________________
૬. સમાધાન-સદ્ગુરુ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ કહે છે.) પાંચે ઉત્તરથી થઇ, આત્મા વિષે પ્રતીત, થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત; ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકારઅજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ; ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ, તે કારણછેદક દશા, મોક્ષપંથ ભવ અંત; ૯૯ રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હથી, તે જ મોક્ષનો પંથ; ૧૦૦ આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત; ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ; ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ; ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ; ૧૦૫ પપદનાં ષપ્રશ્ન તે, પૂયાં કરી વિચાર, તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર; ૧/૬
પ્રાર્થના પિયુષ ૪૩ |