________________
પ્રતિક્રમણ
દોને, અત્યારે ખીચડી-કઢી કરી નાખોને, બહુ થઈ ગયું.’ જો આ તારી બૈરીની ગાડી ચાલી. રસોડામાં શું થઈ જાય ?
૪૯
હવે ભગવાનની આજ્ઞા શું છે, જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ કે અત્યારે કંઈથી મૂઆ, એવો ભાવ આવી જ જાય માણસને. અત્યારે તો આ દુષમકાળનું દબાણ એવું છે, વાતાવરણ એવું છે, એટલે એને આવી જાય. મોટો માણસ હોય તેનેય આવી જાય.
હવે આને શા હારું તું મહીં આ ચીતરે છે ? બહાર સારું કરું છું અને અંદર ઊંધું ચીતરે છે. એટલે આ ગયા અવતારનું ફળ ભોગવીએ છીએ કે આપણે આ સારી રીતે બોલાવીએ છીએ અને આ નવું આવતા અવતારનું બાંધીએ છીએ. આપણે અંદરના હિસાબે અત્યારે કંઈથી મૂઆ અવળું બાંધીએ છીએ.
એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે માફી માગી લઈને કહેવું, કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, આ વાતાવરણના દબાણને લઈને બોલી ગયો પણ આવી મારી ઇચ્છા નથી. એ ભલે રહે. તેનું તમે ભૂંસી નાખોને, એટલે તમારો પુરુષાર્થ કહેવાય.
આવું થાય તો ખરું જ, એ તો મોટામાં મોટા સંયમીઓને થાય. એવો કાળ વિચિત્ર છે આ. પણ તમે જો ભૂંસી નાખો તો તમને એવું ફળ મળશે. (૨૦૫)
પ્રશ્નકર્તા : સામાન્ય એક કલાકની અંદર પાંચ-પચીસ અતિક્રમણ થઈ
જાય.
દાદાશ્રી : એ ભેગાં કરીને કરવાં. સામટાં થાય. એ સામટાં પ્રતિક્રમણ કરું છું કહીએ.
પ્રશ્નકર્તા : તો કેવી રીતે કરવું ? શું કહેવું ?
દાદાશ્રી : આ બધાં બહુ થયાં એટલે આ બધાનાં સામટાં પ્રતિક્રમણ કરું છું. વિષય બોલવા કે આ વિષય પર આ બોલવા અને સામટાં પ્રતિક્રમણ કરું
પ્રતિક્રમણ
છું કહીએ એટલે ઉકેલ આવી ગયો, અને છતાં બાકી રહ્યું તો એ ધોઈ નાખીશું. આગળ ધોવાશે. પણ એની પર બેસી ના રહેવું. બેસી રહીએ તો બધાં આખું ય રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. (૨૧૧)
૧૪. ...કાઢે કષાયતી કોટડીમાંથી
પ
પ્રશ્નકર્તા ઃ કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ?
દાદાશ્રી : એ બે ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. ‘હે દાદા ભગવાન ! ભયંકર વાંધો આવ્યો. જબરદસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ? સામાની માફી માગું છું, આપની સાક્ષીમાં, ખૂબ જબરદસ્ત માફી માગું છું.’
પ્રશ્નકર્તા : કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ, તો એ મનમાં અંતર લાબું પડ્યા કરે. અને કોઈની જોડે કોઈ એકાદ-બે, તો અમુકમાં પ્રતિક્રમણ બે-ત્રણ-ચાર વાર, એમ વધારે વાર કર્યા કરવાં પડે કે એક વાર કરે તો આવી જાય બધાનું ?
દાદાશ્રી : જેટલું થાય એટલું એમ કરવું. અને પછી છેવટે જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગાં થઈ જાયને, તો જાણું કરવું કે આ બધા કર્મોનાં મારાથી પ્રતિક્રમણ થતાં નથી. આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું. તે પહોચી ગયું. (૨૧૯)
પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કરીએ, સામા માણસ પર, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ?
દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી. આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ?!