________________
વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
બીજું પદ : ‘ આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવાર્તા છે. આત્મા ત્રિકાળવાર્તા છે. ઘટપટ આડિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઇ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી, કોઇ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઇને વિષે લય પણ હોય નહીં.
ત્રીજું પદ: “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કંઈ ને કંઈ પત્નિામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. એ કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
ચોથું પદઃ “આત્મા ભોકતા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોકતા છે.
| પ્રાર્થના પિયુષ * ૧૪ |