________________
વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ૦ ૧૬
મન વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭
એક પરમાણુમાત્રાની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ૦ ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ) ૨૦
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ૦ ૨૧
*-
-*
| પ્રાર્થના પિયુષ ૬૩