________________
૧૮. પ્રભાતિયું (મોહની નીદમાં)
મોહની નીંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નીરખવા નેત્ર ખોલ્યું નહિ, સુપનના સુખતણો લ્હાવો લીધો - મોહની ...૧
વસ્તુસ્થિતિસમજનું વહાણું વાયું ભલું, શુદ્ધ સમકિતનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાઁ, મોહ મિથ્યાત્વઅંધકાર નાસે - મોહની .. ૨
પ્રેમથી પરખીએ, નીરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે; ગ્રહણ કર જ્ઞાન ગુરુબોધના બીજનું, પરમ રસપાનથી કાજ સીજે - મોહની ... ૩
તું નહીં પુદ્ગલી, દેહ પુદ્ગલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુદ્ગલી પપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું - મોહની ... ૪
સર્વ વ્યાપકપણે સાક્ષી તે સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગી તું ચિન્હ ચૈતન્યઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાસે. – મોહની ... ૫
પ્રાર્થના પિયુષ ૪૮ |