________________
પ્રતિક્રમણ
૧૮
પ્રતિક્રમણ
પ્રત્યાખ્યાન કરે, કે આવું નહીં કરું, આવું નહીં કરું, તો એ મોક્ષમાર્ગ ઉપર ચાલે છે.
એવું તો કશું કરતા નથી એ બિચારાં, એટલે શું થાય ? આમ મોક્ષમાર્ગ સમજે તો હેંડેને, સમજવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી એમને પ્રત્યક્ષ ન ખમાવે ત્યાં સુધી એમનામાં ડંખ તો રહે જ ને ! એટલે પ્રત્યક્ષ તો ખમાવવું જ પડે ને ?
દાદાશ્રી : પ્રત્યક્ષ ખમાવવાની જરૂર જ નથી. ભગવાને ના પાડી છે. પ્રત્યક્ષ તો તમે ખમાવવા જજો, જો સારો માણસ હોય તો, એને ખમાવજો અને નબળો માણસ હોય તો ખમાવશો તો માથામાં ટપલી મારશે. અને નબળો માણસ વધારે નબળો થશે. માટે પ્રત્યક્ષ ના કરશો અને પ્રત્યક્ષ કરવાં હોય તો બહુ સારો માણસ હોય તો કરજો. નબળો તો ઉપરથી મારે. અને જગત આખું નબળું જ છે. ઉપરથી ટપલી મારશે, ‘હું હું કહેતી'તી ને, તું સમજતી નહોતી. માનતી નહોતી, હવે ઠેકાણે આવી.” અલ્યા મૂઆ, એ ઠેકાણે જ છે, એ બગડી નથી. તું બગડી છે એ સુધરી છે, સુધરે છે. (૭૬)
મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાળે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડ ને એવું બધું ના હોય ને !
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાંય અવતારથી અમારી આ લાઈન, કેટલાંક અવતારથી આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.
(૭૭) કષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવાં એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય તેનાં પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધાં લોકોએ કાઢી નાખી છે !!!
હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, “મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?’ એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય !
જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું !
(૭૮) ૫. અક્રમ વિજ્ઞાનતી રીત ! આપણે અક્રમ શું કહે છે ? એને પૂછીએ કે, ‘તું બહુ દહાડાથી ચોરી કરું છું ?” ત્યારે એ કહે, “હા.” પ્રેમથી પૂછીએ, તો બધું કહે, “કેટલું. કેટલા વર્ષથી કરું છું?” ત્યારે એ કહે, ‘બે-એક વર્ષથી કરું છું.' પછી આપણે કહીએ, ચોરી કરું છું તેનો વાંધો નથી.’ એને માથે હાથ ફેરવીએ. ‘પણ પ્રતિક્રમણ કરજે આટલું.'
(૮૦) જે પ્રતિક્રમણ કર્યું, તે ચોરી આખી ભૂંસાઈ ગઈ. અભિપ્રાય બદલાયો. આ જે કરી રહ્યો છે તેમાં પોતાનો અભિપ્રાય એક્સેપ્ટ કરતો નથી. નોટ હીઝ ઓપીનિયન !
દાદાનું નામ લઈ અને પછી પસ્તાવો કરજે. હવે ફરી નહીં કરું, ચોરી કરી એ ખોટું કર્યું છે. અને હવે એવું ફરી નહીં કરું એવું એને શીખવાડીએ !
એવું એને શીખવાડ્યા પછી પાછાં એનાં માબાપ શું કહે છે ? ‘ફરી ચોરી કરી પાછી ?” અલ્યા, ફરી ચોરી કરે તો ય પણ એવું બોલવાનું, એ બોલવાથી શું થાય છે, એ હું જાણું છું. આ છૂટકો નથી.
એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે,