________________
(૧૬) સ્વાત્મવૃત્તાંત
હાથનોંધ _૧ ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષ રે ધારા ઊલસી, મટયો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય) ૧
ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેંતાળીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય૦ ૨
ઓગણીસસે ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય) ૩
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ધન્ય) ૪
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય) ૫
યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય૦ ૬
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય૦ ૭ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦ ૮
*-
-*
(૧૭) શ્રી જિન પરમાત્મને નમઃ
રાજકોટ, ૧૯૫૭ (અ)
- પ્રાર્થના પિયુષ * ૬૪ |