SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય; ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ, ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ; ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ, તો પામે સમકિતને, વર્તે અંતરશોધ; ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ, લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ; ૧૧૦ વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમતિ; ૧૧૧ વર્ધમાન સમકિત થઇ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્ર્યનો, વીતરાગપદ વાસ; ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ; ૧૧૩ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય; ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ; ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ; ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજયોતિ સુખધામ, બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ; ૧૧૭ પ્રાર્થના પિયુષ * ૪૪
SR No.009216
Book TitlePrarthana Piyush
Original Sutra AuthorN/A
AuthorMumukshu Bhai Baheno
PublisherRaj Saubhag Satsang Mandal
Publication Year2016
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size200 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy