ફોરેનર્સ યાદ નથી આવતાં ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગ-દ્વેષના કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઈ જાય. ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયાં તેથી. સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યાં તેથી.
૩૯
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ માલિકીભાવનું હોય ને ?
દાદાશ્રી : માલિકીભાવનું પ્રત્યાખ્યાન હોય. ને દોષોનું પ્રતિક્રમણ હોય. પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરવા છતાં વારંવાર એ ગુનો યાદ આવે તો એનો અર્થ એવો કે, એમાંથી હજી મુક્ત નથી થયા ?
દાદાશ્રી : આ ડુંગળીનું એક પડ નીકળી જાય તો બીજું પડ પાછું આવીને ઊભું રહે, એવા બહુ, બહુ પડવાળા છે આ ગુના. એટલે એક પ્રતિક્રમણ કરીએ તો, એક પડ જાય એમ કરતું કરતું, સો પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય. કેટલાકનાં પાંચ પ્રતિક્રમણ કરીએ ત્યારે એ ખલાસ થાય, કેટલાંકના દશ ને કેટલાંકના સો થાય. એના પડ હોય એટલા પ્રતિક્રમણ થાય. લાંબું ચાલ્યું એટલો લાંબો ગુનો હોય. (૩૩૨) પ્રશ્નકર્તા : યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું. એ સમજાવો.
દાદાશ્રી : યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય.
પ્રશ્નકર્તા : તે જેટલી વાર યાદ આવે એટલી વાર કરવું ?
દાદાશ્રી : હા, એટલી વખત કરવું. આપણે કરવાનો ભાવ રાખવો. એવું છેને, યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએને ! તો આનો ટાઈમ મળે. રાતે કંઈ યાદ આવતા નહીં હોય ?
પ્રશ્નકર્તા : એ તો કંઈ સંજોગ હોય તો.
વ
દાદાશ્રી : હા, સંજોગોને લઈને.
પ્રશ્નકર્તા ઃ અને ઇચ્છાઓ આવે તો ?
પ્રતિક્રમણ
દાદાશ્રી : ઈચ્છા થવી એટલે સ્થૂળવૃત્તિઓ થવી. પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું.
પ્રશ્નકર્તા ઃ તે વખતે ‘દાદા’એ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે. દરેક વખતે એવું કહેવાનું.
દાદાશ્રી : આ વસ્તુ મારી ન હોય. વોસરાવી દઉં છું. અજ્ઞાનતામાં મેં આ બધી બોલાવી હતી. પણ આજે મારી ન હોય આ, એટલે વોસરાવી દઉં છું. મન-વચન-કાયાથી વોસરાવી દઉં છું. હવે મારે કંઈ જોઈતું નથી. આ સુખ મેં અજ્ઞાનદશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ન હોય. એટલે વોસરાવી દઉં છું. (૩૩૩)
આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઑન સાઈટ (દેખો ત્યાંથી ઠા૨) પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ (પાયા) ઉપર ઊભું રહ્યું છે. ભૂલ કોઈની થતી જ નથી. સામાને આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય, તો દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મથી મુક્ત એવાં તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : પણ દર વખતે આખું લાંબું બોલવું ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. શોર્ટમાં પતાવી દેવાનું. સામાના શુદ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે ‘આ ભૂલ થઈ, માફ કરો’. (૩૩૪)
અને બીજું ઘરના માણસોનાં ય રોજ પ્રતિક્રમણ કરવાં જોઈએ. તારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો બધાનું. રોજે ય પ્રતિક્રમણ કરવું પડે. કુટુંબીઓ બધાનું, કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય.
એટલે પ્રતિક્રમણ કરોને, એક કલાક જો કુટુંબીઓ માટે પ્રતિક્રમણ કરોને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને, દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકાઓ-કાકાના દીકરાઓ, ને એ બધાં,