________________
મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત; ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન; ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જે હ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ; ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨
–
–
–
શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ, તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ; સાધન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ;
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ; દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
---~
પ્રાર્થના પિયુષ ૪૭ |