________________
પ્રતિક્રમણ
નાખવું. એ હતી એવી ને એવી જગ્યા કરી નાખવી એનું નામ પ્રતિષ્મણ. હવે તો નર્યું ડાઘવાળું ધોતિયું દેખાય છે.
૧૩
આ તો એક દોષનું પ્રતિક્રમણ કર્યું નથી અને નર્યા દોષોના ભંડાર થઇ ગયા છે.
આ બેન છે, તે શાથી એમના આચાર-વિચાર બધા ઊંચા ગયા છે, ત્યારે કહે, પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને આ બેન તો કહે છે, મહીંથી બારસો-બારસો વખત પ્રતિક્રમણ થાય છે અને આ લોકોએ એક નથી કર્યું. એમના બાપના સમ ! જો એક પણ કર્યું હોય તો. (૫૪)
હંમેશાં ય કર્યાનું આવરણ આવે છે. આવરણ આવે એટલે ભૂલ દબાઈ જાય ને એટલે ભૂલ દેખાય જ નહીં. ભૂલ તો આવરણ તૂટે ત્યારે દેખાય અને એ જ્ઞાની પુરુષની પાસે આવરણ તૂટે, બાકી પોતાથી આવરણ તૂટે નહીં. જ્ઞાની પુરુષ તો બધાં આવરણ ફ્રેકચર કરી ઊડાડી મેલે !!
(૫૫)
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે
થાય ?
દાદાશ્રી : સમકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યક્ત્વ થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી, પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મદ્રષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે, તો એનાથી પાપ ઓછાં બંધાય, સમજ પડીને ? પ્રતિક્રમણ-પસ્તાવો કરવાથી કર્મો ઊડી જાય !
કપડાં પર ચાનો ડાઘ પડે કે તરત તેને ધોઈ નાખો છો તે શાથી ? પ્રશ્નકર્તા ઃ ડાઘ જતો રહે એટલા માટે
દાદાશ્રી : એવું મહીં ડાઘ પડે કે તરત ધોઈ નાખવું પડે. આ લોકો તરત ધોઈ નાખે છે. કંઈ કષાય ઉત્પન્ન થયો, કશું થયું કે તરત ધોઈ નાખે તે સાફ ને સાફ, સુંદર ને સુંદર ! તમે તો બાર મહિને એક દહાડો કરો, તે દહાડે બધાં
૧૪
પ્રતિક્રમણ
લૂગડાં બોળી નાખે ?!
અમારું શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે કરો છો એને પ્રતિક્રમણ કહેવાય નહીં. કારણ કે કપડું એકુંય ધોવાતું નથી તમારું. અને અમારાં તો બધાં ધોવાઈને ચોખ્ખાં થઈ ગયાં. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય કે કપડાં ધોવાઈ ને ચોખ્ખાં થઈ જાય.
લૂગડાં રોજ એક એક ધોવાં પડે. ત્યારે જૈનો શું કરે ? બાર મહિના થાય એટલે બાર મહિનાનાં બધાં લૂગડાં ધૂએ ! ભગવાનને ત્યાં તો એ ના ચાલે. આ લોકો બાર મહિને લૂગડાં બાફે છે કે નહીં ? આ તો એકે એક ધોવું પડે. પાંચસો-પાંચસો લૂગડાં દ૨૨ોજનાં આખો દહાડો ધોવાશે ત્યારે કામ થશે.
જેટલાં દોષ દેખાય એટલાં ઓછા થાય. આમને રોજના પાંચસો દોષ
દેખાય છે. હવે બીજાને નથી દેખાતા, એનું શું કારણ ? હજુ કાચું છે એટલું, કંઈ દોષ વગરનો થઈ ગયો છે, તે નથી દેખાતો ?!
(૬૩)
ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ ૨કમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે.
(૬૪)
૪. અહો, અહો ! એ જાગૃત દાદો !!
આ દુનિયામાં બધા નિર્દોષ છે. પણ જો આવી વાણી નીકળે છે ને ?! અમે તો આ બધાને નિર્દોષ જોયેલા છે, દોષિત એય છે નહીં. અમને દોષિત દેખાતો જ નથી. ફક્ત દોષિત બોલાય છે. બોલાતું હશે આવું આપણે ? આપણે શું ફરજિયાત છે બોલવું ? કોઈનું ય ના બોલાય. એની પાછળ તરત જ એનાં પ્રતિક્રમણ ચાલ્યા કરે. એટલું આ અમારે ચાર ડિગ્રી ઓછી છે તેનું આ ફળ છે. પણ પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે.
અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ