________________
પ્રતિક્રમણ
પ
અભિપ્રાય ના બંધાય એટલું જરા જોવું. મોટામાં મોટું સાચવવાનું છે અભિપ્રાયનું. બીજું કશું વાંધો નથી. કોઈકનું જોતા પહેલાં જ અભિપ્રાય બંધાય, આ સંસાર જાગૃતિ એટલી બધી કે અભિપ્રાય બંધાઈ જાય. એટલે અભિપ્રાય બંધાઈ જાય કે આપણે છોડી નાખવો. અભિપ્રાય માટે બહુ સાવચેત રહેવાની જરૂર છે. એટલે અભિપ્રાય બંધાશે તો ખરા, પણ બંધાય તો આપણે તરત છોડી નાખવો. અભિપ્રાય પ્રકૃતિ બાંધે છે, ને પ્રજ્ઞાશક્તિ અભિપ્રાય છોડ્યા કરે છે. પ્રકૃતિ અભિપ્રાય બાંધ્યા કરવાની, અમુક ટાઈમ સુધી બાંધ બાંધ જ કરશે, પણ આપણે એને છોડ છોડ કરવાં. અભિપ્રાય બંધાયા તેની તો આ બધી ભાંજગડ થઈ છે.
પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવું કેવી રીતે ?
દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે ‘આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય ?’ એવું કહીએ તે, અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે ‘આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? આ તે તમે કેવું કરો છો ?’ એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય. (૨૬૦)
પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો. આ પ્રતિક્રમણ કરો એટલે પેલો અભિપ્રાય તૂટી ગયો. અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. જો મને કોઈ પણ માણસ ઉપર સહેજે મારો અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગાનુસાર, ચોરી કરે અને હું જાતે જોઉં તોય એને ચોર હું કહું નહીં. કારણ કે સંજોગાનુસાર છે. જગતના લોકો શું કહે છે કે જે પકડાયો એને ચોર કહે છે. સંજોગાનુસાર હતો કે કાયમ ચોર હતો, એવું જગતનાં લોકોને કંઈ પડેલી નથી. હું તો કાયમ ચોરને ચોર કહું છું. અને સંજોગાનુસારને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય જ બદલતો નથી. કોઈપણ માણસનો મેં અત્યાર સુધી બદલ્યો નથી.
(૨૬૨)
પ્રતિક્રમણ
આપણે શુદ્ધ થયા, અને ચંદુભાઈને શુદ્ધ કરવા એ આપણી ફરજ. એ પુદ્ગલ શું કહે છે કે ભઈ, અમે ચોખ્ખા જ હતા. તમે અમને બગાડ્યા, ભાવ કરીને, અને આ સ્થિતિએ અમને બગાડ્યા. નહીં તો અમારામાં લોહી, પરુ, હાડકાં કશું જ નહોતું. અમે ચોખ્ખા હતા. તમે અમને બગાડ્યા. માટે તમારે જો મોક્ષે જવું હોય તો તમે એકલા જ શુદ્ધ થઈ ગયા એટલે દહાડો વળશે નહીં. અમને શુદ્ધ કરશો તો જ તમારો છૂટકારો થશે. (૨૬૫)
૧૮. વિષય જીતે તે રાજાઓનો રાજા !
૬૦
પ્રશ્નકર્તા : એક વખત વિષયનું બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?
દાદાશ્રી : બીજ પડી જ જાયને. એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછાવત્તા થઈ જાય એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય.
તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરેને, એટલે ઓછું થઈ જાય ! (૨૭૨)
અત્યારે ફક્ત આંખને સંભાળી લેવી. પહેલાં તો બહુ કડક માણસો, આંખો ફોડી નાખતા'તા. આપણે આંખો ફોડી નાખવાની નહીં. એ મૂર્ખાઈ છે, આપણે આંખ ફેરવી નાખવાની. એમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. એક મિનિટ પણ પ્રતિક્રમણ ચૂકશો નહીં. ખાધા-પીધામાં વાંકું થયું હશે તો ચાલશે. સંસારનો મોટામાં મોટો રોગ જ આ છે. આને લઈને જ સંસાર ઊભો રહ્યો છે. આના મૂળિયા પર સંસાર ઊભો રહ્યો છે. મૂળ જ છે આ. હક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જાય. પ્રશ્નકર્તા : અમે અણહક્કનું તો ખાધું છે.
જ
દાદાશ્રી : તો ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરોને, હજુ ભગવાન