________________
પ્રતિક્રમણ
ફરી એવો દોષ થાય તો ફરી પશ્ચાત્તાપ લેવો જોઈએ. એમ કરતાં કરતાં દોષ ઓછો થાય. તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે. થઈ જાય છે
એ હજુ પ્રકૃતિદોષ છે. આ પ્રકૃતિદોષ એ તમારો પૂર્વભવનો દોષ છે, આજનો આ દોષ નથી, આજે તમારે સુધરવું છે, પણ આ થઈ જાય છે એ તમારો
પહેલાનો દોષ છે. એ તમને પજવ્યા વગર રહેશે નહીં. માટે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર કર કરવું પડે.
(૧૦)
પ્રશ્નકર્તા : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ? દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, તેં મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્મ હતું, તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના ઉપર જ પ્રતિક્રમણ ?
દાદાશ્રી : બીજાના દોષ એકલા નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધાં ઉપર પ્રતિક્રમણ કરવાનાં. (૧૧)
૨. પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ !
ભગવાને કહ્યું છે કે, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહારધર્મ જ બીજો નથી. પણ તે કૅશ હોય તે, ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ હમણે થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે ? અને પછી આલોચના કરી, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કેશ કર. એને ભગવાને વ્યવહારનિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને ? સમકિત થયા પછી ત્યાં સુધી કરવું હોય તો ય ના થાય. તે સમકિત થતું ય નથી ને ! છતાં ય કોઈ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય, તો ય કામ કાઢી નાખે. ભલે
પ્રતિક્રમણ
નોંધારું શીખી જાય તો ય વાંધો નથી. એને સકિત સામે આવીને ઊભું રહેશે !!!
F
જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. (૧૨)
પ્રશ્નકર્તા : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ, અને કહે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ?
દાદાશ્રી : હા. પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય. તો ‘ફરી હવે નહીં કરું' એનું નામ પ્રત્યાખ્યાન. ફરી નહીં કરું, એનું પ્રોમિસ આપું છું, એવું મનમાં નક્કી કરવાનું અને પછી ફરીવાર એવું થાય તો એક પડ તો ગયું, તે પછી બીજું પડ આવે, તો એમાં ગભરાવાનું નહીં, વારેઘડીએ આ કર્યા જ કરવાનું. (૧૩)
પ્રશ્નકર્તા : આલોચના એટલે શું ?
દાદાશ્રી : હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય, તો જે આપણા ગુરુ હોય અગર તો જ્ઞાની હોય તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો.
એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું ? ત્યારે કહે, ‘જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી, જે લોકમાં નીંદ્ય થાય એવાં કર્મ, સામાને દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. તે થયું હોય તો, પ્રતિક્રમણ કરવાની જરૂર. (૧૪)
કર્મ બાંધે છે કોણ ? તેને આપણે જાણવું પડે, તમારું નામ શું ? પ્રશ્નકર્તા : ચંદુલાલ.
દાદાશ્રી : તો ‘હું ચંદુલાલ છું’ એ જ કર્મનો બાંધનાર. પછી રાતે ઊંઘી જાય, તો ય આખી રાત કર્મ બંધાય છે. ‘હું ચંદુલાલ છું’ તે ઊંઘતાં ય કર્મ બંધાય છે. એનું શું કારણ ? કારણ કે, એ આરોપિત ભાવ છે. એટલે ગુનો લાગુ થયો. ‘પોતે’ ખરેખર ચંદુલાલ નથી. અને જ્યાં તમે નહીં ત્યાં ‘હું છું’