________________
પ્રતિક્રમણ
બહાર મૂકી આવવી. તીર્થંકરોએ ‘માર’ શબ્દ હઉ કાઢી નખાવેલો. ‘માર’ શય ના બોલશો કહે છે. ‘માર’એ ય જોખમવાળો શબ્દ છે. એટલું બધું અહિંસાવાળું, એટલા બધા પરમાણુ અહિંસક હોવા જોઈએ.
૫૫
પ્રશ્નકર્તા : ભાવહિંસા અને દ્રવ્યહિંસાનું ફળ એક જ પ્રકારનું આવે ? દાદાશ્રી : ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને સિનેમાની પેઠે સિનેમા ચાલે છે ને, તે આપણે જોઈએ છીએ. એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ વર્તે. અને દ્રવ્યહિંસા તો દેખાય, પ્રત્યક્ષ, મન-વચનકાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે. તમે કહો કે જીવોને બચાવવા જેવા છે. પછી બચે કે ના બચે, તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ. (૨૪૦)
પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે ‘મન, વચન, કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો’ પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપણ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?
દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપણ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ.
પ્રશ્નકર્તા : પણ, આ પાપ તો થવાનું જ ને ?
દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો
પ્રતિક્રમણ
આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. સમજણ પડે છે તમને ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી અમારી જવાબદારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે ?
૫૬
ખેતીવાડીમાં જીવજંતુ મરે તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દશ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું તેના જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું તેનો મને વાંધો નથી. પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર. (૨૪૧)
પ્રશ્નકર્તા : તમે પેલું વાક્ય કહ્યું હતું ને કે કોઈ જીવમાત્રને મન, વચન, કાયાથી દુઃખ ન હો. એટલું સવારમાં બોલે તો ચાલે કે ના ચાલે ?
દાદાશ્રી : એ પાંચ વખત બોલે, પણ આ એવી રીતે બોલવું જોઈએ કે પૈસા ગણેને અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ.
રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય, જેવું અંતઃકરણ હોય એવું બોલતી વખતે રાખવું પડે. (૨૪૩)
૧૬. વસમી વેરતી વસુલાત...
પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત સામા જોડે ચૂકવવા જવું પડેને ?
દાદાશ્રી : ના, એને ચૂકવવાનું નથી. આપણે બંધાયેલા રહ્યા. સામા જોડે આપણે કશું લેવા-દેવા નથી.
પ્રશ્નકર્તા : પણ આપણે ચૂકવવું પડેને ?
દાદાશ્રી : એટલે આપણે જ ફરી બંધાયેલા છીએ. માટે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણથી મટે. તેથી તો તમને હથિયાર આપેલુંને, પ્રતિક્રમણ ! (૨૪૭)