Book Title: Prarthana Piyush
Author(s): Mumukshu Bhai Baheno
Publisher: Raj Saubhag Satsang Mandal
Catalog link: https://jainqq.org/explore/009216/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 11 30 11 શ્રી રાજ સૌભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૫ મું પ્રાર્થના પિયુષ સંયોજક : મુમુક્ષુ ભાઈ-બહેનો -SHREE Raj Saubhag શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સૌભાગ પરા, સાયલા - ૩૫૩૪૩૦ પ્રાર્થના પિયુષ * ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “સદ્ગુરુના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ, સમજયા વણ ઉપકારશો? સમજયે જિનસ્વરૂપ મુમુક્ષુ મંડળના ઘણા ઘણા પુણ્યયોગે એમને ઉપરોકત કડીના શબ્દોને ચરિતાર્થ કરવા જોગ પ્રાપ્ત થયો છે. એ જોગનું શું મૂલ્ય છે એ તો અધિકારી આત્મા જ સમજી શકે. અધિકારી થવા માટે તથા આત્મકલ્યાણમાં ઉપકાર અર્થે ગ્રંથમાળા તૈયાર કરવાનો મંગળ પ્રારંભ કરેલ છે. તેમાં ચાર પુષ્પોનું પ્રગટીકરણ થયેલ છે. જેમાં આજે આ પાંચમું પુષ્પ પ્રગટ થઈ રહ્યું છે. આ પુષ્પ આત્માને અધિકારી થવા માટે જરૂરી ભાથું પુરું પાડે તેમ છે. જેનું નિત્ય સેવન કરવામાં આવે તો આત્મલક્ષી જીવોને માટે ઉપકારી પદોનો આ સંગ્રહ છે. આ પુષ્પ તૈયાર કરવામાં નાણાંકીય સહાય આપનાર મુમુક્ષુ ભાઈઓ-બહેનોનો આભાર માનવામાં આવે છે. માત્ર એટલી અપેક્ષા કે આ પુષ્પના નિદિધ્યાસનથી અધિકારી જીવો અધિકારને પાત્ર થાય. છદ્મસ્થપણાને કારણે પુષ્પના મુદ્રણમાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારીને અધ્યયન કરવા વિનંતિ છે. સાયલા સં. ૨૦૪૪, ફાગણ સુદ-૨ તા. ૧૯-૨-૮૮ પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ પ્રાર્થના પિયુષ ૨ | Page #3 -------------------------------------------------------------------------- ________________ સાતમી આવૃત્તિ વિષે આપણે સૌ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સાધના કરી રહ્યા છીએ. તે સાધનામાં સદ્ગુરુ દ્વારા આપણને નિત્ય આજ્ઞાભકિત કરવાની આજ્ઞા મળેલી છે. તે આજ્ઞાભકિતના રહસ્યને જ્ઞાનીના પરમ સત્સંગથી પામીને જો તે સાધનની પરમ પ્રેમે આરાધના કરીએ તો આપણી પ્રાર્થના પિયુષ થઈને પરિણમે એમાં સંશય નથી. તેમાં પરમાત્માના ગુણો, નવ તત્વ, છ પદ, પોતાના દોષો વગેરેનું વર્ણન છે. તેમજ અત્યાર સુધી ધર્મ કરતા આવ્યા છતાં અંતરની શાંતિ કે સુખની ઝાંખી પણ થઈ નથી, તેનું શું કારણ? તે પણ આમાં બતાવેલ છે. નિત્ય આજ્ઞાભકિત કરાવવા પાછળનું બીજું પણ એક ધ્યેય છે કે જેને પાત્રતા પામવી છે તથા વૈરાગ્ય-ઉપશમદશા પ્રગટાવવી છે તેને માટે આ ભકિત એ એક સર્વોપરી સાધન છે. વૈરાગ્યદશાથી વિચારદશા પ્રગટે છે, જે માર્ગમાં આગળ વધવા માટે વિવેક પ્રગટાવવાનું સાધન છે. પ.ક.દેવ કહે છે, “સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે.” આ પદોનો ભાવાર્થ સમજવામાં પૂ.બાપુજી-ગુરુદેવની કૃપા જ કારણભૂટ છે. તેમની કૃપા વગર આ પદોના ભાવાર્થ યર્થાથપણે સમજવા મુશ્કેલ છે. તેઓની કૃપાના સહારે આજ્ઞાભકિતના ગદ્ય-પદ્યના ભાવ સમજવા પ્રયત્ન કરીએ. આત્મસિદ્ધિમાં પણ પ.દેવ કહે છે કે : કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અબિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જયાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ | પ્રાર્થના પિયુષ * ૩ | Page #4 -------------------------------------------------------------------------- ________________ આવે જયાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રઘટે સુખદાય. ૪૦ જયાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૦ આ કડીઓમાં યોગ્યતા-પાત્રતા તથા સુવિચારણાનું શું મહત્ત્વ છે, તે સમજાવ્યું છે. જેમ સુવિચારણા પ્રઘટાવવા માટે આત્મસિદ્ધિશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. તેવી જ રીતે પાત્રતા અને વૈરાગ્યદશા પ્રગટાવવા માટે આજ્ઞાભકિતનું વાંચન, મનન, ચિંતન, અનુપ્રેક્ષા પણ ઉપયોગી છે. જયાં સુધી સાધક મુમુક્ષુ સપુરુષની અનન્ય ભકિત કરતો નથી, ત્યાં સુધી તે મોક્ષમાર્ગમાં આગળ વધી શકતો નથી તેમજ વિક્ષેપની નિવૃત્તિ કરી શકતો નથી. રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ કડીમાં પણ કૃપાળુદેવનો કહેવાનો આશય છે કે, આત્માને પરિભ્રમણમાંથી છોડાવવા માટે એને ત્વરાથી ઓળખો, તેમજ જગતમાં રહેલા બધા જ આત્માઓ મારા જેવા છે, મારા સમાન જ છે. આ વચનને હૃદયમાં સ્થિર કરો. પ્રાર્થના પિયુષમાં સમાવિષ્ટ ભકિતપદોના વિવેચનયુક્ત અર્થ આરાધના શિબિર-૧૪ના પ્રકાશનમાં આવરી લેવાયેલ છે. તો આવો, આપણે પ્રાર્થનાને પિયુષ રૂપે પરિણામવવા પ્રબળ પુરુષાર્થ આરંભીએ. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” સં. ૨૦૬૩, કાર્તિકી પૂર્ણિમા પ્રકાશન સમિતિ તા. ૦૫-૧૧-૨૦૦૬ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ (૫. કુ. દેવનો જન્મ દિવસ) સાયલા | પ્રાર્થના પિયુષ * ૪ | Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમાંક ) ( R 2 0 0 8 8 0 0 ન ર જ છ ૦ ૦ વિષય મંગલાચરણ જિનેશ્વરની વાણી ................... પ્રાતઃકાળની ભાવનાનાં પદો ..... ત્રણ માળા આત્મજાગૃતિનાં પદો ................. જડ ને ચૈતન્ય ............... શ્રી સદ્ગુરુભકિત રહસ્ય (વીસ દોહરા). કૈવલ્યબીજ શું? (યમ નિયમ) ..... ક્ષમાપના છ પદનો પત્ર ............. વીતરાગનો કહેલો માર્ગ પ્રાતઃકાળની સ્તુતિ ...... ... વંદન તથા પ્રણિપાતસ્તુતિ . ચૈત્યવંદન સૂત્રો ... સાંકળની સ્તુતિ અને દેવવંદન ... શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રની સ્તુતિ ........ શ્રી આત્મસિધ્ધિશસ્ત્ર ........ મોહની નીંદમાં .................... શ્રી કૃપાળુ દેવ રચિત પદો ............ ચિંતનકણિકાઓ શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ 2 u. 9 8 0 0 ૪ ર ર = છે 8 8 8 આ છે ૧૩ ............... ૧૪ ૧૫ १६ પ્રાર્થના પિયુષ * પ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ પ્રાત:કાળની ભકિત ૧. મંગલાચરણ અહો શ્રી સત્પુરૂષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સત્તમાગમ સુટિ ચેતના જાગૃતકરમ્; ૧ ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સદ્ગુણ કોષ હૈ; ૨ સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્; ૩ અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ; ૪ સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપદર્શક સુગુરુ પારાવાર હૈ; ૫ ગુરુભકિતસેં લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જ્યવંત વર્તે શ્રી ગુરુ રાજને નમસ્કાર હૈ; ૬ એમ પ્રણમી શ્રીગુરુરાજકે પદ આપ-પરહિતકારણમ્, જ્યવંત શ્રી જિનરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્; ૭ ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સદ્ગુ, શ્રી રત્નત્રયની એકયતા લહી સહી સૌ નિજપદ લહે. -*-* પ્રાર્થના પિયુષ * ૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨. જિનેશ્વરની વાણી (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નયક્ષિપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. ૧ ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મિટ મપાઇ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૨ -*-* ૩. પ્રાત:કાળની ભાવનાનાં પદો તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય; ૧ આસ્ત્રવ ભાવ અભાવતેં, ભયે સ્વભાવ સ્વરૂપ, નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ; ૨ કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય, જ્ય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય; ૩ કર્મ શાંતિ કે અર્થી જિન, નમો શાંતિ કરતાર, પ્રશમિત દુરિત સમૂહ સબ, મહાવીર જિન સાર; ૪ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૫ -*-* પ્રાર્થના પિયુષ * ૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪. ત્રણ માળા (દરેક પદની એક માળા) (૧) સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, (૨) આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. (૩) પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ. -*-* - ૫. આત્મ જાગૃતિનાં પદો અબુદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અસંયુક્ત, જલ-કમળ, મૃત્તિકા, સમુદ્ર, સુવર્ણ, ઉદક ઉષ્ણ. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે, તેમાં એક તત્ત્વ મોટું રે સમજણ સાર છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર વહે અમૃતધારા બરસે. ----- એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. ----- હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુકતાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે. - - - પ્રાર્થના પિયુષ * ૮ | Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬. જડ ને ચૈતન્ય જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિર્ચ થનો પંથ ભવ-અંતનો ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઇ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ મહત્તત્ત્વ મહનીયમહઃ મહા ધામ ગુણધામ, ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. - - - - ૭. શ્રી સદ્ગુરુ ભક્તિરહસ્ય (દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દિનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ; ૧ | પ્રાર્થના પિયુષ * ૯ | Page #10 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં; ૩ જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ, કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ; ૪ ‘પામર શું કરી શકું ?” એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક; પ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ, અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ; ૬ અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ, કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ; ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન; ૮ કાલદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોયે નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ; ૯ સેવાને પ્રતિકુળ છે, તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ; ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં, નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહાદિક માંહી; ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મસંચય નાહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઇ; ૧૨ પ્રાર્થના પિયુષ * ૧૦. Page #11 -------------------------------------------------------------------------- ________________ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ; ૧૪ અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન; ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક, પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક; ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઇ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય, દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ - - - ૮. કૈવલ્યબીજ શું? (તોટક છંદ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો; ૧ મનપોન-નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો, જપ ભેદ જપ તપ ત્યોંહિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબપે; ૨ | પ્રાર્થના પિયુષ * ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો; ૩ અબ કર્યો ન બિચારત હૈં મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસ; પ તનસેં, મનસેં, ધનસેં, સબસે, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં, તબ કારજ સિન્ન બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો; વહ સત્ય સુધા દરસાવહિંગે, સતુરાંગુલ હે દેંગસે મિલહે, રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી; ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ, વહ કેવલકો બીજગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઇ દિયે. ૮ -*-* ૯. ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન ! હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં પ્રાર્થના પિયુષ * ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિવેક શકિત નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુકત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમેનીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને વૈલોકયપ્રકાશક છો, હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થા, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઇ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ - - - ૧૦. છ પદનો પત્ર અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભકિતથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યફદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ : ‘આત્મા છે.” જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને | પ્રાર્થના પિયુષ : ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ : ‘ આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવાર્તા છે. આત્મા ત્રિકાળવાર્તા છે. ઘટપટ આડિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઇ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી, કોઇ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઇને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ: “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કંઈ ને કંઈ પત્નિામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. એ કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદઃ “આત્મા ભોકતા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોકતા છે. | પ્રાર્થના પિયુષ * ૧૪ | Page #15 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ પદ : ‘મોક્ષપદ છે.’ જે અનુપરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોકતાપણું નિરૂપણ કર્યું; તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યેક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ : તે ‘મોક્ષનો ઉપાય છે. ’ જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે; ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનનાં મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઇ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરુપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઇ સ્વસ્વભાવરૂપ મોક્ષને પ્રાર્થના પિયુષ * ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતર રશ્ચિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐકયતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પસ્ટ - પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે, વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભકિતથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઇ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અસક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્માભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાસીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને પ્રાર્થના પિયુષ * ૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ વિષે આ મારો શિષ્ય છે, અથવા ભકિતનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો. જે સપુરુષોએ સદ્ગુરુની ભકિત નિરુપણ કરી છે, તે ભકિત માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભકિતને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારયોગ શકિતપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેનાં યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સપુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! - - - - - ૧૧. વીતરાગનો કહેલો માર્ગ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ પ્રાર્થના પિયુષ * ૧૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ---- હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ ! - - - ૧૨. પ્રાત:કાળની સ્તુતિ મહાદેવ્યા કુષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્; રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્ છે જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી. ૨ ૐકાર બિંદુ સંયુકત, નિત્યે ધ્યાયન્તિ યોગિનઃ, કામદે મોક્ષદ ચૈવ, ૐકારાય નમો નમ: મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન; વિશ્વભાવ વ્યાપી તદપિ, એક વિમલ ચિતૂપ, જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ; | પ્રાર્થના પિયુષ * ૧૮ જ Page #19 -------------------------------------------------------------------------- ________________ મહત્તત્ત્વ મહનીય મહ: મહા ધામ ગુણધામ, ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ; તીન ભુવન ચુડા રતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંધ નશાય; ૮ નમું ભકિતભાવે, ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્થ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે સકલ મુજ આપો સુમતિને. અહતો ભગવંત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાર્થ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નતિકરાર પૂજ્યા ઉપાધ્યાયકા શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકાઃ પંચે તે પરમેષ્ઠિનઃ પ્રતિદિન કુર્વિધુ વો મંગલમ્. ભકતામર પ્રણમોલિમણિ પ્રભાણામુદ્યોતક દલિત પાપ તમોવિતાન.... સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાલંબનું ભવજલે પતતાં જનાનામ્. ય: સંસ્તુતઃ સકલ વા મયતત્ત્વબોધાદુદ્દભૂતબુદ્ધિ પટુભિઃ સુરલોકનાથેઃ સ્ત્રોત્રેર્જગતિય ચિત્તહરેરુદારે: સ્તોષ્ય કિલામપિ તે પ્રથમ જિજે દ્રમ્. દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. દશનાર્દૂ દુરિતધ્વંસી, વંદનાદું વાંચ્છિતપ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરદ્રુમ. - ૧૦ ૧૧ પ્રાર્થના પિયુષ * ૧૯ | Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવ નિધિ; પ્રભુદર્શનસે પામીએ, સકલ મનોરથ-સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે, પ્રજા નમે, આણ ન લોપે કોઈ. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર, વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સગુરુ મુખ. ૧૭ દરખતસે ફળ ગિર પડયા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન, ૧૯ – માતા – પિતા ચેવ, – ગુરુવં બાંધવ; ત્વમેક: શરણ સ્વામિનું જીવિત જીવિતેશ્વર: ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ૨૧ યસ્વર્ગાવતરોત્સવે યદભવજન્માભિષેકોત્સવે; યદ્દીક્ષા ગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યશિર્વાણગમોત્સવે જિનપતેઃ પૂજાલ્કત તદ્ભવૈઃ; સંગીતસ્તુતિમંગલેઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવઃ ૨૨ - - - - ન પ્રાર્થના પિયુષ * ૨૦] Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૩. વંદન તથા પ્રણિપાતસ્તુતિ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, એને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. -* “હે પરમ-કૃપાળુ દેવ ! જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ્ અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. પ્રાર્થના પિયુષ * ૨૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.’” ૐ શાંતિ: શાંતિ: શાંતિ: -*-*-* ૧૪. ચૈત્યવંદન વિધિ શ્રી પ્રણિપાત અર્થાત્ ખમાસમણ ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાણિજજાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ ॥ (આ પ્રમાણે બોલી ત્રણ ખમાસમણા દઈ, બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે રાખી બેસવું અને નીચે પ્રમાણે કહેવું – ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છમ્.) (૧) સકલકુશલવલ્લી પુષ્કરાવર્તમેઘો, દુરિતીતમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વ સંપત્તિહેતુ: સ ભવતુ સતતં વ: શ્રેયસે શાંતિનાથ: શ્રેયસે પાર્શ્વનાથઃ (૨) તુજ મૂર્તિને નીરખવા, મુજ નયના તરસે, તુજ ગુણગણને બોલવા, રસના મુજ હરસે. પ્રાર્થના પિયુષ * ૨૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ કાયા અતિ આનંદ મુજ, તુજ યુગપદ ફરસે, તો સેવક તાર્યા વિના, કહો પ્રભુ કેમ સરસે. એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય, જ્ઞાનવિમલ પ્રભુ નજરથી, તેહશું જે વિ હોય. જંકુચિ જંકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણુસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ. ૧ નમુન્થુણં વા શક્રસ્તવ નમથુર્ણ અરિહંતાણં ભગવંતાણં; (૧) આઈગરાણું, તિત્યયરાણું, સયંસંબુધ્ધાણં; (૨) પુરિસુત્તમાણં, પુરિસસીહાણ, પુરિસવરપુંડરિયાણં પુરિસવરગંધહીર્ણ; (૩) લોગુત્તમાણું, લોગનાહાણું, લોગહિયાણું, લોગપઈવાણું, લોગપજજોઅગરાણં, (૪) અભયદયાણું, સખુદયાણું, મગદયાણું, સરણદયાણું, બોહિયાણં, (૫) ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્સારહીણું, ધમ્મવરચાઉરંત ચક્કવટ્ટીણં, (૬) અપ્પડિહયવરનાણદંસણધરાણું વિયટ્ટછઉમાર્ણ; (૭) જિણાણું જાવયાણું; તિજ્ઞાળું તારયાણં, બુધ્ધાણં બોહયાણું, મુત્તાણું; મોઅગાણું; (૮) સલ્વન્નણં સવ્વદરિસીણં, સિવમયલમરુ અમદંત મખ્ખુંય મળ્વાબાહ મપુણરાવિત્ત સિધ્ધિગઈનામઘેયં ઠાણું સંપત્તાણું નમો જિણાણું, જિઅભયાર્ણ; (૯) જે અ અઈઆ સિધ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે; સંપઈઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ, (૧૦) -*-* જાવંતિ ચેઈઆઈ જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે અ તિરિયલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઈત સંતો તત્વ સંતાઈ. ૧ -*-* પ્રાર્થના પિયુષ * ૨૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ ॥ -*-* જાવંત કે વિ સાહૂ જાવંત વિ સાહૂ, ભરહે૨વય મહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિખંડ વિયાણું. ૧ -*-* નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ૧ -*-* ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણમુક્યું; વિસહર વિસનિન્નાસં, મંગલકલ્લાણઆવાસં. વિસહર કુલિંગમં, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહરોગમારિ, દુઃ જરા જંતિ ઉવસામં. ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ પણામોવિ બહુલો હોઈ; નરતિરિએસ વિ જીવા, પાર્વતિ ન દુઃખદોગÄ. તુહ સમ્મત્તે લબ્ધ, ચિંતામણી કપ્પપાય વમ્ભહિએ; પાર્વતિ અવિશ્વેણં, જીવા અયરામાં ઠાણું. ઈઅ સંઘુઓ મહાયસ, ભત્તિબ્નરનિબ્બરેણ હિઅએણ; તા દેવ દિજજે બોહિં, ભવે ભવે પાસજિણચંદ. -*-* ૧ પ્રાર્થના પિયુષ * ૨૪ ૩ ૫ લઘુશાંતિ (શાંતિનાથ પ્રભુનું) સૂત્ર શાંતિ શાંતિ નિશાંતં શાંતં શાંતાશિવં નમસ્કૃત્ય સ્તોતુઃ શાંતિ-નિમિત્તે મંત્રપદેઃ શાંતયે સ્તોમિ ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઓમિતિ નિશ્ચિત વચસે નમો નમો ભગવતેહતે પૂજામ્ શાંતિજિનાય જયવતે યશસ્વિને સ્વામિને દમિનામ ૨ સકલાતિશેષકમહા-સંપત્તિ-સમન્વિતાય શસ્યાય સૈલોકય-પૂજિતાય ચ નમો નમ: શાંતિદેવાય ૩ સર્વામર સુસમૂહ-સ્વામિક સંપૂજિતાય ન જિતાય ભુવનજન પાલનોદ્યત-તમાય સતત નમસ્તસ્મ ૪ સર્વ-દુરિતો-ઘનાશન-કરાય સર્વાશિવ-પ્રશમનાય દુષ્ટગ્રહ ભૂતપિશાચ-શાકિનીનાં પ્રમથના પ યસ્યતિ નામમંત્ર-પ્રધાનવાક્યો-પયોગ-કૃત-તોષા વિજયા કુરુતે જનહિત-મિતિ ચ નુતા નમત તે શાંતિ ૬ ભવતુ નમસ્તે ભગવતિ વિજયે સુજયે પરાપરેરજિતે અપરાજિતે જગત્યાં જયતીતિ જયાવહ ભવતિ ૭ સર્વસ્યાપિ ચ સંઘસ્ય ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદદ સાધૂનાં ચ સદાશિવ-સુતુષ્ટિ-પુષ્ટિપ્રદે જીયા ૮ ભવ્યાનાં કૃત-સિદ્ધ નિવૃતિ-નિર્વાણ-જનનિ સત્યાનાં અભય-પ્રદાન-નિરતે નમોડસ્તુ સ્વસ્તિપ્રદે તુલ્ય ૯ ભકતાનાં જંતુનાં શુભાવહ નિત્યમુદ્યતે દેવિ સમ્યગ્ર દૃષ્ટિનાં ધૃતિ-રતિ મતિ બુધ્ધિ પ્રદાનાય ૧૦ જિનશાસન નિરતાનાં શાંતિ-નૃતાનાં ચ જગતિ જનતાનાં શ્રીસંપત્કીર્તિ-યશોવર્ધ્વનિ જય દેવિ વિજયસ્વ ૧૧ સલિલાનલ વિષ વિષધર-દુષ્ટગ્રહ રાજ રોગ રણ ભયતઃ રાક્ષસ રિપુ ગણ મારી-ચોરેતિ સ્થાપદાદિભ્યઃ ૧૨ પ્રાર્થના પિયુષ > ૨૫ | Page #26 -------------------------------------------------------------------------- ________________ અથ રક્ષ રક્ષ સુશિવં કુરુ કુરુ શાંતિ ચ કુરુ કુરુ સદેત તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ્ ૧૩ ભગવતિ ગુણવતિ શિવશાંતિ-તુષ્ટિ પુષ્ટિ સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્ ઓમિતિ નમો નમો હ્રૌં હ્રીઁ હુઁ: : યઃ ક્ષઃ હ્રીઁ ફુટ્ ફુટ્ સ્વાહા ૧૪ અવં યજ્ઞામાક્ષર-પુરસ્કર સંસ્તુતા જયાદેવી કુરુતે શાંતિ નમતાં નમો નમઃ શાંતયે તસ્મૈ ૧૫ ઈતિ પૂર્વસૂરિદર્શિત-મંત્રપદવિદર્ભિતઃ સ્તવઃ શાંતેઃ સલિલાદિભયવિનાશી શાંત્યાદિ-કરચ ભક્તિમતામ્ ૧૬ યચૈનં પઠતિ સદા શ્રૃણોતિ ભાવયતિ વા યથા-યોગં સ હિ શાંતિપદં યાયાત્ સૂરિઃ શ્રીમાનદેવશ્ચ ૧૭ ઉપસર્ગા: ક્ષય યાંતિ છિદંતે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજયમાને જિનેશ્વરે ૧૮ સર્વ-મંગલ-માંગલ્ય સર્વ-કલ્યાણ-કારણમ્ પ્રધાનં સર્વ-ધર્માણાં જૈનં જયતિ શાસનમ્ ૧૯ જયવીયરાય (બે હાથ લલાટે રાખીને) જગગુરુ, હોઉં મમં ભવનિઘ્યેઓ મગાણુસારિઆ ઈફલસિદ્ધિ ૧ જય વીયરાય तुर પભાવઓ ભયવં; લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ; સહગુરુજોગો તQયણસેવણા આભવમખંડા ૨ (બે હાથ નીચે કરીને) વારિજજઈ જઈ વિ નિયાણબંધણું વીયરાય તુહ સમએ તવિ મમ હુજજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણા ૩ પ્રાર્થના પિયુષ * ૨૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ દુમ્બખ્તઓ, કમ્બખ્તઓ, સમાહિમરણં ચ બોહિલાભો આ; સંપજજઉં મહ એએ તુહ નાહ પણામ કરણેણં ૪ સર્વ મંગલ માંગલ્ય, સર્વકલ્યાણકારણે; પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયતિ શાસન પ -~-~ અરિહંત ચેઈયાણ | (ઉભા થઈને) અરિહંતચેઈયાણ, કરેમિ કાઉસ્સગ્ગ ૧ વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ; સમ્માણવત્તિયાએ ૨ બોહિલાભવત્તિયાએ; નિરુવસગ્ગવત્તિયાએ; સદ્ધાએ, મેહાએ, ધીઈએ, ધારણાએ, અણુપ્પહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ ૩ અન્નત્થ અન્નત્થ ઉસસિએણે નીસિએણે ખાસિએણં, છીએણે જંભાઈએણં, ઉડુએણ, વાયનિસગેણં ભમલિએ પિત્તમુચ્છાએ; (૧) સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિસિંચાલેહિં, (૨) એવભાઈએહિં, આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજજ મે કાઉસ્સગ્ગો (૩) જાવ અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ (૪) તાવ કાય, ઠાણેણં મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. (૫) (એક નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો. અને થોય સાંભળવી) પ્રાર્થના પિયુષ * ર૭ | Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારમંત્ર નમો અરિહંતાણે નમો સિદ્ધાણે નમો આયરિઆણું નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ (કાઉસ્સગ્ગ પારીને થોય કહેવી) થોય મનહર મૂર્તિ અરિહંત તણી, મુજ આશ ફળી તુજ દર્શનની; કરું વંદના હૈયે ભાવ ધરી, ભવસાગર તરણી તું જ તરી. (પછી ખમાસમણ દેવું) - * - * - * - સાંયકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યા: કુક્ષિરત્ન શબ્દજીતરવાત્મજમ્; રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચનદાયક.... ૧ જ્ય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ, પરમ ગુરુ શુદ્ધ ચૈતત્યસ્વામી. ૨ ૐકાર બિંદુ સંયુકત, નિત્યં ધ્યાયતિ યોગિનઃ કામદ મોક્ષદ ચૈવ, ૐકારાય નમોનમઃ ૩ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહી જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૪ પ્રાર્થના પિયુષ * ૨૮] Page #29 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિકૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૫ મહત્તત્વ મહનીયમહ: મહા ધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. ૬ તીન ભુવન ચૂડા રતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૭ દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાનું દર્શન મોક્ષસાધનમ્. દર્શનાર્દ દુરિતધ્વંસી વંદનાદું વાંછિતપ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૮ પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવ નિધિ; પ્રભુ દર્શનસે પામીએ, સકલ મનોરથ સિદ્ધિ. ૯ ભ્રહ્માનંદ પરમ સુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ, દ્વદ્વાતીત ગગનસદર્શ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્; એક નિત્ય વિમલમચલ, સર્વદા સાક્ષીભૂતમ્, ભાવાતીત ત્રિગુણરહિત, સદ્ગુરુ નમામિ. ૧૦ આનન્દમાનન્દકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપ; યોગીન્દ્રમીયં ભવરોગવેદ્ય, શ્રીમદ્ ગુરું નિત્યમાં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરુ વંદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુર્બ મા ગુરૂવિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ; ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૩ પ્રાર્થના પિયુષ * ર૯ | Page #30 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ:, પૂજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલં ગુરુવાકયં, મોક્ષમૂલં ગુરુકૃપા. ૧૪ અખંડમંડલાકાર વ્યાપ્ત યેન ચરાચરમ્; તત્પદ દર્શિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૫ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા; ચક્ષુરુમ્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ૧૬ ધ્યાનધૂપ મન:પુષ્પ, પંચેન્દ્રિય હુતાશનમ્; ક્ષમાજાપ સંતોષપૂજા, પૂજ્યો દેવો નિરંજનું: ૧૭ દેવેષુ દેવોર્ડસ્તુ નિરંજનો મે, ગુરુર્ગુરુસ્ત દમી શમી મે; ધર્મેષુ ધર્મોડસ્તુ દયાપરો મે, ત્રીજ્યેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમઃ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સો હીન, તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીનઃ દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત્, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પ્રાર્થના પિયુષ * ૩૦ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ, પરમ ગુરુ, શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન, ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ મર્ત્યએણ વંદામિ. ૨૫ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ર૬ નમસ્કાર જ્ય જ્ય ગુરુદેવ !..... મત્થએણ વંદામિ, દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૨૭ નમસ્કાર જ્ય જય ગુરુદેવ !..... મત્થએણ વંદામિ, નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણું, શરણું, શરણં, ત્રિકાલ શરણં, ભવોભવ શરણં, સદ્ગુરુ શરણં, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનય વંદન હો; સમયાત્મક વંદન હો, ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ; પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, ‘મા હણો મા હણો’, શબ્દના કરનાર આપકે ચરણકમલ મેરે હૃદયકમળમેં અખંડપણે, સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે, સત્પુરુષોંકા સત્સ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ઠંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહે જયવંત રહે. ૨૮ પ્રાર્થના પિયુષ * ૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ આનન્દમાનન્દુકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્, યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્દગુરુ નિત્યમાં નમામિ. ર૯ - - - - ૐ શ્રી સદ્ગુરુદેવાય નમો નમ: શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રની સ્તુતિ (ઝુલણા છંદ) પતિતનપાવની, સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી, આત્મસિદ્ધિ, જન્મજન્માંતરો, જાણતા જોગીએ, આત્મઅનુભવ વડે, આજ દીધી, ભકત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી, ચારુતરભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી’તી. શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત; વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અ> અગોપ્ય; - ૧ કોઇ ક્રિયા-જડ થઇ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઇ; ૩ | પ્રાર્થના પિયુષ * ૩ર | Page #33 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઇ, જ્ઞાનમાર્ગ નિષેધતા તેહ કિયાજડ આઇ; ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી, વર્તે મોહાવેશમાં શુષ્કજ્ઞાની તે આંહી; ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન; ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન; ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આતર્થી જન એહ; ૮ સેવે સદ્ગુરુચરણને ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ; ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય; ૧૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર; ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ, સમજયા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ; ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જે હ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિં, ત્યાં આધાર સુપાત્ર; ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ; ૧૪ પ્રાર્થના પિયુષ કે ૩૩] Page #34 -------------------------------------------------------------------------- ________________ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દો ષ; ૧૫ પ્રત્યક્ષ સગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય; ૧૬ સ્વછંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ; ૧૭ માનાદિક શત્ર મહા, નિજ છંદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય; ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન; ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઇ સુભાગ્ય; ૨૦ અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કોઇ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહિ; હોય મુમુક્ષુ જીવ તે સમજે એક વિચાર, હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર; ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ, તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ; ૨૩ – – – (મતાથ લક્ષણો) બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ; ૨૪ | પ્રાર્થના પિયુષ > ૩૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ; પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દૃઢ કરે, નિજમાનાર્થે મુખ્ય; દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષનો, આગ્રહ મુકિતનિદાન; લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન; અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધનરહિત થાય; જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઇ, પામે તેનો સંગ જે, તે બૂડે ભવ માંહી; એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ, પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ; નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, તે મતાર્થી દુર્ભાગ્ય; લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થના, આત્મ-અર્થ સુખસાજ; -*-* ( આત્માર્થી-લક્ષણ ) આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય; પ્રાર્થના પિયુષ * ૩૫ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર; ૩૫ એક હોય ત્રણ કાળમાં, પ્રે૨ે તે પરમાર્થને, તે પરમારથનો પંથ, વ્યવહાર સમંત; ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ, કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ; ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ; ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ, મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ; ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય; ૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ; ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય, ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષટ્કદ આંહિ; ૪૨ -*-* (ષપદ નામકથન) ‘આત્મા છે”, ‘તે નિત્ય છે”, ‘છે કર્તા નિજકર્મ', ‘છે ભોકતા”, ‘વળી મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ’; ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્કર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ; ૪૪ પ્રાર્થના પિયુષ * ૩૬ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧. શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ; ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ; ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ; ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય; ૪૮ ૧. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન; ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન; ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ; છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રીયના વિષયનું, પણ આત્માને ભાન; પર પ્રાર્થના પિયુષ > ૩૭ | Page #38 -------------------------------------------------------------------------- ________________ દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રીય, પ્રાણ, આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ; ૧૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય; ૫૪ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ; પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એ કાણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ; આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ; પ૮ '(9 -~-~ ૨. શંકા-શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે.) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર, સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર; ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ, દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ; ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય; ૬૧ - - - - - ૨. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.) પ્રાર્થના પિયુષ ક ૩૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? દુર જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન; ૬૩ જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય, ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ; ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઇને, કયારે કદી ન થાય; ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઇમાં, તેથી નિત્ય સદાય; $$ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય; ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, બાળાદિ વય ગણ્યનું જ્ઞાન એકને થાય; ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર; ૬૯ કયારે કોઇ વસ્તુનો, કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ; ૭૦ --- ૩. શંકા-શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે.) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ; ૭૧ | પ્રાર્થના પિયુષ * ૩૯ | Page #40 -------------------------------------------------------------------------- ________________ ૭ર આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ; માટે મોક્ષ ઉપાયનો, કોઇ ન હેતુ જણાય, કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય; ૭૩ -~-~ ૩. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે.) હોય ન ચેતન પ્રરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ; ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ; ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ; ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ; ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ; ૭૮ - - - ૪. શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોકતાપણું જીવને નહીં હોય એમ શિષ્ય કહે જીવ કર્મ કર્તા કહો, પણ ભોકતા નહિ સોય, શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ પ્રાર્થના પિયુષ ૪૦ | Page #41 -------------------------------------------------------------------------- ________________ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોકતાપણું સધાય, એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય; ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હો, પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય; ૮૧ -~-~ ૪. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોકતાપણું છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ; ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભાશુભ કર્મનું, ભોકતાપણું જણાય; ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય; ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર; ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષે પે સાવ; ૮૬ -~-~ ૫. શંકા-શિષ્ય ઉવાચ (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે.) કર્તા ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ, વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ; ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય; ૮૮ પ્રાર્થનાં પિયુષ * ૪૧ | Page #42 -------------------------------------------------------------------------- ________________ ૫. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઇ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે.) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ; ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ; ૯૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ; ૯૧ - -- ૬. શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે.) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક; ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ; ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય, જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ, સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય; ૯૬ - - - પ્રાર્થના પિયુષ ૪૨ | Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ કહે છે.) પાંચે ઉત્તરથી થઇ, આત્મા વિષે પ્રતીત, થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત; ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકારઅજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ; ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ, તે કારણછેદક દશા, મોક્ષપંથ ભવ અંત; ૯૯ રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હથી, તે જ મોક્ષનો પંથ; ૧૦૦ આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત; ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ; ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ; ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ; ૧૦૫ પપદનાં ષપ્રશ્ન તે, પૂયાં કરી વિચાર, તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર; ૧/૬ પ્રાર્થના પિયુષ ૪૩ | Page #44 -------------------------------------------------------------------------- ________________ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય; ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ; ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ, તો પામે સમકિતને, વર્તે અંતરશોધ; ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ, લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ; ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમતિ; ૧૧૧ વર્ધમાન સમકિત થઇ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્ર્યનો, વીતરાગપદ વાસ; ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ; ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય; ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ; ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ; ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજયોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ; ૧૧૭ પ્રાર્થના પિયુષ * ૪૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અટો સમાય, ધરી મનતા એમ કહી, સહજ સમાધિમાંય; ૧૧૮ -*-* શિષ્ય : બોધબીજ પ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન; ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ; ૧૨૦ કર્તા ભોકતા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય; ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ, કર્તા ભોકતા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ; ૧રર મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચ થ; ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર; ૧૨૪ શું પ્રભુચરણ કને ધ, આત્માથી સો હીન, તે તો પ્રભુએ આપિય, વતું ચરણાધીન; ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન, દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન; ૧૨૬ ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ; ૧૨૭ -~-~ - પ્રાર્થના પિયુષ * ૪૫ } Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટુ સ્થાનકમાંહી, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ; ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન; ૧૨૯ જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદો નહિ આત્માર્થ; ૧૩) નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય; ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ; ૧૩ર ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર, ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર; ૧૩૩ આગળ જ્ઞાની થઇ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય; ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય; ૧૩૫ ઉપાદાનનું નામ લઇ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત; ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ; ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુઘટ વિષે, એહ સદાય સુજાગ્ય; ૧૩૮ ન પ્રાર્થના પિયુષ ૪૬ | Page #47 -------------------------------------------------------------------------- ________________ મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત; ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન; ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જે હ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ; ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ – – – શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ; સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ; પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ; દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ---~ પ્રાર્થના પિયુષ ૪૭ | Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પ્રભાતિયું (મોહની નીદમાં) મોહની નીંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નીરખવા નેત્ર ખોલ્યું નહિ, સુપનના સુખતણો લ્હાવો લીધો - મોહની ...૧ વસ્તુસ્થિતિસમજનું વહાણું વાયું ભલું, શુદ્ધ સમકિતનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાઁ, મોહ મિથ્યાત્વઅંધકાર નાસે - મોહની .. ૨ પ્રેમથી પરખીએ, નીરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે; ગ્રહણ કર જ્ઞાન ગુરુબોધના બીજનું, પરમ રસપાનથી કાજ સીજે - મોહની ... ૩ તું નહીં પુદ્ગલી, દેહ પુદ્ગલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુદ્ગલી પપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું - મોહની ... ૪ સર્વ વ્યાપકપણે સાક્ષી તે સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગી તું ચિન્હ ચૈતન્યઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાસે. – મોહની ... ૫ પ્રાર્થના પિયુષ ૪૮ | Page #49 -------------------------------------------------------------------------- ________________ થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, નહિ જ્ઞાન તુજ શેય ભાવે; પણ જેમ જલપાત્ર રિવ દેખિયે નિરમળો, ભાસ દ૨૫ણ વિષે તેમ થાવે મોહની - સર્વને જાણ તે જાણરૂપ અન્યમાં જાણગુણ એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે મોહની તાહરું, જ્ઞાન નાવે; લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે મોહની *-*-* = ... ૧૯. પરમ કૃપાળુદેવરચિત પદો (૧) સર્વમાન્ય ધર્મ ૬ ૭ ८ પૂ. શ્રી કાલિદાસભાઈ સંવત ૧૯૪૦ ચોપાઈ ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ૧ ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. ૨ સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. ૩ પ્રાર્થના પિયુષ * ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ પુષ્પપાખંડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! પ એ ભવતારક સુંદર રાગ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. ૬ તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. ૭ (૨) ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) સંવત ૧૯૪૦ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંકિત કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫ - - - - - પ્રાર્થના પિયુષ > ૫૦ | Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩) બ્રહ્મચર્ય વિશે સુભાષિત (દોહરા) સંવત ૧૯૪૦ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાથું બધું, કેવળ શો કસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૭ - - - - (૪) અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) સંવત ૧૯૪૦ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧ યુષ * ૫૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નન્ય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જે થી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. ૫ *-*-* (૫) જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે. સંવત ૧૯૪૫ ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિધ્ધિ થવા, ધર્મ તે જ અનુકૂળ. પ્રથમ આત્મસિધ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; પ્રાર્થના પિયુષ * પર | Page #53 -------------------------------------------------------------------------- ________________ અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા *-*-* (૬) સુખકી સહેલી સંવત ૧૯૪૫ “સુખકી સહેલી હે, અકેલી અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત. કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ ‘અસ્તિ’તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. આ ભવ વણ ભવ છે નહીં. એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. *-*-* પ્રાર્થના પિયુષ * ૫૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ (૭) મારગ સાચા હાથનોંધ _ ૧ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યાં કહું ? ........... ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ .......... આપ આપવું ભૂલ ગયા, ઈનસે ક્યાં અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ ! ક્યા ઈચ્છત હવે ? હૈ ઈચ્છા દુ:ખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિ; આપનડું જબ ભૂલ ગયે, અવર કહૉસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો; *- -* (૮) મુંબઈ ૧૯૪૬ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે કમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. *- -* પ્રાર્થના પિયુષ > ૫૪ | Page #55 -------------------------------------------------------------------------- ________________ (૯). મોરબી ૧૯૪૬ બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુયોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. - - - (૧૦) હાથનોંઘ_૧ હોત આસવા પરિવા, નહિ ઈનમેં સંદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હે આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિનવચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; જિનસે ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુ:ખદાવ. વ્યવહારસે દેવ જિન, નિચેસે હૈ આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાડેંગે આતમા, તબ લાગેંગે રંગ *- -* | પ્રાર્થના પિયુષ પ૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧૧) (દોહરા) રાળજ, ૧૯૪૭ જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો જડ છે. ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગના, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ રહે અરૂપી રૂપીને, તે અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ? ૬ પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. *-*-* ન પ્રાર્થના પિયુષ * પ૬ કે Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧૨)હરિગીત જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. રાળજ, ૧૯૪૭ જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં; તો સર્વ એ અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી; નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૨ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં; પચ્ચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી . કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ, જો જાણિયું નિજરૂપને; કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; | પ્રાર્થના પિયુષ * ૫૭] Page #58 -------------------------------------------------------------------------- ________________ નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં; શ્રી નંદીસુત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૭ વ્રત નહીં પચ્ચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો; મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા *-*-* (૧૩) મૂળમાર્ગ રહસ્ય આણંદ, ૧૯૫૨ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; -મૂ નો‘ય પૂજાદિની જો કામના રે, નો‘ય વ્હાલું અંતર ભવદુઃખ. -મૂળ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; -મૂ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત.-મૂ૦ ૨ જ્ઞાન, દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; -મૂ જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. -મૂ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; -મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. -મૂ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; -મૂ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. -મૂ૦ ૫ પ્રાર્થના પિયુષ * ૫૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ; –મૂ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. -મૂ) ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; -મૂ૦ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. -મૂ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ; –મૂ૦ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. -મૂ) ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂઈ તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ. -મૂO ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા તે, અને જવા અનાદિ બંધ; -મૂ૦ ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. -મૂ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂઈ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂ૦ ૧૧ - - - - (૧૪) પરમપદપંથ (ગીતિ) વવાણિયા, ૧૯૫૩ પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વ શે; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહ્યું છે તત્ત્વજ્ઞ. સમ્યફ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યકજ્ઞાન કહ્યું તે, સંશય વિભ્રમ મોહ ત્યાં નાશ્ય. પ્રાર્થના પિયુષ * ૫૯ | Page #60 -------------------------------------------------------------------------- ________________ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. જીવ અજીવ વિષે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુવિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. *-*-* (૧૫) પરમપદપ્રાપ્તિની ભાવના (અપૂર્વ અવસર) વવાણિયા, ૧૯૫૩ એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો? અપૂર્વ૦ ૧ ઔદાસીન્યવૃત્તિ કરી, સર્વ ભાવથી માત્ર દેહ તે સંયમદહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ૦ ૨ x; દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૦ ૩ પ્રાર્થના પિયુષ * ૬૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ૦ ૪ સંયમના યોગપ્રવર્ત્તના, જો ; સ્વરૂપલક્ષ આધીન તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ૦ ૫ હેતુથી જિનઆજ્ઞા પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે. મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ૦ ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો ; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ૦ ૮ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ૦ ૯ પ્રાર્થના પિયુષ ૬૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્ત સમભાવ જો. અપૂર્વ૦ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ૦ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, શરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ) ૧૨ એમ પરાજ્ય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ) ૧૩ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જયાં ક્ષણમાં ગુણસ્થાન જો ; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ૦ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશે જો. અપૂર્વ) ૧૫ | પ્રાર્થના પિયુષ દુર Page #63 -------------------------------------------------------------------------- ________________ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ૦ ૧૬ મન વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુમાત્રાની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ૦ ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ) ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ૦ ૨૧ *- -* | પ્રાર્થના પિયુષ ૬૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સ્વાત્મવૃત્તાંત હાથનોંધ _૧ ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષ રે ધારા ઊલસી, મટયો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય) ૧ ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેંતાળીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ૨ ઓગણીસસે ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય) ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય) ૪ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય) ૫ યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય૦ ૬ આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૦ ૭ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦ ૮ *- -* (૧૭) શ્રી જિન પરમાત્મને નમઃ રાજકોટ, ૧૯૫૭ (અ) - પ્રાર્થના પિયુષ * ૬૪ | Page #65 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ઘ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ તિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ પ્રાર્થના પિયુષ * ૬૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ (બ) આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર. ૨ ($) સુખ ધામ અત્યંત સુસંત ચહી, દિન રાત્રે રહે તાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. *-*-* (૧૮) શ્રી સદ્ગુરુકૃપામાહાત્મ્ય (દોહરા) મુંબઈ, ૧૯૪૭ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ બુઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. ૪ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પુરુષકે, તો સબ બંધન તોડ. ૬ *-*-* પ્રાર્થના પિયુષ * ૬૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ (19) હાથનોંધ - 2 હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યફદર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંકાદિઆચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ * - - - - પ્રાર્થના પિયુષ > 67 |