________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
જાય પાછું, ચાર્જ થયા વગરનું એટલે પ્રતિક્રમણથી હલકાં કરી કરી પછી નિકાલ થયા કરશે.
પ્રશ્નકર્તા : તમે કહો છો કે અતિક્રમણ ન્યૂટ્રલ જ છે. તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું ?
દાદાશ્રી : અતિક્રમણ ન્યૂટ્રલ જ છે. પણ તેમાં તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ અતિક્રમણમાં તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ કશું જ કરી શકે નહીં. અને પ્રતિક્રમણ તો આપણે તન્મયાકાર ના થઈએ તો ય પણ કરે. ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયાં, તેને ય તમે જાણો ને નથી થયાં તેનેય તમે જાણો. તમે તન્મયાકાર થતાં જ નથી. તન્મયાકાર મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર થાય છે. તેને તમે જાણો છો.
પ્રશ્નકર્તા ઃ તન્મયાકાર ચંદુભાઈ થયા તો ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ને ?
દાદાશ્રી : હા. ચંદુભાઈને કહેવાનું. પ્રશ્નકર્તા : સ્વપ્નામાં પ્રતિક્રમણ થઈ શકે ?
દાદાશ્રી : હા, બહુ સારા થઈ શકે. સ્વપ્નામાં પ્રતિક્રમણ થાય, એ અત્યારે થાય છે ને તેના કરતાં સારાં થાય. અત્યારે તો આપણે હુડ હુડ કરી નાખીએ. સ્વપ્નામાં જે કામ થાયને એ બધું આખું પદ્ધતિસર હોય. સ્વપ્નામાં ‘દાદા’ દેખાય તે એવા ‘દાદા’ તો આપણે જોયા જ ના હોય એવા દાદા દેખાય. જાગૃતિમાં એવા દાદા ના દેખાય, સ્વપ્નામાં બહુ સારા દેખાય. કારણ કે સ્વપ્ન એ સહજ અવસ્થા છે. અને આ જાગૃત એ અસહજ અવસ્થા છે. (૩૮૩)
ક્રમિક માર્ગમાં આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પ્રતિક્રમણ ‘પોઈઝન’ ગણાય છે. આપણે અહીં ય પ્રતિક્રમણ હોતું નથી. આપણે પ્રતિક્રમણ ‘ચંદુભાઈ’ પાસે કરાવીએ છીએ. કારણ કે આ તો અક્રમ, અહીં તો બધો જ માલ ભરેલો.
(૩૯૨) આપણે તો સામાના કયા આત્માની વાત કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, તે જાણો છો ? પ્રતિષ્ઠિત આત્માને નથી કરતા, આપણે એના
મૂળ શુદ્ધાત્માને કરીએ છીએ. આ તો એ શુદ્ધાત્માની હાજરીમાં આ એની જોડે થયું તે બદલ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ શુદ્ધાત્માની પ્રતિ આપણે ક્ષમા માગીએ છીએ. પછી એના પ્રતિષ્ઠિત આત્મા જોડે આપણે લેવાદેવા નથી.
પ્રતિક્રમણે ય અહંકારે જ કરવાનું. પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, “અતિક્રમણ કેમ કર્યું ?” પ્રજ્ઞા શું ચેતવે ? ‘અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.’
(૪૦૫) સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્રષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે દોષો સ્થૂળ નથી.
પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ?
દાદાશ્રી : દેખાય બધાં દોષો. પણ અમારી દોષ ભણી દ્રષ્ટિ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય. પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્રષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્રષ્ટિ ના હોય. એમને ખબર ? પડી જ જાય, બધાંના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં.
(૪૧૬) અમારી પાસે જેટલાં દંડને યોગ્ય છે તેમને પણ માફી હોય ને, માફી પણ સહજ હોય. સામાને માફી માગવી ના પડે. જ્યાં સહજ માફી આપવામાં આવે છે ત્યાં તે લોકો ચોખ્ખા થાય છે. અને જ્યાં કહેવામાં આવે છે કે “સાહેબ માફ કરજો’ ત્યાં જ મેલાં થયેલા છે. સહજ માફ થાય ત્યાં તો ચોખ્ખું બહુ થઈ જાય.
(૪૧૯) જ્યાં સુધી અમારે સાહજિક્તા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે ય કરવાં ના પડે, સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ ત્યારે સાહજિકતામાં જ દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે.
(૪૨૦)